વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની વિધાનસભાની ચૂંટણી રદઃ ધારાસભ્ય પદ ગુમાવશે

અમદાવાદ તા. ૧રઃ ગુજરાત હાઈકોર્ટે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની વર્ષ ર૦૧૭ ની ચૂંટણી રદ ઠરાવતા ભાજપને ઝટકો લાગ્યો છે, અને હાલારના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

દ્વારકા વિધાનસભા ર૦૧૭ ની ચૂંટણીમાં વિજેતા બનેલા  ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોવાના મામલે થયેલી રીટના અનુસંધાને આજે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ર૦૧૭ ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો છે. દ્વારકા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ભાજપના  ધારાસભ્ય પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભૂલ હોવાના મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના આદેશથી ભાજપને વધુ એક ફટકો પડ્યો છે. હવે દ્વારકા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે, તેવા અહેવાલો વહેતા થયા છે. આ કારણે લોકસભાની ચૂંટણી ટાણે જ ભાજપને ઝટકો લાગ્યો છે, અને હાલારના રાજકારણમાં જાણે ભૂકંપ સર્જાયો છે.

આ અંગે મેરામણભાઈ ગોરિયા તરફથી ધારાશાસ્ત્રી વી.એચ. કનારા અને બી.એમ. માંગુકિયાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખીને હાઈકોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે.

વર્ષ ર૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રમાં પબુભા માણેકે વિધાનસભા મત વિસ્તારનું નામ જ લખ્યું નહોતું અને ફોર્મમાં ક્ષતિ રહેવા છતાં તે સમયે ચૂંટણી અધિકારીએ ઉમેદવારીપત્ર તે માન્ય ગણ્યું હતું. જેને હાઈકોટે અમાન્ય ઠેરવ્યું છે.

આ માટે સુનાવણી દરમિયાન વકીલોએ ધારદાર દલીલો કરી હતી અને સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓને ટાંકીને આ ક્ષતિ હોય તે ઉમેદવારીપત્ર જ રદ થવા પાત્ર હોવાની દલીલ કરી રજૂ કરી હતી.

આ પહેલા સુનાવણી પછી હાઈકોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે સીંગલ બેન્ચના જજ પરેશ ઉપાધ્યાયે આ ચૂકાદો સંભળાવ્યો છે. હાલારમાં આ અહેવાલો વહેતા થતા હવે પેટા ચૂંટણી ક્યારે થશે, તેની ચર્ચા શરૃ થઈ ગઈ છે.

આ અંગેની વિગત એવી છે કે ગત ૨૦૧૭ માં વિધાનસભની ચૂંટણી યોજાઈ હતી જેમાં દ્વારકામાંથી પબુભા વીરમભા માણેક તથા ડમી તરીકે તેમના પુત્રનું ફોર્મ ભાજ૫માંથી ભરાયું હતું. આની સામે કોંગ્રેસે ખંભાળીયાના ધારાસભ્ય મેરામણ મારખી ગોરીયાને ટિકિટ આપતા તેમણે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું.

ફોર્મ ભરવામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેક તથા તેમના પુત્ર ડમી ઉમેદવાર બંનેના ફોર્મમાં દ્વારકા ૮૨ વિધાનસભાની સીટ માટે નામ લખેલું ના હતું. ખરેખર ૧૮૨ સીટમાંથી કઈ સીટમાં તેઓ લડે છે તે લખેલું ન હતું. આથી કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ આહિરે વાંધો લેતા આ અંગે ચૂંટણી અધિકારીશ્રી જાડેજા સમક્ષ રાત્રિના બે વાગ્યા સુધી દલીલો ચાલી હતી. જે પછી આ ફોર્મ માન્ય કરવામાં આવ્યું હતું.

આના સંદર્ભમાં મેરામણભાઈ મારખી ગોરીયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ઈલેક્શન પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ફોર્મમાં એક પણ જગ્યાએ દ્વારકાની વિધાનસભા જેમાં ઉમેદવારી નોંધાવી છે. તેનો ઉલ્લેખ ના હોય આ ફોર્મ રદ ગણાય જેથી વિધાનસભા દ્વારકાની ચૂંટણી રદ થવી જોઈએ તે માંગ સાથે અરજી કરી હતી. જેની સુનાવણીમાં આજે હાઈકોર્ટના ન્યાયાધીશ પરેશભાઈ ઉપાધ્યાયે બંને પક્ષની દલીલો અનેક મુદ્દતોમાં સાંભળ્યા પછી ચૂકાદો આપીને આ ફોર્મ રદ ગણાય કેમકે તેમાં વિધાનસભાનું નામ જ નથી તેમ જણાવીને દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો હુકમ કરતા સમગ્ર ગુજરાત અને હાલારમાં ભારે ચકચાર જાગી છે.

મેરામણભાઈના પક્ષે વકીલો તરીકે શ્રી બી.એમ.માંગુકીયા તથા શ્રી વી.એચ.કનારા (જામનગરવાળા) ખાસ રોકાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે ધારાસભ્યો છે જેમાં એક ખંભાળીયા વિક્રમભાઈ માડમ કોંગ્રેસના છે અને આ દ્વારકામાં ભાજપના પબુભા માણેક હતા જે ચૂંટણી રદ થતાં હવે ભાજપમાંથી હાલ કોઈ ધારાસભ્ય જ નહીં રહે ?

ચૂંટણી અધિકારી દ્વારકાએ આપેલા ચુકાદા સામે જેમ કોંગ્રેસ હાઈકોર્ટમાં પડકાર્યો તેમ આ મુદ્દે ભાજપના પબુભા માણેક પણ સુપ્રિમમાં જશે કેમકે આ કાનૂની યુદ્ધ હવે તાલાલાની બેઠક જેમ સુપ્રિમમાં પહોંચશે જ્યારે હાલારમાં ધારાસભાના પરિણામોની સંદર્ભમાં હાઈકોર્ટમાં ચૂંટણી પીટીશનની આ ત્રીજી ઘટના છે. અગાઉ ખંભાળીયામાં અપક્ષ હેમતભાઈ માડમ ચૂંટણી જીતેલા ત્યારે તેમના પ્રતિસ્પર્ધી જગુભાઈ દોશીએ આવી રીટ હાઈકોર્ટમાં કરી હતી. પછી પાંચ વર્ષ સુધી ચુકાદો જ ના આપ્યો.

આ પછી જામજોધપુરમાં કોંગ્રેસના બ્રીજરાજસિંહ જાડેજા જીતતા પૂર્વ મંત્રી ચીમનભાઈ શાપરિયાએ હાઈકોર્ટમાં પીટીશન કરેલી પણ પાંચ વર્ષ સુધી કોઈ ચુકાદો ના આવ્યા અને આ દ્વારકા બેઠકમાં ૨૦૧૭ માં અરજી થઈ અને ૧૯ માં ચુકાદો આવ્યો જેમાં ચૂંટણી રદ કરવાની થઈ કોંગ્રેસ છાવણીમાં ભારે આનંદનો માહોલ ફેલાયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેરામણભાઈ દ્વારા તેમને વિજેતા જાહેર કરવાની માંગણી સાથે સુપ્રિમ કોર્ટમાં જવાની હિલચાલ થઈ રહી છે.

પબુભા આ બેઠક  પરથી સતત ૧૯૯૦ થી ચૂંટણી જીતતા રહ્યા હતાં અને આ ચૂકાદો આવતા હવે તેઓને ઝટકો પડ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પબુભાના પક્ષે સુપ્રિમ કોર્ટમાં જવાનું હોવાથી યથાવત્ સ્થિતિ રાખવા દલીલ કરી હતી, પરંતુ અદાલતે તે ફગાવી દીધી હતી.

બીજી તરફ પબુભા માણેકે એવા પ્રતિભાવો આપ્યા છે કે ઉમેદવારી પત્રમાં એવી કોઈ મોટી ભૂલ નહીં હોવાથી તેઓ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription