પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ખેડૂતોને ૬ હજારની સહાય નહીં, પણ પોષણતાક્ષમ ભાવો આપોઃ જયનારાયણ

આણંદ તા. ૧૧ઃ એક કાર્યક્રમમાં ગુજરાતના ભૂતકાળમાં મંત્રી રહી ચૂકેલા અને નરેન્દ્ર મોદીના પૂર્વ  સહયોગી જયનારાયણ વ્યાસે કહ્યું છે કે ખેડૂતોને વાર્ષિક ૬ હજારની સહાય નહીં, પણ ખેડૂતોને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવો જોઈએ છે. તેમણે નોટબંધીને પણ નિરર્થક ગણાવી હતી.

ગુજરાતની મોદી સરકારમાં મંત્રી રહેલા નરેન્દ્ર મોદીના પૂર્વ સહયોગી જયનારાયણ વ્યાસનું આણંદની એસપી યુનિ. માં વ્યાખ્યાન હતું. તેમણે કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ વિશે કહ્યું કે ખેડૂતોને ૬ હજાર રૃપિયાની નહીં પોષણક્ષમ ભાવોની જરૃર છે.

વલ્લભવિદ્યાનગરરની સરદાર પટેલ યુનિવર્સિટીના એમ. પી. પટેલ ઓડિટોરીયમ હોલમાં વચગાળાના બજેટ પર યોજાયેલા વ્યાખ્યાન સમારોહમાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ દેશના જીડીપીનો ૫૫ ટકા વ્યવહાર રોકડમાં થાય છે. તેથી નોટબંધી કરવી નિરર્થક છે. તેમણે જીએસટીના અમલીકરણ સંદર્ભે સરકારની પ્રશંસા કરી હતી. ઈન્ટરટીમ બજેટની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વચગાળાનું બજેટ હોવા છતાં પણ આ બજેટ એકંદરે સારૃં છે.

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને ખેતીક્ષેત્રમાં જો અમૂલ મોડલ અપનાવીએ તો ગુજરાતના ગામડાં સમૃદ્ધ થઈ શકે. સરકારની ખેડૂતોને રૃા. ૬ હજારની સબસીડીની તેમણે ટીકા કરી હતી. બીજી તરફ આ પ્રસંગે હાજર રહેલા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શિરીષ કુલકર્ણીએ બજેટ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જીડીપીના ૭૦ ટકા સર્વિસ સેક્ટરમાંથી આવે છે. તેમણે વિદ્યાર્થીઓને સીધા વેરા અને આડકતરા વેરા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બીજાના કરતાં વધારે કમાવો, બીજાના કરતા વધારે બચાવો પણ બીજા કરતાં ઓછો ટેક્સ આપો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription