ઈલેક્ટ્રીક વાહનોને ટોલટેક્સ અને પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિઃ કેન્દ્ર સરકારનો નિર્ણય

નવી દિલ્હી તા. ર૦ઃ ઈ-વાહનોને ટોલટેક્સ અને પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિ આપીને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણય દ્વિચક્રીય, ત્રિચક્રીય અને ફોરવ્હીલને લાગુ પડશે. આ ઉપરાંત પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે.

બે પૈડા, ત્રણ પૈડા અને ચાર પૈડાના ઈલેક્ટ્રીક વાહનોએ પાર્કિંગ અને ટોલ ટેક્સ નહીં આપવો પડે. કેન્દ્ર સરકારે દેશમાં ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા આ નિર્ણય કર્યો છે. ઈ-વાહનોને રજિસ્ટ્રેશનમાં પહેલાથી જ છૂટ અપાઈ ચૂકી છે. રોડ અને હાઈવે મંત્રાલયના સંયુક્ત સચિવ અભય દામલેએ રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે. જેમાં રાજ્યોના મુખ્ય સચિવોને કહેવામાં આવ્યું છે કે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ છૂટ આપવી અનિવાર્ય છે અને તેના માટે રાજ્ય સ્તરે નવી નીતિ બનાવવી જરૃરી છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, ઓફિસો, મોલ, શોપીંગ કોમ્પ્લેક્ષ, રેસીડેન્સિયલ કોલોનીમાં ઈ-વાહનો માટે ૧૦ ટકા પાર્કિંગ અનામત રાખવામાં આવે. કેન્દ્ર અને રાજ્યના ટોલ બુથ પર ઈ-વાહનો પાસેથી ટોલ ન લેવામાં આવે. ચાર્જીંગ પોઈન્ટ માટે જમીન આપવામાં પ્રાથમિક્તા આપવામાં આવે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-બાઈક ટેક્ષી સેવા શરૃ કરવા જઈ રહી છે. આ બાઈકની કિંમત લગભગ ૬પ હજાર રૃપિયા હશે. એકવાર ચાર્જ કર્યા પછી તે રરપ કિલોમીટર ચાલશે અને મહિને ફક્ત ૪૦૦ રૃપિયાનો ખર્ચ થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription