ધોની વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે નહીં જાય

મુંબઈ તા. ર૦ઃ ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી અને પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંધ ધોની વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જનાર ભારતીય ટીમ સાથે જોડાશે નહીં. તેણે ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જાણ કરી છે કે આગામી બે મહિનાનો સમય તે ભારતીય સેના માટે ફાળવશે.

ધોનીને ઈન્ડિયન ટેરીટોરીયલ આર્મીએ ર૦૧૧ માં લેસ્ટનન્ટ કર્નલની માનદ રેન્ક આપી છે. ધોનીની નિવૃત્તિ અંગે હજી પણ સસ્પેન્સ યથાવત રહ્યું છે. તેના નિકટવર્તી વર્તુળોના જણાવ્યા પ્રમાણે નિવૃત્તિ ક્યારે લેવી તે ધોની બરાબર સમજે છે.

close
Nobat Subscription