પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

દિલ્હીની અર્પિત હોટલમાં આગ ભભૂકતા ૧૭ ના મૃત્યુઃ પાંત્રીસને બચાવાયા

નવી દિલ્હી તા. ૧રઃ આજે વહેલી સવારે દિલ્હીની અર્પિત હોટલમાં લાગેલી ભીષણ આગમાં ૧૭ લોકોના જીવ ગયા છે, જ્યારે ૩પ લોકોને બચાવી લેવાયા છે. રાહત-બચાવની કામીરી ચાલી રહી છે.

દિલ્હીના કારોલબાગમાં ગુરુદ્વારા રોડ પર આવેલા હોટલ અર્પિત પેલેસમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગમાં મૃતકોની સંખ્યા ૧૭ થઈ ગઈ છે. કેટલાક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવાયેલા ૧૩ લોકોના મોત થઈ ચૂક્યા છે. લેડી હાર્ડિગમાં પાંચ લોકોને લઈ જવાયા, તેમાંથી બે ના મોતના સમાચાર છે. ગંભીર રીતે ઘાયલ ૩ લોકોને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એકંદરે ૧૭ ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ફાયરબ્રિગેડની ર૬ ગાડીઓએ કોઈપણ રીતે આગ પર કાબૂ મેળવી લીધો છે.

જો કે, આગ લાગવા પાછળનું કારણ ખાસ હજુ સામે આવ્યું નથી. અધિકારીઓના મતે કોરિડોરમાં વુડન પેનલના લીધે લોકોને કોરિડોરના રસ્તાથી બહાર નીકળી શકાયા નહીં. મળતી માહિતી પ્રમાણે સવારે અંદાજે સાડાચાર વાગ્યે આગ લાગી. લોકો ઊંઘમાં હતાં એટલે ખબર જ ના પડી કે શું થયું અને આગ ફેલાતી ગઈ ત્યારપછી લોકોમાં દહેશત ફેલાય ગઈ. ચીફ ફાયર ઓફિસર વીપીન કેંતાલના મતે બે લોકો બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા તે બન્નેના મોત થયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૧૭ લોકોના મોત થયા છે. હોટલમાં બીજા કેટલાક લોકો ફસાયાની આશંકા છે. ફાયરબ્રિગેડ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ગઈ. અધિકારીના મતે હોટલના પાંચમા માળેથી કમ-સે-કમ ૩પ લોકોને કાઢ્યા. અર્પિત પેલેસ હોટલમાંથી સવારે ૪.૩૦ વાગ્યે ફોન આવ્યો હતો. ફાયર ઓફિસર સુનિલ ચૌધરીએ કહ્યું કે આગ પર સવારે લગભગ ૮ વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લીધો હતો. આ અકસ્માતમાં મરનાર લોકોના મૃતદેહ પણ બહાર કાઢી લીધા છે. અંદાજે ૩પ લોકોને હોટલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription