આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

મોટી ખાવડીની રહેણાંક ઈમારતના અઢાર ઓરડાના તાળા તૂટયાઃ ભરબપોરે બે કલાકમાં થયો કરતબ

જામનગર તા.૧૧ ઃ જામનગરના મોટી ખાવડીમાં એક શીપીંગ કંપનીના કર્મચારીઓના રહેણાંકની ઈમારતમાં ભરબપોરે માત્ર બે કલાકમાં એકસાથે અઢાર ઓરડાના તાળા તોડી કોઈ તસ્કરોએ બાથરૃમમાંથી ફૂવારા, નળ, ફલશ વગેરેની ચોરી કરતા ઈમારતના પ્રબંધકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી નજીક આશાપુરા આર્કેડીયા શીપીંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના તેના કર્મચારીઓના વસવાટ માટે મિલેનિયમ પ્લાઝા નામની ઈમારત ઉભી કરવામાં આવી છે. આ ઈમારતમાં દરેક માળે અઢાર લેખે ચાર માળે બૌત્તેર રૃમ બનાવવામાં આવ્યા છે.

આ ઈમારતના બીજા માળે આવેલા અઢાર રૃમમાં વસવાટ કરતા કર્મચારીઓ જ્યારે ગયા મંગળવારે પોતાની ફરજ પર ગયા તે દરમ્યાન બપોરના એકથી ત્રણ વાગ્યાના સમયમાં એકથી વધુ સંખ્યામાં ત્રાટકેલા કોઈ તસ્કરોએ અઢારેઅઢાર રૃમના તાળા તોડી નાખી અંદર પ્રવેશ કર્યા પછી બાથરૃમમાં ફીટ કરવામાં આવેલા કુલ બત્રીસ નંગ નળ, સાત ફૂવારા અને ઓગણચાલીસ ફલશની ચોરી કરી લીધી હતી.

ઉપરોકત ચોરીની ગઈકાલે જાણ થયા પછી આ ઈમારતનું મેનેજમેન્ટ સંભાળતા ભરતસિંહ એ. ઝાલાએ ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ ડી.એસ. વાઢેરે કુલ રૃા.૨૩૭૦૦ની સેનેટરીવેર્સની ચોરી કરી જવા અંગે અજાણ્યા શખ્સો સામે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૪૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00