પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

સાસુના ત્રાસથી ભરાણાના પરિણીતાની આત્મહત્યા

જામનગર તા. ૧૫ઃ ખંભાળીયાના ભરાણામાં એક નવવધુએ અગનપછેડી ઓઢી જીવની આહૂતિ આપી દેતા ડીસાથી દોડી આવેલા તેણીના પિતાએ પોતાની પુત્રીને ત્રાસ આપી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.

ખંભાળીયા તાલુકાના ભરાણા ગામમાં રહેતા સુખબા ભાવસંગ રાઠોડ (ઉ.વ. ૧૯) નામના પરિણીતાએ ગઈકાલે સવારે પોતાના ઘેર શરીર પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા આ પરિણીતા ગંભીર રીતે દાઝી ગયા હતાં. સારવારમાં ખસેડાયેલા સુખબાનું ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજ્યું છે.

ઉપરોક્ત બાબતની જાણ થતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધાડા ગામમાં રહેતા મૃતકના પિતા અજમલસિંહ પોપટસિંહ વાઘેલા દોડી આવ્યા હતાં. તેઓએ પોતાની પુત્રીને સાસુ કૈલાશબા કરશનજી રાઠોડ ઉર્ફે પ્રસન્નબાએ ઘરકામ બાબતે અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યો હોય તેનાથી કંટાળી જઈ પોતાની પુત્રીએ આત્મઘાતી પગલું ભર્યાની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ દેવભૂમિ દ્વારકાના મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એફ.બી. ગગનીયાએ આઈપીસી ૩૦૬, ૪૯૮ (ક) હેઠળ નોંધી તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription