જીયો પ્લટફોર્મ્સમાં ઈન્ટેલ કેપિટલ નું રૃા. ૧૮૯૪.પ૦ કરોડનું રોકાણ

મુંબઈ તા. ૩ઃ રિલાયન્સ ઈન્ડ.લિ. અને ભારતના અગ્રણી ડિજિટલ સર્વિસીઝ પ્લેટફોર્મ્સ (જિયો પ્લેટફોર્મ્સ) એ જાહેરાત કરી છે કે ઈન્ટેલ કેપિટલ જિયોમાં રૃા. ૧૮૯૪.પ૦ કરોડનું રોકાણ કરશે. ઈક્વિટી વેલ્ય્ુ રૃા. ૪.૯૧ લાખ કરોડ અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ રૃા. પ.૧૬ કરોડ મુજબ ઈન્ટેલ કેપિટલ આ રોકાણ દ્વારા જિયોમાં સંપૂર્ણ ડાયલ્યૂટેલ આધારિત ૦.૩૯ ટકા ઈક્વિટી હિસ્સો મેળવશે. તાજેતરમાં જ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરનાર દિગ્ગજ ઈન્વેસ્ટરોની યાદીમાં ઈન્ટેલ કેપિટલનો સમાવેશ થતાં જિયોમાં થયેલું કુલ રોકાણ રૃા. ૧૧૭,પ૮૮.૪પ કરોડે પહોંચ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટા કંપની જિયો પ્લેટફોર્મ્સની નવી પેઢીનું અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ્સ છે. જે આખા ભારતમાં ૩૮૮ મિલિયન સબસ્ક્રાઈબર્સને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વ્યાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્વિટિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, બિગડેટા એનાલિસિસ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ફથિંગ્સ, ઓગમેન્ટેડ તથા મિક્સ્ડ રિયાલિટી અને બ્લોક ચેઈન દ્વારા તેની સંપૂર્ણ ડિજિટલ ઈકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યુ છે. જિયોનું વિઝન ૧.૩ અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા આદાન-પ્રદાન તથા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાના વેપારીઓ, નાના વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે. જેથી આ તમામ વર્ગો સર્વ સમાવેશ વિકાસ-વૃદ્ધિનો લાભ મેળવી શકે.

સમગ્ર અસ્થિરતા દરમિયાન 'નીચામાં ખરીદો, ઊંચામાં વેચો'

રોકાકારોને ટીપ્સઃ

હાલમાં કોરોના વાયરસ મહામારીને કારણે બજારમાં ઊંચી અસ્થિરતા જોવા મળી રહી છે. જે બીએસઈ સેન્સેક્સ અને નિફટી પ૦ જેવા બેન્ચમાર્ચ નિર્દેશાંકોમાં તીવ્ર વધઘટમાં પરિણમી છે. તેમજ ર૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે અને તેથી મંદીના તબક્કામાં બજાર પ્રવેશ્યું છે. નાના રોકાણકારોમાં આવા સમયે ગભરાટ આવે તે સહજ છે કેમ કે આ પ્રકારના તીવ્ર ઘટાડા સામાન્ય રીતે આવતા નથી. સેફ ઈન્વેસ્ટમેન્ટના સિરાજ એસ. વોરા દ્વારા જે વ્યક્તિઓએ ર૦૦૮ નો પણ ઘટાડો અનુભવ્યો છે તેમણે પણ ભારતીય નિર્દેશાંકોમાં માર્કેટમાં ઘટાડાની ઝડપને જોતા પાછી પાની કરી છે.

હવે લાંબા ગાળાના લાભ માટે પગલા લેવાનો સમય છે. આ પ્રકરની માર્કેટની સ્થિતિ તેની સાથે યોગ્ય લાંબાગાળાના રોકાણની તકોને લઈને આવે છે જેમાં જે-તે વ્યક્તિ મોટા વળતરો પ્રાપ્ત કરી શકે છે. નીચામાં ખરીદો અને ઊંચામાં વેચો, આ તકને ઝડપવાને બદલે મોટા ભાગના રોકાણકારો જોખમને દૂર રાખતા થયા છે અને આ પ્રકારની માર્કેટની સ્થિતિમાં રોકાણ કરતા ગભરાય છે.

આવું ક્લાસિક બીએએફ ફંડ છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ. છેલ્લા એક દાયકાથી વધુના સમયથી આ ફંડ અસ્તિત્ત્વ ધરાવે છે એટલું જ નહીં પરંતુ રોકાણ અનુભવ પણ દરેક માર્કેટ સાયકલ્સમાં ચડીયાતો રહ્યો છે. ફંડે છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં નિફટી પ૦ ટીઆરઆઈ ૯.૯ ટકાના વળતર સામે ફંડ ૧૧.૮૦ ટકાના સીએજીઆર દરે વળતર આપ્યું છે. (ર૯-ર-ર૦ની સ્થિતિ મુજબ).