જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં ચાર ફોજદારની બદલી

ખંભાળીયા તા. ૧૪ઃ ખંભાળીયાના પોલીસબેડામાં ફરજ બજાવતા ચાર પીએસઆઈની ગઈકાલે જિલ્લા પોલીસ વડાએ આંતરિક બદલી કરી છે. એસઓજીના ઈન્ચાર્જ પીઆઈને ટ્રાફિક શાખાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે એસઓજીમાં બે પીએસઆઈની નિયક્તિ કરવામાં આવી છે.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા ચાર પીએસઆઈની ગઈકાલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આંતરિક બદલી કરી છે. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ ડી.બી. ગોહિલને જિલ્લા ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સલાયામાં પીએસઆઈની ફરજ બજાવતા પી.એ. જાડેજાને એસપીના રીડર પીએસઆઈ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

એસઓજીમાં દ્વારકાના પીએસઆઈ એચ.આર. હેરભા તથા અગાઉ કમાન્ડો ટ્રેનીંગમાં ભાગ લઈ ચૂકેલા પીએસઆઈ એ.બી. પરમારની નિમણૂક કરવામાં આવી છે. સલાયામાં પીએસઆઈ મુંધવા તથા રીડર પીએસઆઈને કંટ્રોલ ઈન્ચાર્જનો હવાલો સોંપવામાં આવ્યો છે. અગાઉ ખંભાળીયા શહેર પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડી.બી. ગોહિલને ટ્રાફિક બ્રાંચ સોંપાતા જિલ્લાભરની ટ્રાફિક વ્યવસ્થા સુધરશે તેમ લાગી રહ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00