સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

ઉદ્યોગનગરમાં ખૂલ્લી ગટરમાં ખાબક્તા ખુંટિયાનું મોત

જામનગર તા.૧૨ ઃ જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં મસમોટી ખૂલ્લી ગટર-કેનાલના કારણે એક ખુંટિયાનો ભોગ લેવાયો હતો. શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં એસોસિએશનની ઓફિસ નજીક મસમોટી ગટર ખૂલ્લી છોડી દેવામાં આવી છે. આજે સવારે બે ખુંટિયાઓ આ ગટર પાસે બાખડયા હતા જેમાં એક ખુંટિયો ખૂલ્લી ગટરમાં પડી ગયો હતો.

લગભગ બે કલાક સુધી આ ખુંટિયો ફસાઈ રહ્યો હતો. આખરે વિશ્વ હિન્દુ પરિષદ અને જીવદયાપ્રેમીએ મશીનરીનો ઉપયોગ કરીને આ ખુંટિયાને બહાર કાઢયો હતો, પરંતુ આ ખુંટિયાનો જીવ બચાવી શકાયો ન હતો તેનું માથું ફસાઈ જતાં તે મોતને ભેટયો હતો. ખૂલ્લી ગટર-કેનાલના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધવા પામ્યો છે. પરિણામે શ્રમિકો પણ બીમારીમાં સપડાઈ રહ્યા છે. સંબંધિત તંત્ર દ્વારા ખૂલ્લી ગટરો ઢાંકવામાં નહીં આવે તો ભવિષ્યમાં માનવ જાનહાની થવાની પણ શક્યતા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00