જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦ ડિસેમ્બરના જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાશે

ખંભાળીયા તા. ૬ઃ ગુજરાત રાજ્યની રોજગાર નીતિને ધ્યાનમાં રાખી રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૃપે જિલ્લા રોજગાર કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું તા. ૧૦-૧૨-૨૦૧૮ના ૧૧ કલાકે આઈટીઆઈ ખંભાળીયામાં આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં જુદા-જુદા સર્વિસ સેક્ટરના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેનાર છે તેમજ રોજગાર વાચ્છુક ઉમેદવારો પોતાના પગભર થઈ શકે અને પોતાનો ધંધો રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલ છે. આ ભરતીમેળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ ૧૦-૧૨ કે તેનાથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમરમર્યાદા ૧૮ થી ૩૫ રહેશે. નોકરી દાતાઓ સ્થળ પર જ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પસંદગી કરશે.

આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવ્યું છે. આ જોબફેરમાં સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી-દેવભૂમિ દ્વારકામાં નામ નોંધણી ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે. રજીસ્ટ્રેશન સવારે ૧૦ વાગ્યે સ્થળ પર જ કરવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી તેમ રોજગાર અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription