કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

પૂર્વ સીબીઆઈ ચીફ આલોક વર્મા પર માલ્યા-મોદીને ભાગવામાં મદદનો આરોપ

નવી દિલ્હી તા. ૧રઃ પૂર્વ સીબીઆઈ ચીફ આલોક વર્મા માટે પણ હવે મુશ્કેલી વધી છે. માલ્યા-મોદીને ભગાડવામાં તેમણે મદદ કરી હોવાના આરોપની સીવીસીએ તપાસ આદરી છે.આ સહિત ૬ કેસમાં સીવીસી તપાસ કરશે.

સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માની મુશ્કેલી વધી રહી છે. કારણ કે સીવીસીએ તેમના પર ૬ બીજા આરોપોની તપાસ શરૃ કરી દીધી છે. તેમાં પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી. શિવશંકરનની વિરૃદ્ધ લૂક આઉટ સર્કુલરના આંતરિક ઈમેલને લીક કરવાનો આરોપ પણ સામેલ છે. નવા આરોપો અંગે સીવીસીએ સરકારને જાણ કરી છે. જેના અંગે ગવયા વર્ષે ૧ર મી નવેમ્બરના સુપ્રિમ કોર્ટની સામે વર્માનો તપાસ રિપોર્ટ દાખલ કર્યા પછી ભ્રષ્ટાચાર  નિરોધક ટીમ દ્વારા ફરિયાદ મળી હતી.

વર્માની વિરૃદ્ધ તેમના જ પૂર્વ નંબર બે ગણાતા સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા લગાવવામાં આવેલા ૧૦ આરોપોની તપાસના આધાર પર રિપોર્ટમાં કહ્યું હતું કે વર્માની પૂછપરછ થવી જોઈએ.

સૂત્રોના જણાવ્યા મુજબ સીબીઆઈને ર૬ મી ડિસેમ્બરના એક પત્રના માધ્યમથી કહ્યું છે કે તેઓ આ મામલા સાથે સંબંધિત તમામ દસ્તાવેજ અને ફાઈલો ઉપલબ્ધ કરાવે, જેથી કરીને તપાસને તાર્કિક રીતે પૂરી કરી શકાય. ત્યારપછી એજન્સીએ બુધવારના માલ્યાથી સંબંધિત કેસના તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા. નીરવ મોદી અને માલ્યા હાલ ભાગેડું છે.

આલોક વર્મા પર આરોપ છે કે તેમને નીરવ મોદી કેસમાં સીબીઆઈના કેટલાક આંતરિક ઈમેલોને લીક થવા પર આરોપીને શોધવાની જગ્યાએ તે મામલાને છૂપાવાની કોશિશ કરતા રહ્યા. પીએનબીના કૌભાંડી નીરવ મોદીના કેસમાં પણ કંઈક આવ જ બન્યું હતું.

આ ઉપરાંત બીજા મુખ્ય આરોપોની વાત કરીએ તો તેમના પર એરસેલના પૂર્વ માલિક સી. શિવશંકરનની વિરૃદ્ધ લૂકઆઉટ સર્કુલરને નબળો રજૂ કરવાનો આરોપ છે. તેના લીધે આઈડીબીઆઈ બેંકની લોન લઈ છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને ભારત છોડવાની મંજુરી મળી હતી. વર્માની ઈમાનદારી પર પ્રશ્ન ઊઠતા ત્રણ બીજા આરોપ સીબીઆઈની લખનૌઉ બ્રાન્ચમાં તૈનાત એડિશનલ એસ.પી. સુધાંશુ ખરેએ પણ લગાવ્યો હતો. ખરેએ વર્મા પર રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન ગોટાળાના આરોપીને પણ બચાવાનો આરોપ મુક્યો હતો. એટલું જ નહીં, એસબીઆઈ બેંક ફ્રોડ કેસમાં રંજીતસિંહ અને અભિષેકસિંહ આરોપી હતાં, પરંતુ આ બન્નેને પણ બચાવી લેવામાં આવ્યા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription