પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

વાર્ષિક રૃપિયા ૬૦૦૦ ની સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરેઃ કલેક્ટર

ખંભાળિયા તા. ૧૨ઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના હેઠળ રૃપિયા ૬૦૦૦ ની વાર્ષિક સહાય અંગે ખેડૂતોને આધાર-પુરાવા સાથે ઓનલાઈન પોર્ટલમાં અરજી કરવા જણાવાયું છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ' યોજના અમલમાં મૂકવામાં આવનાર છે. જેમાં ભારત સરકાશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૃપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૃપ થવા માટે ૧૦૦ ટકા કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ માહિતી આપતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો લાભ ખેડૂતોએ બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત કુટુંબને પ્રતિવર્ષ રૃપિયા ૬૦૦૦ ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. પ્રથમ હપ્તા તરીકે તા. ૧.૧ર.ર૦૧૮ થી તા. ૩૧.૩.ર૦૧૯ સુધીનો સમયગાળો રહેશે. પ્રથમ હપ્તા ભારત સરકારશ્રીના પોર્ટલમાં યાદી અપલોડ કરવાની આખરી તારીખ ર૦.ર.ર૦૧૯ છે.

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન પોર્ટલ રાૉજઃ//ુુુ.ઙ્ઘૈખ્તૈાટ્ઠઙ્મખ્તેદ્ઘટ્ઠટ્ઠિા.ર્ખ્તદૃ.ૈહ/ પર જમીન ધારક ખેડૂત કુટુંબે ઓનલાઈન અરજી જરૃરી આધાર-પુરાવા સાથે કરવાની રહેશે. જમીન ધારક ખેડૂત કુટુંબ એટલે 'પતિ, પત્ની અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ સંયુક્ત રીતે પોતાની બે હેક્ટર સુધી ખેડાણ લાયક જમીન ધરાવતા' હોય, આ યોજનાના પાત્રતાના ધોરણો જોઈએ તો (૧) વ્યક્તિગત ખેડૂત બે હેક્ટર સુધી જમીન ધારણ કરેલ હોય, (ર) લેન્ડ રેકોર્ડમાં એક કરતા વધુ જમીન ધારક ખેડૂત કુટુંબના નામ હોય અને કુલ જમીન બે હેક્ટર કરતા ઓછી હોય તે કિસ્સામાં રેકોર્ડમાં નામ ધરાવતા તમામ સ્વતંત્ર ખેડૂત કુટુંબને લાભ મળવા પાત્ર રહેશે, (૩) એક અને બે પૈકી કોઈ એક અથવા બન્નેમાં એક કરતા વધુ જગ્યાએ જમીન ધારક ખેડૂત કુટુંબ તરીકે નામ ધરાતા હોય તે કિસ્સામાં તેમના માલિકીપણા હેઠળ આવતી તમામ ખાતાની જમીનનું કુલ બે હેક્ટરની મર્યાદામાં હોય, (૪) લેન્ડ રેકોર્ડમાં કુલ જમીન બે હેક્ટર કરતા વધુ હોય અને એમાં સમાવિષ્ટ જમીન ધારક ખેડૂત કુટુંબ એક કરતા વધુ હોય તે કિસ્સામાં સમાવિષ્ટ તમામ જમીન ધારક ખેડૂત કુટુંબમાં પ્રતિ ખેડૂત કટુંબ દીઠ જમીન બે હેક્ટરની મર્યાદામાં આવતી હોય તે કિસ્સામાં સમાવિષ્ટ તમામ ખેડૂત કુટુંબને લાભ મળવાપાત્ર રહેશે.

આ પ્રેસકોન્ફરન્સમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લાના પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription