માર્કેટ સ્કેન

નિફ્ટી ફ્યુચર ૧૧૩૭૩ પોઇન્ટ મહત્વની સપાટી...!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૮૧૮૨.૦૮  સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૩૭૧.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને  ૩૮૩૫૦.૯૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં  તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૧૯૯.૭૯ પોઈન્ટ ની મુવમેન્ટ  નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૧.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે  ૩૮૫૧૩.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૯૩.૩૫  સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૩૪૯.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને  ૧૧૩૪૦.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત  શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૩૬.૩૦ પોઈન્ટ ની  મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૬૦.૫૦ પોઈન્ટ  આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત  મજબૂતીએ થઈ હતી. વિશ્વ અત્યારે કોરોના મહામારી સામે ઝઝુંમી રહ્યું છે, ત્યારે આ  માટે વિશ્વભરમાં વેક્સિનની અને દવાઓની થઈ રહેલી શોધ સાથે દવાઓ-હેલ્થકેર ક્ષેત્રની  વધતી જરૂરીયાતો વચ્ચે ગત સપ્તાહના અંતે ફાર્મા જાયન્ટ સિપ્લાએ પ્રોત્સાહક ત્રિમાસિક  પરિણામ જાહેર કરતાં અને ગત સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વન ટાઈમ લોન  રિસ્ટ્રકચરીંગને મંજૂર કર્યા સાથે વિવિધ પગલાં લીધાની પોઝિટીવ અસર આજે સતત  બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે દેશભરમાં  ચોમાસાની સારી પ્રગતિએ ઓટોમોબાઈલ, એફએમસીજી શેરોમાં પસંદગીનું આકર્ષણ  જળવાયું હ તું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આર્થિક સહાય-પ્રોત્સાહનો જાહેર  થવા સાથે વૈશ્વિક ઔદ્યોગિક પ્રવૃતિ ફરી વધવા લાગતાં ક્રુડ ઓઈલની માંગ વધી  રહ્યાના અરામકોના નિવેદન વચ્ચે આજે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.  બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૪% વધીને ટ્રેડ થઈ  રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે હેલ્થકેર,  ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે  અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા. ગ્લોબલ માર્કેટની  વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૩૦%ના વધારા સાથે બંધ  રહ્યો હતો.  જ્યારે એસએન્ડપી ૫૦૦ ૦.૨૭% વધીને અને નેસ્ડેક ૦.૩૯% ઘટીને સેટલ  થયા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા  ૭૪૧ અને વધનારની સંખ્યા ૧૫૨૫ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ  જોવાયો ન હતો. જ્યારે ૧૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે  ૨૫૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત  રુખ

માઈન્ડટ્રી લિ. (૧૧૩૬) ઃ ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં  રૂ.૧૧૧૭ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૧૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક  આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

ડાબર ઈન્ડિયા (૫૧૩) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૪૯૬ આસપાસ પોઝિટિવ  બ્રેકઆઉટ..!!! રૂ.૪૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૨૬ થી રૂ.૫૩૩  નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ગ્લેનમાર્ક ફાર્મા (૪૭૩) ઃ રૂ.૪૬૦ નો પ્રથમ તેમજ રૂ.૪૪૭ ના બીજા સપોર્ટથી ફાર્મા  સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૪૮૮ થી રૂ.૪૯૪ સુધીની તેજી તરફી રુખ  નોંધાવશે....!!!

ટીવીએસ મોટર (૪૧૮) ઃ ઓટો સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૩૩ થી  રૂ.૪૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૯૬ નો સ્ટોપલોસ ધ્યાને  લેવો.

અદાણી પોર્ટ (૩૩૨) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક  રૂ.૩૨૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરિન પોર્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી  તરફી રૂ.૩૩૬ થી રૂ.૩૪૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, દેશભરમાં ચાલુ વર્ષે ચોમાસું સફળ નીવડી રહ્યું છે, ત્યારે આ વર્ષે કૃષિ ક્ષેત્રે ઊંચી  વૃદ્વિ અપેક્ષિત છે. જેના થકી ગ્રામીણ અર્થતંત્રમાં સારી રિકવરી અપેક્ષિત છે. ચોમાસાની  વધુ પ્રગતિ પર આગામી દિવસોમાં ભારતીય શેરબજારની નજર સાથે આજે  ૧૧,ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી) ના જૂન  ૨૦૨૦ મહિના માટેના આંક જાહેર થનારા છે. જ્યારે જુલાઈ ૨૦૨૦ મહિના માટેના  રીટેલ ફુગાવાના આંક ૧૨,ઓગસ્ટ ૨૦૨૦ના અને હોલસેલ ફુગાવાના આંક  ૧૪,ઓગસ્ટ ૨૦૨૦ના જાહેર થનારા આંક પર નજર રહેશે. કોર્પોરેટ પરિણામોની જૂન  ૨૦૨૦ના અંતના ત્રિમાસિકની સીઝનમાં હવે આજે બોશ અને ઓરેકલ ફાઈનાન્શિયલ  સર્વિસિઝ સોફટવેરના ૧૧,ઓગસ્ટ ૨૦૨૦ન ા અને ઓરોબિન્દો ફાર્મા અને ટાટા પાવર  કંપનીના ૧૨,ઓગસ્ટ ૨૦૨૦ના જાહેર થનારા પરિણામો પર પણ નજર રહેશે.  આંતરરાષ્ટ્રીય મોરચે યુરોપમાં યુરો એરિયા ઈકોનોમિક સેન્ટીમેન્ટ ઈન્ડેક્સ ઓગસ્ટ માટેના  આજે ૧૧,ઓગસ્ટ ૨૦૨૦ના અને યુરો એરિયા ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન આંકડા જૂન  ૨૦૨૦ માટેના ૧૨,ઓગસ્ટ ૨૦૨૦ના જાહેર થશે. જેના પર વૈશ્વિક બજારોની સાથે  ભારતીય શેરબજારની નજર રહેશે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.