જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

તેજાબી વાયરાઓના કારણે જામનગરના તાપમાનમાં ઘટાડોઃ લઘુત્તમ તાપમાન ૧૮ ડીગ્રી

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં ગઈકાલે તિવ્ર ગતિથી ફૂંકાયેલા તેજીલા પવનના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં ર.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧૮ ડીગ્રી થઈ ગયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તાપમાનમાં ઘટાડો થાય છે.

જામનગરમાં ગઈકાલે પલટાયેલા વાતાવરણ વચ્ચે પવનની ગતિમાં એકાએક વધારો થયો હતો. તિવ્ર ગતિથી ફૂંકાતા વાયરાયોના કારણે માર્ગાે ઉ૫ર ધૂળની ડમરીઓ ઊડી હતી. જેના પગલે રાહદારીઓ તથા ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

તેજીલા વાયરાઓના કારણે લઘુત્તમ તાપમાનમાં ર.પ ડીગ્રીનો અને મહત્તમ તાપમાનમાં ૧.પ ડીગ્રીનો ઘટાડો થયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે મોડી રાતથી આજે વહેલી સવાર સુધી ગુલાબી ઠંડી અનુભવાઈ હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૮ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ પ્રતિકલાકની ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00