વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

દ્વારકામાં ભેદી અગ્નિ અકસ્માતમાં દાઝેલા પરિણીતા પર કાળનો પંજો

જામનગર તા.૭ ઃ દ્વારકામાં ગઈકાલે સર્જાયેલા એક ભેદી અગ્નિ અકસ્માતમાં દાઝી ગયેલા મહિલાનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ઓખા મઢીથી ગોરીંજા વચ્ચેના રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવાનનું ટ્રેન હેઠળ ચગદાઈ જવાથી મૃત્યુ થયું છે.

દ્વારકાની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ભારતીબેન દિલીપભાઈ ગોહેલ નામના પાંત્રીસ વર્ષના પ્રજાપતિ પરીણીતા ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણથી આગનું છમકલું થતા ભારતીબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે દ્વારકા દવાખાને દાખલ કરવામાં આવ્યા પછી ટૂંકી સારવારના અંતે તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બાબતની અજીતભાઈ મુળજીભાઈ ગોહેલ (ઉ.વ.૭૦)એ પોલીસને જાણ કરી છે. જમાદાર એચ.એન. ભટ્ટે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૃ કરી છે.

દ્વારકા તાલુકાના ગોરીંજા ગામની સીમમાંથી સોમવારની રાત્રે પસાર થયેલી કોઈ ટ્રેન હેઠળ અંદાજે વીસેક વર્ષના એક અજાણ્યા યુવાન ચગદાઈ ગયા હતા જેની ટ્રેન ડ્રાઈવરે પોતાની કચેરીને જાણ કર્યા પછી રેલવેના કર્મચારી સંજય ટી. રામએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription