ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, મહામંત્રી ડો. ભંડેરી, ચેતનભાઈ કડીવાર, પ્રવિણસિંહ જાડેજા, ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના ચેરમેન મૂળુભાઈ બેરા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ડો. પી.બી. વસોયા, સૂર્યકાન્તભાઈ મઢવી, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા વિગેરે દ્વારા રાજયના કૃષીમંત્રી આર.સી. ફળદુ અને અન્ન અને પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાને જામનગર જિલ્લાના જે ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી વેંચી છે તે ૫ૈકી જે ખેડૂતોનું પેમેન્ટ ૭/૧ર, ૮/અ, બેંકની પાસબુક, આધારકાર્ડમાં નામમાં વિસંગતતાના કારણે બાકી હોય જેને પગલે તેવા ખેડૂતોની બાકી રોકાતી રકમ તાત્કાલિક મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના પ૦૦ થી વધુ ખેડૂતોને ડી.ડી. દ્વારા પેમેન્ટ ચૂકવવાની કામગીરી શરૃ કરવામાં આવી હોવાનું જિલ્લા ભાજપ દ્વારા જણાવાયું છે.