બિહારના નવાદા જિલ્લામાં વીજળી પડતા નવ બાળકોના મૃત્યુઃ ૧૩ બાળકો ઈજાગ્રસ્ત

પટણા તા. ૨૦ઃ બિહારના નવાદા જિલ્લામાં વીજળી પડતા નવ બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા ૧૩ બાળકોની સારવાર ચાલી રહી છે.

બિહારના નવાદા જિલ્લામાં વીજળી પડવાથી ૯ માસૂમના મોત થયા છે. ઘટનાસ્થળે હાજર ૧૩ બાળકો ઈજાગ્રસ્ત થયા છે. શુક્રવારની બપોરે આ ઘટના બની હતી જ્યારે બધા બાળકો એક ઝાડ નીચ હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. દુર્ધટનાને પગલે તમામ લોકોને નજીકના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાના પીડિતોનો ૪ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ઘટના નવાદાના કાશીચક વિસ્તારના ધાનપુર ગામની છે, વહીવટી તંત્ર તથા પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. બપોરના સમયે આશરે ૨૫ બાળકો એક ઝાડની નીચે રમી રહ્યા હતા. અચાનક મોસમ બદલાયું હતું. અને પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. ત્યારે જ વીજળી એકાએક પડતા ૯ બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription