Aries (મેષ: અ-લ-ઈ)

કામકાજમાં સાનુકૂળતા જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. સમય વ્યસ્તતાપૂર્ણ રહે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નુકસાન થાય તેવો કોઈ નિર્ણય કે કાર્ય ન થાય તે જો જો. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૯-૩

Gemini (મિથુન: ક-છ-ધ)

નવી કાર્યરચનામાં સહભાગી થઈ શકો. રચનાત્મક વિચારો થકી આગળ વધો. વ્યવસાયિક લાભ થાય. શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૫-૨

Cancer (કર્ક: ડ-હ)

ઘર-પરિવારના પડતર પ્રશ્નો ઊકેલાઈ શકે. ભાઈ-ભાંડુ તરફથી સ્નેહ-સહકાર મળી રહે. કાર્યબોજ હળવો થાય. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૧

Leo (સિંહ: મ-ટ)

આરોગ્ય લથડતું જણાય. હરતા-ફરતા દર્દ પીડાથી સંભાળવું. કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી સહકાર મળે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૮-૨

Virgo (કન્યા: પ-ઠ-ણ)

વાણીની મીઠાશ તથા વ્યવહારમાં નમ્રતા રાખવાથી બગડેલા કાર્યો સુધારી શકો. નાણાકીય લાભ થાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૯-૫

Libra (તુલા: ર-ત)

આનંદ-ઉત્સાહથી તમારૃ તેમજ અન્યનું કામકાજ કરી શકો. નોકરી-ધંધામાં ઉત્સાહ રહે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૭

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સામાજીક જીવનમાં મિલન-મુલાકાતના પ્રસંગો બને. માન-સન્માનમાં વધારો થાય. વિરોધીઓ નરમપડે. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૨

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

શારીરિક તથા માનસીક અસ્વસ્થતા રહે. સમય/પરિસ્થિતિ થોડી વિપરીત જણાય. સંયમથી કાર્ય કરવું. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૯-૧

Capricorn (મકર: ખ-જ)

કાર્યક્ષેત્રે આપનો પ્રભાવ રહે. વધુ આત્મવિશ્વાસથી આગળ વધી શકો. સમય શુભ-ફળદાયી રહે. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૭-૨

Aquarius (કુંભ: ગ-શ-સ)

ભૌતિક સુખ-સગવડ પાછળ આર્થિક વ્યય કરવા આકર્ષાશો. કાર્યબોજ હળવો થાય. સ્વાસ્થ્ય સુધરે. શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૮-૪

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

વિચારોની દ્વિધા રહે, તેમછતાં કામમાં વ્યસ્ત રહી શકો. જાહેર જીવન ક્ષેત્રે વ્યસ્તતા રહે. મિત્રથી લાભ થાય. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૬

જન્મેલાનું વર્ષ ફળ

તા. ૨૬-જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

વર્ષ દરમિયાન નાણાકીય બાબતમાં અત્યંત સાવધાની રાખવી. મોટા સાહસમાં સંભાળવું. નોકરીયાત  વર્ગને બદલી/બઢતીની ઈચ્છા ફળે. સ્વાસ્થ્ય બાબતે પડવા-વાગાથી સાચવવા જેવું ખરૃં. વિદ્યાર્થી વર્ગે  પોતાની જાત પર વિશ્વાસ રાખવો, લાગણી-મિત્રતાની પાછળ અભ્યાસ બગડે નહિં તેનું ધ્યાન રાખવું.

બાળકની રાશિઃ મકર ૧૭.૪ર સુધી પછી કુંભ

આવતીકાલ નું પંચાંગ

આવતીકાલનું પંચાગ

સુર્યોદય ઃ ૭-૨૯ - સુર્યાસ્ત ઃ ૬-૨૬

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪)રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૭૬, પોષ વદ-૧૦,

તા. ૨૬-૦૧-ર૦૨૦, રવિવાર

જૈન સંવતઃ ૨૫૪૬, શાલિશકઃ ૧૯૪૧,

યુગાબ્ધ ઃ ૫૧૨૧, પારસી રોજ ઃ ૧૩,

મુસ્લિમ રોજઃ ૩૦, નક્ષત્ર ઃ ધનિષ્ઠા,

યોગઃ વ્યતિપાત, કરણઃ બાલવ

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે આરોગ્ય સુધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના જુના રોગો-તકલ ફોમાંથી મુક્તિ મળતા શારીરિક તથા માનસિક સ્વસ્થતા મેળવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાતકોને વિશેષ માન-સન્માન પ્રાપ્ત થાય. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે. એકબીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. તા. ર૦ થી ર૩ આરોગ્ય સુધરે. તા. ર૪ થી ર૬ મિશ્ર.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે સફળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. કોઈ નવિન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ કહી શકાય. તા. ર૦ થી ર૩ મધ્યમ ફળદાયી. તા. ર૪ થી ર૬ લાભદાયી.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સામાજિક-વ્યવસાયિક ક્ષેત્રે વધારાની જવાબદારીઓના કારણે વ્યસ્ત બનતા જણાવ. શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય, જો કે મહેનતના મીઠા ફળ સમજવા. સ્વાસ્થ્ય બાબતે સાચવવું. વિદ્યાર્થી વર્ગને અપેક્ષા અનુસાર પરિણામ મળે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ પૂરવાર થાય. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદ-વિવાદ થાય. તા. ર૦ થી ર૩ મિલન-મુલાકાત થાય. તા. ર૪ થી ર૬ કાર્યબોજ વધે.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે નવી રાહ, નવી દિશા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્ય ક્ષેત્રે નવિન લાભદાયી તકો પ્રાપ્ત થતી જણાય, જે આપના ભવિષ્યના નિર્માણ માટે લાભદાયી સાબિત થાય. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવી દિશા કે ક્ષેત્રમાં ઝંપલાવી શકો છો. આવકવૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર-મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાન રહેવું. તા. ર૦ થી ર૩ સફળતા. તા. ર૪ થી ર૬ નવિન કાર્ય થાય.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે તડકા-છાંયા જેવી મિશ્ર પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન મોજ-શોખ, ભોગ-વિલાસ પાછળ ખર્ચ-વ્યય વધતા આર્થિક ક્ષેત્રે સમય નબળો પૂરવાર થાય, જેથી નાણાભીડ અનુભવાય. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બીમારીઓથી થોડીઘણી પરેશાની રહેતી જણાય. ઘર-પરિવાર બાબતે ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોનું આયોજન શક્ય બનતું જણાય. આધ્યાત્મિક્તામાં રૃચિ વધે. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. તા. ર૦ થી ર૩ નાણાભીડ. તા. ર૪ થી ર૬ શુભ.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ-ઉદ્વેગભરી રહેતી જણાય. ઘર-પરિવારના સભ્યો કે સગા-સંબંધીઓ સાથે વાદ-વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાચવવું. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છ. પરિસ્થિતિ વધુ વિકટ બનતી જણાય, પરંતુ આપની સુઝબુઝ દ્વારા આપ તેમાંથી બહાર નીકળી શકશો. તા. ર૦ થી ર૩ વાદ-વિવાદ ટાળવા. તા. ર૪ થી ર૬ મધ્યમ.

Libra (તુલા: ર-ત)

આપના માટે પ્રવાસ-પર્યટનના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના સ્વજનો સાથે નાના-મોટા પ્રવાસ માણી શકો છો. મિત્રોથી લાભ થાય. વિદ્યાર્થીઓ માટે આ સમય સફળતાદાયક બની રહેવા પામે. સંતાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા સતાવી શકે છે. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સ્થિતિ એકંદરે સાનુકૂળ રહેવા પામે. આવકની સાથે ખર્ચનું પ્રમાણ સવિશેષ જોવા મળે. આર્થિક બાબતે સ્થિતિ નબળી પડતી જણાય. તા. ર૦ થી ર૩ ખર્ચ-વ્યય. તા. ર૪ થી ર૬ પ્રવાસ-મુસાફરી.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે પરિવર્તનકાળ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના રોજબરોજના કાર્યોની વિપરિત કોઈ નવિન જ કામગીરી આપના હાથમાં આવી શકે છે. વ્યાપાર-ધંધામાં નવી દિશામાં આગળ વધી શકશો. આર્થિક રોકાણ માટે સમય શુભ જણાય છે. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. પારિવારિક ક્ષેત્રે કડવાશ કે ગેરસમજ હશે તો દૂર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. તા. ર૦ થી ર૩ નવિન કાર્ય થાય. તા. ર૪ થી ર૬ વ્યસ્તતા રહે.

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવક કરતા જાવકનું પલડું ભારે રહેતું જણાય. સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાશો. આર્થિક ક્ષેત્રે તીવ્ર નાણાભીડનો સામનો કરવો પડે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. મિલકત, જમીન-મકાનને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે છે. તા. ર૦ થી ર૩ શુભ. તા. ર૪ થી ર૬ ખર્ચ-વ્યય.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે સાવચેતીપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે ક્રિયાશિલ તથા સક્રિય રહેવાની આવશ્યક્તા જણાય છે. બાકી બધું ભાગ્ય ઉપર છોડી દેવું હિતાવહ રહેશે. ગ્રહ-ગૃહસ્થીને લગતી બાબતોનો નિકાલ-આપસી સમજુતિથી આવી શકે તેમ જણાય છે. મિત્રો કે સ્નેહીજનોનો સાથ-સહકાર મેળવી શકશો. આરોગ્ય મધ્યમ રહે. વ્યાપાર-ધંધામાં નુક્સાનના યોગ જણાય છે. આર્થિક વ્યવહારમાં ખાસ કાળજી રાખવી સલાહભરી રહેશે. તા. ર૦ થી ર૩ મધ્યમ. તા. ર૪ થી ર૬ આનંદ-ઉત્સાહ રહે.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે સામાજિક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપના કાર્યોની પ્રશંસા સાંભળવા મળે. ગુમાવેલ નામના પરત મેળવી શકશો. કૌટુંબિક ક્ષેત્રે સભ્યોનો સાથ-સહકાર મેળવી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નક્કી કરેલા ધ્યેય પ્રાપ્ત કરવા માટે વધારે ઉત્સાહ તથા સ્ફુર્તિથી કામ કરવા પ્રેરાશો. વ્યાપાર વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી-મશીનરી માટે આ સમય યોગ્ય જણાય છે. યાત્રા-પ્રવાસ મજાનો અને ખર્ચાળ બની રહે. તા. ર૦ થી ર૩ વ્યસ્તતા રહે. તા. ર૪ થી ર૬ મધ્યમ.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પરિસ્થિતિ આપના પક્ષમાં રહેવા પામે. નવિન કાર્ય શરૃ કરવા માટે સમય શુભ જણાય છે. આર્થિક દૃષ્ટિએ આપ ઘણી સારી સ્થિતિમાં રહેશો. પારિવારિક સંબંધોની બાબતે પણ આપ ધ્યાન કેન્દ્રિત કરશો અને યોગ્ય સાથ-સહકાર પ્રદાન કરશો. કોર્ટ-કચેરીના બાબતે અવરોધો પછી સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ મોટી બીમારી ઘર ન કરી જાય તેની સાવચેતી રાખવી. તા. ર૦ થી ર૩ તબિયત સાચવવી. તા. ર૪ થી ર૬ લાભદાયી.