જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ફરારી મુખ્ય આરોપી છબીલ પટેલની એરપોર્ટ પરથી ધરપકડઃ પૂછપરછ શરૃ

અમદાવાદ તા. ૧૪ઃ કચ્છના ચકચારી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવાઈ છે. આ હત્યા પછી તેના પર આરોપ લાગતા તે ફરાર થઈ ગયો હતો. પોલીસે પૂછપરછ શરૃ કરી દીધી છે.

ભાજપના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કાવતરૃં રચવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય અને રાજકીય હરીફ છબીલ પટેલ પર લાગ્યો હતો. હત્યા પછી તે ફરાર હતો. વિદેશથી જેવો અમદાવાદ એરપોર્ટ આવ્યો કે તરત જ તેને પોલીસે દબોચી લીધો હતો.

આજે સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસમાં છબીલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

જયંતિ ભાનુશાળીની હત્યા પછી વિદેશ ભાગી ગયેલો છબીલ પટેલ તેના સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હોવાની પોલીસને જાણ હતી. તેથી તેના પુત્ર સિદ્ધાર્થ પટેલની શોધખોળ ચાલતી હતી. તેવામાં ગોવાના ગેસ્ટ હાઉસમાં છૂપાઈને રેહતો હતો તે સિદ્ધાર્થ પણ સામેથી પોલીસને શરણે થયો હતો.

છબીલ પટેલ સંબંધીઓની ધરપકડ તથા તેની મિલકતો ટાંચમાં લેવાની પોલીસની તજવીજથી ગભરાઈને છબીલ ગમે ત્યારે પોલીસના શરણે થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. સાથે જ પોલીસે તમામ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ પણ જાહેર કરી હતી.

ભાનુશાળીની હત્યાનું કાવતરૃં ઘડીને છબીલ પટેલ બીજી જાન્યુઆરીએ વિદેશ જતો રહ્યો હતો. તે પછી ૭ મી જાન્યુઆરીએ પૂણેના બે શાર્પશૂટરોએ ભૂજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા ભાનુશાળીની ગોળીઓ મારીને હત્યા કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00