પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ભીડભંજન મંદિર પાસે કરાયેલા જીવલેણ હુમલાના ગુન્હામાં પાંચ આરોપીઓની ધરપકડ

જામનગર તા. ૧૨ઃ જામનગરના ભીડભંજન મહાદેવ મંદિર પાછળના મંદિરમાં ગઈ તા.૩ની રાત્રે એક કુખ્યાત શખ્સ તથા તેના બાર સાગરિતોએ પૈસાની ઉઘરાણીના મુદ્દે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને રિમાન્ડ પર સોંપવાની પોલીસની અરજી નામંજૂર થઈ છે. આ ગુન્હામાં હજુ આઠ આરોપીઓની ધરપકડ બાકી છે.

જામનગરના ભીડભંજન મહાદેવ મંદિરની પાછળના ભાગમાં આવેલા મંદિરમાં ગઈ તા.૩ની રાત્રે દેવેન્દ્રસિંહ ધીરૃભા જાડેજા, ગુલાબગીરી માતાજી, ગંભીરસિંહ નટુભા, લાલદાસ તુલસીદાસ, અલ્પેશ લાલદાસ, રૃપેશ પંડયા, રામદે ચાવડા, સાગર કેશુભાઈ, જયશ્રીબા વગેરે વ્યક્તિઓ ભજનના કાર્યક્રમમાં હાજર હતા ત્યારે ત્યાં તલવાર, છરી, બેઝબોલના ધોકા, સોડા બોટલ વગેરે હથિયારો સાથે ધસી આવેલા અલુ પટેલ નામના કુખ્યાત શખ્સ અને તેના બાર સાગરિતોએ દેવેન્દ્રસિંહ પાસે પૈસાની માગણી કરી હતી, પરંતુ પૈસા આપવાનો દેવેન્દ્રસિંહએ ઈન્કાર કરતા ઉપરોક્ત શખ્સોએ ગાળો ભાંડવાનું શરૃ કર્યું હતું. તેઓને ગાળો બોલવાની ના પડાતા અલુ પટેલ સહિતના ટોળાએ હુમલો કરી બઘડાટી બોલાવી હતી.

આ હુમલામાં ગંભીરસિંહ, લાલદાસને પેટમાં છરી વાગી ગઈ હતી. જ્યારે દેવેન્દ્રસિંહને માથામાં બોટલો વાગી હતી અને ગંભીરસિંહ નટુભા ગોહિલને પણ ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી વધુ સારવાર માટે હાયર સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. પોલીસે દેવેન્દ્રસિંહની ફરિયાદ પરથી અલુ પટેલ સહિતના ટોળા સામે ગુન્હો નોંધ્યો હતો.

આ ગુન્હામાં શાહનવાઝ આરબ, સોહિલ આવદભાઈ, હર્ષ જગદીશભાઈ જોષી, અહેમદ કાસમ અને તૌસિફ સલીમ નામના પાંચ શખ્સોને પકડી પાડી ગઈકાલે આ શખ્સોને ત્રણ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કર્યા હતા જ્યાં આરોપી તરફથી રોકાયેલા વકીલ રાજેશ ગોસાઈની દલીલો લક્ષમાં લઈને અદાલતે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી છે. આ ગુન્હામાં હજુ આઠ શખ્સોની ધરપકડ કરવાની બાકી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription