પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ટેન્ડર પ્રક્રિયામાં અટવાયેલા ભ્રષ્ટ તંત્રના કારણે મનપાની તિજોરીને વર્ષે પોણા કરોડની ખોટ!

જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ભ્રષ્ટાચારી કામગીરી અને આંખે પાટા બાંધી ધૃતરાષ્ટ્ર જેવી અંધનીતિના કારણે શહેરમાં ચારેતરફ થાંભલે થાંભલે અવનવા ક્રિયોસ્ક બોર્ડ આડેધડ ટીંગાઈ રહ્યા છે. ક્રિયોસ્ક બોર્ડ દ્વારા જાહેરાતો કરનાર બિલ્ડરો, મસાલાવાળા, કાર્યક્રમોના આયોજકોને તો બખ્ખા થઈ પડ્યા છે, અને જાણે આવા બોર્ડ ટાંગવા માટે કોઈ નિયમ, કોઈ મંજુરી, કોઈ ચાર્જની પરવાહ કર્યા વગર મનફાવે તેટલા બોર્ડ, મનફાવે તેવી સાઈઝના, મનફાવે તેવી ઊંચાઈએ, દરેક થાંભલા પર બોર્ડ ટાંગવામાં આવી રહ્યા છે.

જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા હોર્ડિંગ્સ અને કિયાસ્કો બોર્ડના ટેન્ડરીંગ પ્રક્રિયા એવી રીતે ગોટાળે ચડાવી દેવામાં આવી છે કે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્રણ-ચાર વખત ભાવો માંગવાના પ્રયાસોના નાટકો થયા છે. તેમ છતાં આ વ્યવસાયમાં કોઈ ભાવ કાં તો આવતા નથી અથવા ભાવ મંજુર થતા નથી! પરિણામે છેલ્લા સાત-આઠ મહિનાથી કુંડાળે ચડેલ ટેન્ડર પ્રકરણ હજી પણ અધ્ધરતાલ જ રહ્યું છે અને આ વ્ય્વસાયના જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોર્ડિંગ્સ-કિયોસ્ક બોર્ડ બાબતે મનપાના એસ્ટેટ વિભાગની વિલંબભરી નીતિ-રીતિના કારણે મનપાની તિજોરીને અંદાજે વાર્ષિક પોણા કરોડ જેવી આવક ગુમાવવી પડી રહી છે!

મનપાની તિજોરીમાં ભલે ને રાતું ફદીયું ન આવે, આવા અસંખ્ય ક્રિયોસ્ક બોર્ડ એસ્ટેટ વિભાગની મહેરબાનીથી જ ટીંગાઈ રહ્યા છે તે સુનિશ્ચિત થઈ ગયું છે.

મનપાના એસ્ટેટ વિભાગમાં પૂછવામાં આવે તો એવો જવાબ મળે ે કે ફલાણી પાર્ટીએ મંજુરી લઈને નિયમ પ્રમાણેના નાણા ભર્યા છે. પણ કેટલા બોર્ડના, કેટલા દિવસ માટેના તે અંગે એસ્ટેટ વિભાગને અંધારામાં રાખીને મનફાવે તે વિસ્તારમાં આડેધડ બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે અને તેમાં હજી દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કેટલાક પ્રાઈમ લોકેશન જેવા માર્ગો પરના થાંભલા પર તો જગ્યા ન હોય છેક નીચે સુધી ટ્રાફિકને અડચણ થાય કે બોર્ડ સાથે અથડાઈને અકસ્માત સર્જાય તેવી સ્થિતિમાં બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે.

એસ્ટેટ વિભાગ પાસે સ્ટાફ અપૂરતો હોવાના બહાનાનું રટણ ચાલુ છે. શા માટે કડક ચેકીંગ કરવામાં આવતું નથી? શા માટે પાંચ-દસ બોર્ડની મંજુરી અને ચાર્જ ભર્યાનો આધાર રજૂ કરીને અનેકગણા બોર્ડ સામે પગલાં લેવાતા નથી?

હોર્ડિંગ્સને કિયોસ્ક બોર્ડના મામલે એસ્ટેટ વિભાગને તો આવા બોર્ડ ટાંગનારાઓની સંખ્યા વધે તેમાં રસ હોય તેવી રીતે કોઈ પગલાં લેવાતા નથી. તેથી એવી આશંકા લાગે છે કે શું એસ્ટેટ વિભાગના કોઈ ચોક્કસ અધિકારી કે કર્મચારીને તેમાંથી નોંધપાત્ર આવક થઈ રહી છે?!

અગાઉ પણ 'નોબત'માં ગેર કાયદે કિયોસ્ક બોર્ડના મામલે અહેવાલ પ્રસિદ્ધ થયા પછી ગેરકાયદે બોર્ડ ઉતારવાની કામગીરી (માત્ર નામ પૂરતી) થઈ હતી, પણ તેમાં કેટલો દંડ વસૂલાયો તેની કોઈ વિગતો જાહેર થઈ નથી. બોર્ડ ટીંગાડવાવાળાઓ તો બોર્ડ ઉતારતા જ નથી. જર્જરીત હાલતમાં થઈ ગયેલા, રંગ ઊડી ગયેલા બોર્ડના કારણે જાહેર માર્ગો પણ બદસુરત લાગે છે. આવા બોર્ડ ઉતારવાની મજૂરી મનપા કરે છે. મનપા તેના સ્ટાફને ચેકીંગની કામગીરી કરાવવાના બદલે તંત્રના વાહનના પેટ્રોલ-ડીઝલ બાળીને પોતાના પગારદાર સ્ટાફને આવા બોર્ડ ઉતારવા માટે ધંધે લગાડી છે. આમ પ્રજાના નાણાનો વ્યય આવા ગેરકાયદે બોર્ડ ઉતારવા માટે જ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે!

નવનિયુક્ત મ્યુનિ. કમિશનર સાહેબે આ પ્રકરણમાં અંગત રસ લઈને એસ્ટેટ વિભાગની કામગીરીની તપાસ કરી તાકીદે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૃર છે. નહીંતર આ ગેરકાયદે બોર્ડના ચિતરામણો અને એસ્ટેટ વિભાગની ભ્રષ્ટ-આંખે પાટા બાંધીને કરવામાં આવતી વિલંબભરી કામગીરી વધુને વધુ ફૂલીફાલી રહી છે!

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription