કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા રવિવારે જિલ્લા કક્ષાનો સહકારી સેમિનાર

જામનગર તા. ૧રઃ નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયા, ન્યુ દિલ્હીના આર્થિક સહયોગથી ગુજરાત રાજ્ય સહકારી સંઘની સહકારી શિક્ષણ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે જિલ્લાની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓના પદાધિકારીશ્રીઓ, ડાયરેક્ટરશ્રીઓ અને મેનેજરશ્રીઓ માટે જિલ્લા કક્ષાનો એક સહકારી સેમિનાર ૧૩.૧.ર૦૧૯ ને રવિવારના પ્રણામી મંદિર (ખીજડા મંદિર), ખંભાળિયા નાકા પાસે, જામનગરમાં સવારના ૯.૩૦ કલાકે યોજવામાં આવેલ છે.

આ સેમિનારના પ્રમુખસ્થાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ-ગાંધીનગર અને જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષકોની શરાફી સહકારી મંડળીના ચેરમેનશ્રી દિગ્વિજયસિંહજી જાડેજા ઉપસ્થિત રહેશે. સેમિનારના ઉદ્ઘાટક શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન સવજીભાઈ એમ. ચોવટિયા, મુખ્ય મહેમાન દેવેન્દ્રસિંહજી વી. પરમાર તેમજ નિષ્ણાત પ્રવચનકાર તરીકે પૂર્વ અધિક રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય-ગાંધીનગર જે.જે. શાહ અને ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના જનરલ મેનેજર પુરુષોત્તમભાઈ પીપળિયા ઉપસ્થિત રહેશે. તો જિલ્લાની દરેક  શરાફી સહકારી મંડળીઓના હોદ્દેદારઓ, ડાયરેક્ટરઓ અને મેનજરશ્રીઓને આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા જામનગર જિલ્લા સહકારી સંઘના ચેરમેન છગનભાઈ એમ. પટેલ તથા સંઘની શિક્ષણ સમિતિના ચેરમેન વશરામભાાઈ જે. ચોવટિયા તરફથી અનુરોધ કરાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription