પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

એસ્સાર ઓઈલ દ્વારા બ્રિટિશ પેટ્રોલિયમ ક્ષત્રે હરણફાળ ઃ અબજ ડોલરનું રોકાણ

સ્ટેન્લો (યુ.કે.) તા. ૧૧ઃ એસ્સાર ઓઈલ યુકે ગ્રુપ ઓફ કંપનીઝ (એસ્સાર) એ બીપી પાસેથી સંખ્યાબંધ એસેટ્સ ખરીદીથી જાહેરાત કરીને તેના વ્યુહાત્મક બિઝનેસ ડેવલપમેન્ટના લેટેસ્ટ તબક્કાની શરૃઆત કરી હતી. આનાથી કંપનીનું લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રચર નેટવર્ક મજબૂત થશે, જે યુકેમાં વૃદ્ધિ કરવાની કંપનીની યોજનાને વેગ મળશે. યુકેમાં તાજેતરમાં આ રોકાણ સાથે એસ્સારે જુલાઈ-ર૦૧૧ માં સ્ટેન્લો મેન્યુફેકચરીંગ કોમ્પલેક્સના એક્વિઝિશનથી અત્યાર સુધી યુકેના નફાકારક અને સાતત્યપૂર્ણ બિઝનેસમાં આશરે એક અબજ ડોલરનું રોકાણ કર્યુ છે.

સમજૂતિ હેઠળ એસ્સાર યુ-કોપ પાઈપલાઈનમાં ઈક્વિટી હિસ્સો અને શેલ સાથેના કોન્ટ્રાક્ચ્યુઅલ સંયુક્ત સાહસમાં હિસ્સો ખરીદશે. આ સાહસ કિંગ્સબરી ટર્મિનલ ચલાવે છે અને નધર્મ્પટન ટર્મિનલમાં ૧૦૦ ટકા હિત ધરાવે છે. તાજેતરમાં વર્ષોમાં એસ્સારે તેનું ડાઉનસ્ટ્રીમ ઈન્ટીગ્રેશન વિસ્તાર્યુ છે. યુકેના ફ્યુઅલ રિટેલ માર્કેટમાં સફળ પ્રવેશ કર્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં એસ્સાર બ્રાન્ડની ૬૭ રીટેલ સાઈડ્સ ચાલુ છે. કંપની આગામી પાંચ વર્ષમાં તેનાં નેટવર્કને વિસ્તારીને ૪૦૦ રીટેલ સાઈટ્સ સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છેે.

યુકેના મોટા એરપોર્ટને જેટ એ-૧ ના હોલસેલ સપ્લાયમાં અગ્રણી ખેલાડી એસ્સારે સંખ્યાબંધ અગ્રણી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સને એવિએશન ફ્યુઅલનું સીધું સપ્લાય કરીને બજારમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે, અને તેના બિઝનેસના આ સેક્ટરમાં વૃદ્ધિ ચાલુ રાખી છે.

એસ્સાર ઓઈલ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ થંગપાન્ડીયને જણાવ્યું હતું કે, એસ્સાર યુ.કે.ના બજારમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે, જે ગ્રુપની વ્યૂહાત્મક બિઝનેસની વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓનો હિસ્સો છે. બીપીની એ એસેટ્સનું એક્વિઝિશન યુકેની અંદર રોકાણ કરીને વૃદ્ધિ કરવાની કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.

તેમણે કહ્યું કે, એસ્સાર બ્રિટનમાં વિસ્તરણમાં મહત્ત્વની ભૂમિકા ચાલુ રાખશે. હાલમાં તે યુકેની રોડ ટ્રાન્સપોર્ટ માટેની ઈંધણની માંગનો ૧૬ ટકા સપ્લાય કરે છે અને આ સમજૂતિ અમને અમારી સ્પર્ધામાં સુધારો કરવા સક્ષમ બનાવશે. બદલાતા જતા પરિપ્રેક્ષ્યમાં સતત બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈનોવેશન દ્વારા સ્પર્ધાત્મક રહીએ એ ખૂબ મહત્ત્વનું છે. આ એક્વિઝિશનથી એસ્સાર અત્યંત સ્પર્ધાત્મક એવા યુકે મિડલેન્ડ્સ રીજનમાં તેની હાજરી જાળવી રાખશે અને વિસ્તરણ કરી શકશે. આ ઉપરાંત, અમે ૧ર નવા સ્ટેશન્સ દ્વારા અમારી રીટેલ કામગીરીનું વિસ્તરણ ચાલુ રાખીશું. અમે તાજેતરમાં બે ટર્મિનલ દ્વારા સપ્લાય કરવા એમપીકે સાથે સમજૂતિ કરી હતી. જો કોઈ એક્વિઝિશનથી લાંબે ગાળે મૂલ્યસર્જન થતું હોય અને એસ્સાર ઓઈલ યુકેની વૃદ્ધિ યોજનાને પૂરક હોય તો એસ્સાર ઈનઓર્ગેનિક રીતે વિસ્તરણ કરવા તકો શોધવાનું ચાલુ રાખશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription