ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

જામનગર જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે નાગરિકોને સાવધાન રહેવા તાકીદ

જામનગર તા. ૧રઃ ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વ દિશામાં દૂર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. ત્યારે જામનગર જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને તકેદારીના સૂચનો આપવામાં આવ્યા છે. વાવાઝોડા પહેલા અફવા ફેલાવશો નહીં, શાંત રહેવું, સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહેવી, બેટરીથી ચાલતા રેડિયો વાપરવા, જોખમી વિસ્તારમાં રહેતા હોય તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું, ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખવા, માછીમારોને દરિયામાં જવું નહીં તથા બોટ સલામત સ્થળે લાંગરવી, અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું, લણણી માટે તૈયાર પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે ખસેડો જેથી વાવાઝોડાથી થતું નુક્સાન અટકાવી શકાય, આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખો, રેડિયો, ટોર્ચ, ફાનસ વધારાની બેટરી સાથે રાખો, અગત્યના ટેલિફોન નંબર હાથ વગા રાખો, પીવાનું પાણી બંધ વાસણોમાં સંગ્રહી લેવું.

વાવાઝોડા દરમિયાન રેડિયો પર સમાચાર સાંભળતા રહેવા અને સૂચનાઓનો અમલ કરવો, વાવાઝોડાના સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં, ઘરની બહાર હોય તો વીજળીના તારથી દૂર રહેવું, થાંભલા કે વીજ ઉપકરણોને અડવું નહીં, વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી-બારણા બંધ રાખવા, નાના બાળકોની વિશેષ કાળજી રાખવી, ખુલ્લી જગ્યામાં ફસાયેલા હોય તો સલામત  આશરો શોધવો, ચેતવણી તરફ ધ્યાન આપો અને ફરવા નીકળશો નહીં, દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં, ટેલિફોન દ્વારા કન્ટ્રોલ રૃમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું, વાવાઝોડાની આંખનો વિસ્તાર શાંત હોય છે તેનાથી છેતરાશો નહીં, વાવાઝોડું થમ્યા પછી પણ સલામતિની તકેદારી રાખવી.

વાવાઝોડા પછી પણ નુક્સાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ ન કરવો, અન્ય અસરગ્રસ્તોની મદદ કરવી, ઘર સલામત હોય તો ઘરમાં જ રહેવું, સ્થાનિક અધિકારીઓની સૂચનાનું  પાલન કરવું, રેડિયો કે ટી.વી. ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશ મળે ત્યાં સુધી રાહ જોવું, તૂટેલા વીજળીના તાર, પુલ તથા મકાનોથી દૂર રહેવું, કાટમાળમાંથી પસાર થતા પતરા, કાંચના ટૂકડા, સાપ જેવા ઝેરી જીવજંતુઓથી સાવધ રહેવું, દરિયા પ્રવાસ કે માછીમારી માટે જતા અગાઉ ર૪ કલાક રાહ જોવી, વીજળી ઉપકરણો ભીના હોય તો ઉપયોગ કરવાનું ટાળવું, જો સ્થળાંતર કર્યું હોય તો સૂચના મળે ત્યારે જ અને સૂચના મુજબના રૃટ પરથી જ પરત ફરવું, પીવાના પાણીને ઉકાળીને જંતુરહિત કરવું ત્યારપછી જ ઉપયોગ કરવો, જો પાણી અને ગટરલાઈનમાં કોઈપણ પ્રકારનું નુક્સાન જણાય તો શૌચાલયનો ઉપયોગ બંધ કરવો અને નળનું પાણી ન વાપરવું, બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલિટી કન્ટ્રોલ રૃમ અથવા તાલુકા મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૃમનો સંપર્ક કરવો, બચાવની કામગીરી તાત્કાલિક ધોરણે યોગ્ય એજન્સીની મદદથી હાથ ધરવી, અન્ય કોઈપણ ટૂકા રસ્તાઓનો સહારો ન લેવો, વાવાઝોડા પછી સુરક્ષિત ખોરાકનો જ ઉપયોગ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription