ભાદરામાં ખનિજ ચોરીના પ્રશ્નના નિરાકરણ અર્થે ગ્રામ લોકો સાથે યોજાઈ ચર્ચા સભા

જામનગર તા.૧૯ઃ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા લોકહીત માટે સતત કાર્યરત રહી લોકોના પ્રશ્નનોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેનું વધુ એક ઉદાહરણ જોડિયાના મોજે ભાદરકા ગામમાં જોવા મળ્યું. ભાદરા ગામમાં વર્ષોથી ગેરકાયદેસર ખનિજચોરીનો પ્રશ્ન વણઉકેલ્યો છે. ભાદરકામાં વર્ષોથી નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ચોરી થતી આવી છે આ માટે અનેક પગલાં લેવાયા હોવા છતાં પણ જાણે માફિયાઓ થોડા સમયાંતરે ફરી પાછાળ ખનિજ ચોરીની પ્રવૃત્તિ કરવાનું શરૃ કરી છે. આ વણઉકેલાયેલા પ્રશ્નના નિવારણ માટે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંંહ જાડેજા અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા સભા યોજવામાં આવી હતી.

આ સભામાં મંત્રીએ જણાવ્યું હતું કે, ખનિજ ચોરી અટકાવવા માટે સરકાર કટીબદ્ધ છે. સરકાર દ્વારા કાયદેસર ખનિજ માટેના બ્લોક બનાવાય છે. પરંતુ હાલમાં તેમાં માલ ન હોવાથી તે બ્લોક પણ હવે બંધ કરી દેવાયા છે. આ સમયે ગેરકાયદેસર રીતે ખનિજ ચોરીની પ્રવૃત્તિ બંધ કરાવવા તંત્રના અધિકારીઓ, પોલીસની ટીમ સતત વોચ રાખી રહી છે પરંતુ આ સાથે જ ગ્રામજનો પણ આ ખનિજચોરી રોકવા માટે સહયોગ આપે તો જ આ દૂષણને સંપૂર્ણપણે મિટાવી શકાશે. આગામી દિવસોમાં આવું કોઈ કૃત્ય થાય તો તે વ્યક્તિ કે સમૂહ વિરૃદ્ધ કાયદેસર રીતે કડક પગલાં લેવામાં આવશે.

આ સભામાં જોડિયાના ભાજપ પ્રમુખ જેઠાભાઈ, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ, તાલુકા પંચાયતના સભ્ય ચિરાગભાઈ વાંક, જોડિયાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જોડીયા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ, કેશવજીભાઈ ભંડેરી, રાજેશભાઈ પેઢરીયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription