મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

કૂવામાં પંપ ફીટ કરતી વેળાએ લપસી પડેલા ખેડૂતનું ડૂબી જવાથી મૃત્યુ

જામનગર તા. ૨૦ઃ કાલાવડના છતર ગામના એક ખેડૂત પોતાના ખેતરના કૂવામાં પંપ ફીટ કરવા ઉતર્યા હતાં ત્યારે અકસ્માતે લપસી પડતા તેઓનું કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે જ્યારે સિક્કાના યુવાનને હૃદયરોગ તથા ભાણવડના કલ્યાણપરના યુવાનને શ્વાસ, ડાયાબિટીસની બીમારી ભરખી ગઈ છે.

કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતા નરેશભાઈ હીરાભાઈ રાઠોડ નામના ૨૮ વર્ષના ચારણ યુવાન સીમમાં આવેલી પોતાની વાડીના કૂવામાં ગઈકાલે પંપ ફીટ કરવા માટે ઉતર્યા હતાં. આ વેળાએ તેઓ અકસ્માતે કૂવામાં પડી જતા ત્યાં હાજર વ્યક્તિઓએ નરેશભાઈને બહાર કાઢી કાલાવડની હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ વધુ પડતું પાણી પી ગયેલા નરેશભાઈને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં. હાજાભાઈ માણસુરભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. જમાદાર વી.ડી. ઝાપડીયાએ મૃતદેહનું પીએમ કરાવ્યું છે.

જામનગર તાલુકાના સિક્કાની શ્રીજી સોસાયટીમાં રહેતા ચંદ્રકાન્તભાઈ શિવાજીભાઈ માળી (ઉ.વ. ૪૧) નામના યુવાનને ગુરૃવારે રાત્રે છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યાનું શ્રીકાંતભાઈ માળીએ પોલીસમાં જાહેર કર્યું છે.

ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામના જેઠાભાઈ વીરાભાઈ ડાંગર (ઉ.વ. ૪૬)ને લાંબા સમયથી શ્વાસ તથા ડાયાબિટીસની બીમારી લાગુ પડી હતી. જેની સારવાર ચાલુ હતી તે દરમ્યાન ગઈ તા. ૧૪ના દિને જેઠાભાઈની તબીયત લથડતા તેઓને ભાણવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે. ધનાભાઈ વીરાભાઈ ડાગરે પોલીસને જાણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription