પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

સીબીઆઈના પૂર્વ કાર્યકારી વડા નાગેશ્વર રાવને રૃા.એક લાખનો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા

નવી દિલ્હી તા. ૧૨ઃ સુપ્રિમ કોર્ટ સીબીઆઈના પૂર્વ કાર્યકારી વડા નાગેશ્વર રાવને અદાલતની અવમાનના કેસમાં રૃા. એક લાખનો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા ફરમાવી છે.

બિહારના મુઝફ્ફરનગર શેલ્ટર હોમ કાંડમાં કોર્ટની અવમાનના કેસમાં સીબીઆઈના પૂર્વ ઈન્ટરિમ ડાયરેક્ટર નાગેશ્વર રાવને સુપ્રિમ કોર્ટે કડક સજા સંભળાવી છે. મંગળવારે મામલાની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ નાગેશ્વર રાવના માફીનામાને નામંજુર કર્યુ અને એક લાખ રૃપિયાનો દંડ તેમજ જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી ચાલશે ત્યાં સુધી નાગેશ્વર રાવ અને બીજા અધિકારીઓએ કોર્નરમાં બેસી રહેવું પડશે.

એસસીએ ચુકાદો સંભળાવતા કહ્યું કે મુઝફ્ફરનગર શેલ્ટરની હોમની તપાસ ટીમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. અરૃણ શર્મા જ આ તપાસ ટીમની આગેવાની કરશે. નાગેશ્વર રાવ ઉપરાંત એસ. ભસૂરણ પર પણ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની કડક શબ્દોમાં ટીપ્પણી બાદ એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે જો તમે નાગેશ્વર રાવને કોઈ સજા સંભળાવો છો તો તેમની કારકિર્દી ખરાબ થઈ શકે છે. તેઓ છેલ્લાં ૩૨ વર્ષથી કામ કરી રહ્યાં છે.

સીજેઆઈ આ મુદ્દે ટીપ્પણી કરતાં કહ્યું કે તમે એવું કઈ રીતે વિચારી શકો છો કે લીગલ એડવાઈસ એપ્રુવલ પછી મળી ડીઓપીટી એ આ ઓર્ડરને આપ્યો છે જે નાગેશ્વર રાવના હસ્તાક્ષર બાદ જ નક્કી થયો હતો. ચીફ જસ્ટિસે કહ્યું કે લીગલ એડવાઈસ એ જ હતી કે સુપ્રિમ કોર્ટને મામલાની જાણકારી આપવામાં આવે.

ચીફ જસ્ટિસે કહ્યું કે નાગેશ્વર રાવ કોર્ટનું અપમાન કર્યું છે. આ ચુકાદાથી નાગેશ્વર રાવની કારકિર્દી પર સીધી જ અસર પડશે. જો અમે તેમની માફી કબૂલ કરીશું અને જો તેમને સજા નહીં આપીએ તો પણ તેમને એ માનવું જ પડશે કે નાગેશ્વર રાવ અમને પૂરી વિગત અંગે સૂચિત કરવાનું પણ યોગ્ય ન માન્યું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription