ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૧ઃ જામનગરના જીએસટીમાં નોંધાયેલા વેપારીઓ, ઉદ્યોગકારોને ઈ-મેઈલથી નોટીસો પાઠવવામાં આવતાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળ દ્વારા સેન્ટ્રલ જીએસટીના આસિ. કમિશ્નરને રૃબરૃ મળી રજૂઆત કરવામાં આવી હતી.
સેન્ટ્રલ જીએસટી જામનગરના સુપ્રિ. દ્વારા જીએસટીમાં નોંધાયેલા સર્વે વેપારીઓ, ઉદ્યોગકારોને ઈ-મેઈલ દ્વારા નોટીસો પાઠવી એવું જણાવવામાં આવેલ કે, તેઓએ જીએસટી નંબર લેવા છતાં ટેક્સ પેમેન્ટ કરેલ નથી. જેમાં ૩૦-૬-ર૦૧૮ પછી જીએસટીના રિટર્ન ફાઈલ કરેલ નથી એવું જણાવવામાં આવેલ અને જે લોકો સ્ટેટ જીએસટીમાં આવતા હોવા છતાં આવા વેપારીઓને પણ નોટીસ મોકલાયેલ અને વિગતો માંગવામાં આવી હતી. આ નોટીસથી વેપારીઓ, ઉદ્યોગકારોમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું. જે વેપારીઓએ જીએસટીના સમયસર રિટર્ન ભરી આપેલ છે તેવા વેપારીઓ, ઉદ્યોગકારોને પણ નોટીસ મોકલવામાં આવી છે. આ અંગે જામનગર ચેમ્બરની આગેવાની હેઠળ ચેમ્બર પ્રમુખ તુલસીભાઈ વી. ગજેરા, ઉપપ્રમુખ કમલેશભાઈ રાઠોડ, માનદ મંત્રી બિપેન્દ્રસિંહ સી. જાડેજા, ચેમ્બરની જીએસટી પેનલના ચેરમેનો ભરતભાઈ ઓઝા તથા પંકજભાઈ વાધર તથા ટેક્સ પ્રેક્ટીશ્નર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા આસી. કમિશ્નર રાવને રૃબરૃ મળી આ અંગે રજૂઆત કરેલ કે આપના અધિકારી દ્વારા ક્યા કાયદા હેઠળ આવી નોટીસો આપી. આવી વિગતો મંગાવવામાં આવી છે. આ અંગે આસી. કમિશ્નર દ્વારા શરતચૂકથી અપાયેલ આવી નોટીસો પરત ખેંચવા અધિકારીને આદેશ કરેલ અને તે અંગે કરદાતાઓને ઈ-મેલ દ્વારા જાણ કરવા સૂચના આપેલ તેમજ આ નોટીસ સંદર્ભે કોઈપણ વેપારી કે ઉદ્યોગકારો ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તેવી ખાત્રી આપવામાં આવી હતી.