દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જંતુનાશક દવાની અસર થઈ જતાં શ્રમિકનું મૃત્યુઃ અપમૃત્યુના ચાર બનાવ

જામનગર તા.૬ ઃ જામનગરના એરફોર્સ-૧ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાનું ઉંમરની બીમારીના કારણે મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામજોધપુરના પરડવામાં જંતુનાશક દવાની અસર થઈ જતાં એક શ્રમિક પર કાળનો પંજો પડયો છે. ઉપરાંત નગરના એક વૃદ્ધાનો શ્વાસની બીમારીથી જીવ હર્યાે છે. તેમજ હાથલાના યુવતીનું નિદ્રાધીન હાલતમાં જ મૃત્યુ થયું છે.

જામનગરના એરફોર્સ-૧ વિસ્તારમાં કવાર્ટર નં.૪૩૫/રમાં રહેતા જમનાબેન મારૃતિરાવ ભોંસલે (ઉ.વ.૮૪) નામના વૃદ્ધાને ઉંમરની બીમારી હતી તે દરમ્યાન ગઈકાલે સવારે આ વૃદ્ધાની તબીયત બગડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈરાત્રે મૃત્યુ નિપજ્યું છે. પુત્ર પ્રહલાદભાઈ મારૃતિરાવે પોલીસને જાણ કરી છે. સિટી-સી ડિવિઝનના જમાદાર એ.એલ. રાઠોડે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના પરડવા ગામના વાડી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં શ્રમિક તરીકે રહેતા મૂળ મધ્યપ્રદેશના ધારા જિલ્લાના પીપળાદ ગામના મહેશભાઈ હરીભાઈ ચૌહાણ (ઉ.વ.રપ)એ મંગળવારે રાત્રે ખેતરમાં ધાણાના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યાે હતો તે પછી આ શ્રમિક પાણી વાળી નિદ્રાધીન થયા હતા તેઓ ગઈકાલે સવારે નહીં ઉઠતા અને બેશુદ્ધ જેવા જણાઈ આવતા મોટાભાઈ સુનિલ હરીભાઈ ચૌહાણે તેઓને સારવાર માટે જામજોધપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. આ યુવાનનું જંતુનાશક દવાની અસર થઈ જવાથી  મૃત્યુ નિપજ્યાનું સુનિલભાઈ ચૌહાણે પોલીસમાં જાહેર કર્યું છે. જમાદાર એસ.બી. બોરીચાએ મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે.

જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા ભવાની માતાના મંદિર ચોકમાં વસવાટ કરતા મોંઘીબેન મગનભાઈ બાંભણિયા નામના સાંઈઠ વર્ષના કોળી વૃદ્ધાને ગઈરાત્રે અચાનક ધમણની માફક શ્વાસ ઉપડતા અને તેઓ અવાચક બની જતાં પતિ મગનભાઈ જીવાભાઈએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં આ વૃદ્ધાને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

ભાણવડ તાલુકાના હાથલા ગામમાં રહેતા નિરૃબેન લગધીરભાઈ કારાવદરા નામના વીસ વર્ષિય મેર યુવતી મંગળવારે રાત્રે નિદ્રાધીન થયા પછી ગઈકાલે સવારે બેશુદ્ધ જણાઈ આવતા સારવાર માટે ભાણવડ દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. સામતભાઈ લાખણશીભાઈ ઓડેદરાએ પોલીસને જાણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00