જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

તળાવની પાળે જૂના પોલીસ સ્ટેશનના પાછળના સ્થળે ભંગારમાં ભભૂકી આગ

જામનગર તા.૬ ઃ જામનગરની તળાવની પાળે આવેલા એક પોલીસ સ્ટેશનના સ્થળાંતર પછી પણ ત્યાં મુદ્દામાલમાં કબજે કરાયેલા ભંગાર માલસામાનમાં ગઈકાલે બપોરે આગ ભભૂકી હતી જેને ફાયરબ્રિગેડે કાબૂમાં લીધી હતી.

જામનગરના તળાવની પાળે આવેલી વાહન વ્યવહાર નિગમની કચેરી તરફ જવાના માર્ગ પરની પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનની જૂની કચેરીમાં વર્ષાે પહેલા મુદ્દામાલમાં જપ્ત કરાયેલા કેટલાક વાહનો તેમજ ભંગારના જથ્થામાં ગઈકાલે કોઈ કારણથી આગનું છમકલું થયું હતું.

અંદાજે દસેક વર્ષ પહેલા તે સ્થળે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું સ્થળાંતર કરવામાં આવ્યા પછી તે પોલીસ સ્ટેશનને બહુ વખત પહેલા દરેડ પાસે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તેમ છતાં જે વખતે તે પોલીસ સ્ટેશન કાર્યરત હતું ત્યારે કેટલાક વાહનો, દેશી દારૃ ભરવા માટે આરોપીઓએ ઉપયોગમાં લીધેલા બેરલો તેમજ અન્ય ભંગાર, માલસામાન પાછળના ભાગમાં સ્ટોર કરીને રાખવામાં આવ્યો હતો તે જથ્થામાં ગઈકાલે બપોરે આગએ દેખા દેતા ફાયરબ્રિગેડ દોડયું હતું. આગ વધુ પ્રસરે તે પહેલા ફાયરબ્રિગેડે એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription