પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

દ્વારકા-ખંભાળિયા-દેવરિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પહોળો-ચારમાર્ગિય કરવાની દિશામાં પ્રગતિ

જામનગર તા. ૭ઃ દેવભૂમિદ્વારકા જિલ્લાના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા રોડ સેક્શનમાં માર્ગોને પહોળા કરવા અને ચાર માર્ગિય કરવાની દિશામાં પ્રગતિ થઈ છે.

દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શનના ર૪ર કિ.મી. જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને પહોળા કરવા તેમજ ચારમાર્ગિય કરવાના કામમાટે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા આ પહેલા પ્રસિદ્ધ કરાયેલી અધિસૂચનામાં વાંધા-સૂચનો માંગવામાં આવ્યા હતાં, તે પછી વાંધાઓ આવ્યા હોય તેના પર વિચારણાના અંતે નામંજુર કરીને મંત્રાલયે જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા આ અંગેની પ્રક્રિયા શરૃ થશે.

અખબારોમાં પ્રસિદ્ધ થયેલા જાહેરનામાઓનું વિહંગાવલોકન કરતા લગભગ ર૪ર કિ.મી.ના ધોરીમાર્ગો પહોળા અથવા ફોરલેન થશે. આ માટે જે ગામોની જમીન સંપાદન થશે. તેમાં કલ્યાણપુર તાલુકાના બામણાસા, ભાટિયા, નંદાણા, રાણ તથા ઓખામંડળ તાલુકાના કુરંગાની ૧૦૦ થી વધુ જમીનનું સંપાદન થશે. આ જમીનોમાં ખેડૂતો ઉપરાંત ખરાબા, ગૌચર, વનવિભાગની જમીનોનો સમાવેશ થાય છે.

એવી જ રીતે ખંભાળિયા તાલુકાના દાંતા, ધંધુસર, ધરમપુર, હંજડાપર, હંસ્થલ, હર્ષદપુર, કુવાડિયા, નાના માંઢા, સોઢા-તરઘડી, સોનારડી, વડાલિયા સિંહણ, વડત્રા, વિરમદળની ૧૭૧ જમીનો સંપાદિત થશે, જેમાં ખેતી, ખરાબો, ઔદ્યોગિક, ગૌચર, બિનખેતી વગેરે હેતુઓ માટે વપરાતી જમીનોનો સમાવેશ થાય છે. એકંદરે કલ્યાણપુર, ઓખામંડળ, ખંભાળિયા તાલુકાની મળીને ૩ર હેક્ટર જેટલી જમીન સંપાદીત થશે, જેથી આ દિશામાં પ્રગતિ થઈ છે.

આ માર્ગ પહોળો થયા પછી વધી રહેલા વાહનવ્યવહાર તથા ઔદ્યોગિક-વિસ્તાર વિકાસને અનુરૃપ પરિવહનને સરળતા  અને વેગ મળશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00