ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

'વાયુ' વાવાઝોડાને લઈને હાલારમાં પચાસ હજાર લોકોનું સ્થળાંતર શરૃઃ કંટ્રોલ રૃમ ચાલુ

જામનગર તા. ૧રઃ 'વાયુ' વાવાઝોડાના ઝળુંબતા ખતરાને ધ્યાને લઈ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિચાણવાળા વિસ્તારોમાં રહેતા અંદાજે પ૦ હજાર લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. દરિયામાં બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આજથી બે દિવસ માટે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

બન્ને જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૃમ શરૃ કરી દેવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટૂકડીઓ પણ આવી પહોંચી છે. આમ ખતરા સામે સમગ્ર વહીવટી તંત્ર સાબદુ બન્યું છે.

અરબી સમુદ્રમાં 'વાયુ' નામનું વાવાઝોડું આકાર પામ્યું છે અને તેજ ગતિએ સૌરાષ્ટ્રના સાગર કાંઠા તરફ આગળ વધી રહ્યું છે જ્યારે આ કુદરતી સંભવિત આફતને પહોંચી વળવા તંત્ર દ્વારા આગમચેતીના ભાગ રૃપે બેઠક અને તૈયારીઓનો ધમધમાટ શરૃ કરી દેવામાં આવ્યો છે. આજે સવારથી સ્થળાંતર કાર્યવાહી શરૃ કરી દેવામાં આવી છે. જામનગર, લાલપુર, જોડિયા તાલુકાના રપ ગામના ૧૩ હજાર લોકોને સ્થળાંતર કરવાની કામગીરી આજ સવારથી શરૃ કરી દેવામાં આવી છે. ઝાંખર, સિંગચ, બાલાચડી, સરમત સહિતના ગામોમાંથી સ્થળાંતરની કામગીરી શરૃ કરી દેવાઈ છે. જામનગરમાં બંદર ઉપર બે નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે અને દરિયામાં ગયેલા તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટૂકડીને ગત્ રાત્રે હૈદરાબાદથી આગમન થયું છે. જેમાંથી એક ટીમને જોડિયા મોકલવામાં  આવી છે અને એક ટીમને જામનગરમાં તૈનાત રખાઈ છે.

જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને બેઠકોનો ધમધમાટ સતત ચાલી રહ્યો છે. લોકોને પણ સાવચેત રહેવા સલાહ આપવામાં આવી રહી છે.

જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે જરૃર પડ્યે સાવચેતીના પગલાં રૃપે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. આથી લોકોએ ટોર્ચ, મીણબત્તી, માચીસ વગેરે હાથવગા રાખવા, પાણીનો સંગ્રહ કરી રાખવો હિતાવહ છે. શહેરમાં લટકતા મસમોટા હોર્ડીંગ્સ દૂર ખસેડવા તંત્ર દ્વારા કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. જામનગરના સંરક્ષણની ત્રણેય પાંખો તરફથી પણ વહીવટી તંત્રને સહકાર મળી રહ્યો છે. બિનસરકારી સંસ્થાઓને ફૂડ પેકેટ્સ માટે વિનંતી કરવામાં આવતા તેઓ પણ પેક્ટની તૈયારીમાં લાગી ગયા છે. જરૃર પડ્યે જામનગરની હવાઈપટ્ટીનો પણ ઉપયોગ કરવામાં આવશે. જામનગર જિલ્લા કલેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગમાં કંટ્રોલ રૃમ સતત રાઉન્ડ ધ ક્લોક ધમધમી રહ્યું છે. ટૂંકમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈનાત છે.

બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર નરન્દ્ર કુમાર મીનાએ જિલ્લાના સંબંધિત તંત્ર સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અસરગ્રસ્ત થનાર વિસ્તારોમાં સ્થળાંતર કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ત્રણ ટીમોનું આગમન થઈ ચૂક્યું છે. જિલ્લાના પ૮ ગામના કુલ ૩પ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવનાર છે. ઉપરાંત આર્મીની ૭૦ જવાનોની ટૂકડી પણ આવી પહોંચી છે. જિલ્લાના દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તાલુકાના ૧૬૦ સ્થળોએ સ્થળાંતર કામગીરી શરૃ થઈ ચૂકી છે. અને આવા લોકો માટે રહેવા-જમવા, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવામાં આવી છે.

દ્વારકાના દરિયા કિનારે વાવાઝોડું ઓ તેવી પૂરી શક્યતા છે. આ માટે જિલ્લાના તમામ ચાર તાલુકામાં કંટ્રોલ રૃમ શરૃ કરી દેવામાં આવ્યા છે.

દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૃમ (૦ર૮૩૩) ર૩ર૧રપ અને ર૩ર૦૮૪, ખંભાળિયા પ્રાંત અધિકારી (૦ર૮૩૩) ર૩૪પ૭૭, દ્વારકા પ્રાંત (૦ર૮૯ર)ર૩પ૭૩૩, ખંભાળિયા મામલતદાર (૦ર૮૩૩) ર૩૯૭૮૮, ભાણવડ મામલતદાર (૦ર૮૯૬) ર૩ર૧૧૩, કલ્યાણપુર મામલતદાર (૦ર૮૯૧) ર૪૬રર૭ અને દ્વારકા મામલતદાર (૦ર૮૯ર) ર૩૪પ૪૧ નો જરૃર પડ્યે સંપર્ક કરવા જણાવાયું છે.

ખંભાળિયામાં ર૪ કલાક કંટ્રોલરૃમ શરૃ કરવામાં આવ્યો છે. ઉપરાંત પાલિકા દ્વારા પોર ગેઈટમાં કોમ્યુનિટી સેન્ટર, પાલિકાની જુની કચેરી, નગરગેઈટ પાસે, યોગા હોલમાં વગેરે સ્થળે લોકો આશ્રય લઈ શકશે. જરૃર પડ્યે તમામને આરોગ્ય વિષયક સેવા પણ આપવામાં આવશે જ્યાં પાણી ભરાવવાની શક્યતા છે. ત્યાં પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તંત્ર સંપૂર્ણપણે સાબદુ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription