ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

કાલાવડમાં મોટરે બાઈકને ફંગોળતા નાની વાવડીના બે વૃદ્ધના મૃત્યુ

જામનગર તા. ૧૨ઃ કાલાવડ શહેરમાં સોમવારની સાંજે પુરઝડપે ધસી આવેલી એક મોટરે ડબલ સવારી મોટરસાયકલને ઠોકર મારી ફંગોળી દીધું હતું. આ અકસ્માતમાં કાલાવડના નાની વાવડી ગામમાં બે વૃદ્ધના મૃત્યુ નિપજ્યા છે. એક મૃતક નિવૃત્ત સર્કલ ઓફિસર હતાં. બંને મિત્રો પોતાના ગામ તરફ જતા હતાં ત્યારે કાળનો ભેટો થયો હતો.

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના મોહનભાઈ માધાભાઈ પ્રાગડા (ઉ.વ. ૭૦) તથા તેમના મિત્રો હુસેનશા ઈબ્રાહીમશા શાહમદાર સોમવારે સાંજે કાલાવડ શહેરમાં સેફરોન સ્કૂલ પાસેથી જીજે-૧૦-બીઈ-૫૫૫૦ નંબરના મોટરસાયકલમાં પસાર થતા હતાં ત્યારે રાજકોટ તરફથી ધસી આવેલી જીજે-૩-ઈઆર-૬૭૬૧ નંબરની સ્વીફ્ટ મોટરે મોટરસાયકલને હડફેટે લીધું હતું.

મોટરની જોરદાર ટક્કર લાગતા હુસેનભાઈ તથા મોહનભાઈ બાઈક પરથી ફંગોળાયા હતાં. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. આ બનાવ અંગે નાની વાવડી ગામના કિશોરભાઈ મોહનભાઈ પ્રાગડાએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરના ચાલક સામે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર હુસેનશા શાહમદાર (ઉ.વ. ૭૮) નિવૃત્ત સર્કલ ઓફિસર હતાં. તેઓ સોમવારે સાંજે પોતાના જ ગામના અને મિત્ર એવા મોહનભાઈને પોતાના બાઈકમાં બેસાડી નાની વાવડી તરફ જતા હતાં ત્યારે માર્ગમાં કાળનો ભેટો થઈ ગયો હતો. બંને ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ હુસેનભાઈનું માર્ગમાં જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે મોહનભાઈને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription