ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૨ઃ ટ્રાયના નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા ઘરે-ઘરે જઈને ગ્રાહકોને જુદી-જુદી ટીવી ચેનલોના પેકેજ સાથેનું મેનુકાર્ડ બતાવી ચાર્જ નક્કી કરી તે પ્રમાણે ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે.
તેમાં વિજય કોટેચા નામના ગ્રાહકે તેમના કેબલ ઓપરેટર ચાણક્ય કેબલ ઓપરેટરને પોતાની પસંદગી પ્રમાણેની ટીવી ચેનલો સાથેનું પેકેજ નક્કી કરી તે મુજબના ચાર્જના નાણા ચૂકવી દીધા પણ તેમ છતાં વિજય કોટેચાના ટીવીમાં જુના સેટીંગ પ્રમાણેના જ ચેનલ પ્રસારણ ચાલુ છે. તેમણે પસંદ કરેલી ટીવી ચેનલો આવતી નથી.
આથી તેમણે કેબલ ઓપરેટરને ફરિયાદ કરતાં ચાણક્ય કેબલ નેટવર્કના સંચાલક સી. એમ. પટેલે લેખિતમાં એવો જવાબ આપ્યો કે જી. ટી. પી. એલ ના કંટ્રોલરૃમમાં મેઈન્ટેનન્સ ની વેબસાઈટ ઠપ થઈ ગયેલ છે. તેથી અમે અહીંથી મોકલેલ નાણા તો જમા થઈ ગયા છે. પણ ત્યાર પછીની આગળની પ્રોસીજર થઈ શકતી નથી!
આમ જામનગરમાં જીટીપીએલ નેટવર્ક ધરાવતા અનેક ગ્રાહકો અને તેમના કેબલ ઓપરેટરો વચ્ચે દરરોજ માથાકૂટ તથા ઝઘડા થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનિયમ છે કે ટ્રાયનો સ્પષ્ટ ગાઈડ લાઈન્સ છે કે કોઈપણ ગ્રાહક આખા પેકેજના બદલે અલગ-અલગ પેકેજમાંથી પોતાની મનપસંદ ટીવી ચેનલની પસંદગી કરી શકે છે. તેમ છતાં કેટલાંક કેબલ ઓપરેટરો દ્વારા ગ્રાહકોને પેકેજ લેવા માટે જ આગ્રહ કરી રહ્યા છે. અને મોટા ભાગના ગ્રાહકોને સરવાળે હવે ટીવી જોવું મોંઘુ થઈ રહ્યું છે.