પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ભત્રીજીનું છૂટું કરવાની બાબતે કાકા-ફઈબા પર ચારનો હુમલોઃ મજૂર નાસી જતાં ભઠ્ઠા સંચાલકને ધોકાવાયો

જામનગર તા.૧૧ ઃ જામનગરના સિક્કાના એક વાહનચાલક પર મુસાફર બેસાડવાના પ્રશ્ને ચાર શખ્સોએ હુમલો કરી ધમકી આપી છે. જ્યારે પિત્તરાઈ બહેનના પ્રેમલગ્નના પ્રશ્ને ચાર શખ્સોએ ધોકાવી નાખ્યાની અને ભત્રીજીનું છૂટું કરવાની બાબતે કાકા તથા ફઈબા પર ચાર શખ્સોએ ધોકાવાળી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર તાલુકાના સિક્કામાં રહેતા અને સિક્કા-જામનગર વચ્ચે પોતાના વાહનમાં મુસાફરોની હેરફેર કરતા યાકુબ જુમાભાઈ ગંઢાર નામના યુવાનને ગઈકાલે સવારે મોટી ખાવડી ગામ પાસે એક રિક્ષામાં ધસી આવેલા સિક્કાના જ હમીદ વાઘેર, મમુડો વાઘેર ઉર્ફે પાતળો, અભલા વાઘેર તથા એક અજાણ્યા શખ્સે રોકી ગાળો ભાંડી ઢીકાપાટુ વડે માર માર્યાે હતો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની યાકુબભાઈએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ખાખીનગરની શેરી નં.૧માં રહેતા સુખદેવભાઈ જીવણભાઈ અસ્વાર નામના રાજ્યગોર બ્રાહ્મણ યુવકના ફઈના દીકરીએ પાંચેક વર્ષ પહેલા ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના પ્રકાશ શામજીભાઈ મથ્થર સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે બાબત યુવતીના પરિવારને પસંદ નહીં પડતા તે જે વખતે બોલાચાલી થઈ હતી જેની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ બાબતનો ખાર રાખી ગઈકાલે બપોરે સુખદેવભાઈ જ્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર એરપોર્ટ રોડ પર નવી આરટીઓ કચેરી પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને પ્રકાશ, મીઠાપુરના હિતેશ હમીરભાઈ મથ્થર, કપિલ હમીરભાઈ તથા જામનગરના વિરમ પેથાભાઈ અસ્વારે રોકી પાઈપ, ઢીકાપાટુ વડે માર માર્યાે હતો.

જામનગર તાલુકાના જીવાપર ગામમાં ઈંટનો ભઠ્ઠો ચલાવતા હરીભાઈ ખીમાભાઈ કટારિયા નામના આસામીના કામ પર રહેલા મજૂરો કોઈ બાબતથી નારાજ થઈ કામ છોડી ચાલ્યા જતાં હરીભાઈ કાળઝાળ થઈ ગયા હતા. તેઓએ જીવાપરમાં જ ઈંટોનો ભઠ્ઠો ચલાવતા દાનાભાઈ ગાગાભાઈ પરમારને રોકી તે મારા મજૂરોને ભગાડી મૂક્યા છે તેમ કહી બોલાચાલી શરૃ કરી હતી અને પોતાની પાસે રહેલો ધોકો ઉગામ્યો હતો. આ વેળાએ વચ્ચે પડેલા દાનાભાઈના પરિવારના રાહુલ, વિજય, રસીલાબેન તથા નીતુ વચ્ચે પડતા તેઓને પણ ગાળો ભાંડવામાં આવી હતી અને ઈંટોના છૂટા ઘા કરાયા હતા.

જામનગરના નાગેશ્વર રોડ પર રહેતા સલીમ હુસેનભાઈ સમાના ભત્રીજીને નિકાહમાંથી છૂટી કરી દેવા માટે શનિવારે બપોરે વસીમ, ગફાર, જુસબ તથા અજાણ્યા શખ્સ સલીમભાઈના ઘર પાસે વાતચીત કરવા આવ્યા હતા. આ વેળાએ કોઈ બાબતે મામલો બિચકતા સલીમભાઈ અને તેમના બહેન પર ઉપરોકત ચારેય શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી માર માર્યાે હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription