પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

વચગાળાના જામીન મેળવી જેલમાં હાજર ન થયેલા આરોપીની અટકાયત

જામનગર તા.૭ ઃ જામનગરની જેલમાંથી સાત દિવસના વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી જેલ હવાલે કર્યાે છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા હિતેશ નરશીભાઈ બાંભણિયા ઉર્ફે વાંગા નામના શખ્સ સામે ગયા વર્ષે હત્યાનો ગુન્હો નોંધાયા પછી આ શખ્સને જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે મૂકી દેવામાં આવ્યો હતો જ્યાંથી તેણે સાત દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા.

જામીનની મુદ્દત ગઈ તા.૧૧ ના દિને પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આરોપી જેલમાં હાજર નહીં થતા પેરોલ ફર્લો સ્કવોડે તેની શોધખોળ શરૃ કરી હતી તે દરમ્યાન આરોપી પંડિત નહેરૃ માર્ગ પર આવેલી ઈન્કમટેક્સ ઓફિસની સામેના ભાગમાં આવ્યો હોવાની બાતમી મળતા પીએસઆઈ વી.એમ. લગારિયા, સ્ટાફના એએસઆઈ વનરાજસિંહ, હંસરાજ પટેલ, ચંદ્રસિંહ, વનરાજ મકવાણા, અરજણભાઈ તથા કાસમ બ્લોચ દોડી ગયા હતા. તેઓએ આ આરોપીને અટકાયતમાં લઈ જેલમાં સોંપી આપ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00