જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ફલ્લા પાસે પદયાત્રીને અજાણી મોટર ઠોકર મારી નાસી છુટીઃ ઈજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ

જામનગર તા. ૧૪ઃ મોરબીથી દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા આવી રહેલા એક સંઘના પદયાત્રીને અજાણી મોટરે ફલ્લા પાસે ઠોકર મારતા આ પદયાત્રીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. અકસ્માત સર્જી નાસી છુટલી મોટરના ચાલક સામે મૃતકના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી છે.

મોરબી જિલ્લાના સિંધાવદર ગામમાં વસવાટ કરતા વાઘુભાઈ રામભાઈ રોહડીયા (ઉ.વ. ૬૫) નામના ગઢવી વૃદ્ધ પોતાના ગામથી દ્વારકામાં યોજાયેલા ફૂલડોલના કાર્યક્રમમાં ભાગ લેવા જતા સંઘમાં જોડાયા હતાં. આ વૃદ્ધ ત્રણેક દિવસ પહેલાં રવાના થયા પછી ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લાથી ત્રણેક કિમી જામનગર તરફ પગપાળા આગળ ધપી રહ્યા હતાં ત્યારે અચાનક જ સફેદ રંગની અજાણી મોટર પૂરઝડપે ધસી આવી હતી. તેઓએ વાઘુભાઈને ઠોકરે ચઢાવતા આ વૃદ્ધ રોડ પર જોશભેર પછડાયા હતાં જેના કારણે માથા તેમજ જમણા હાથ-પગમાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. સાથે રહેલા અન્ય પદયાત્રીઓને વાઘુભાઈને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી તેમના પરિવારને બનાવથી વાકેફ કર્યો હતો. આ બાબતની જામનગરના સરૃસેક્શન રોડ પર આવેલી સરકારી વસાહતમાં રહેતા વિમલદાન ભુરાભાઈ રોહડીયાને જાણ થતાં તેઓ પોતાના ઈજાગ્રસ્ત કાકાની ખબર કાઢવા ધસી ગયા હતાં. આ વૃદ્ધનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે વિમલદાનની ફરિયાદ પરથી અકસ્માત સર્જી પલાયન થઈ ગયેલી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00