વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

વ્હીલ પ્લેટ સાથે ટ્રકમાંથી છટકેલા ટાયરે મહિલાને કરી નાખ્યું ફ્રેકચર

જામનગર તા.૧૨ ઃ જામનગરના મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં એક મહિલા પર ટ્રકમાંથી વ્હીલ પ્લેટ સાથે છટકેલું ટાયર આવી પડતા તેઓને ઈજા થઈ છે. જ્યારે મોડીરાત્રે દિ. પ્લોટ પાસે એક મોટરે તેના ચાલકના કાબૂ બહાર જઈ અકસ્માત સર્જયો છે. ઉપરાંત ખોડિયાર કોલોની પાસે સાયકલને મોટરે ઠોકર મારી છે.

જામનગરના મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા હંસાબેન પરસોત્તમભાઈ પરમાર નામના મહિલા પોતાના ઘર પાસેથી ચાલીને જતાં હતા ત્યારે બાજુમાંથી પસાર થયેલા જીજે-૧૦-ટીવી ૭૩૨૩ નંબરના ટ્રકમાંથી અચાનક જ એક ટાયર વ્હીલ પ્લેટ સાથે છટકીને હંસાબેન પર પડતા આ મહિલાને ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ છે. તેણીએ ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલમાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા લવજીભાઈ રઘુભાઈ હડિયલ નામના પ્રૌઢના પુત્ર નિલેશ તથા સંદીપ જીજે-૧૦-સીએસ ૪૪૧૮ નંબરના મોટરસાયકલમાં ગોકુલપુર ગામ પાસેથી જતાં હતા ત્યારે જીજે-૧૧-એએસ ૫૧૯૬ નંબરની મોટરે ઠોકર મારતા નિલેશ તથા સંદીપને ફ્રેકચર થઈ ગયા હતા. અકસ્માત સર્જી મોટર નાસી છૂટી હતી. લવજીભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ધરારનગર-૧માં રહેતા મામદ ઈસ્માઈલ સોઢા ગઈકાલે સવારે ખોડિયાર કોલોની રોડ પર સંતોષી માતાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને જીજે-૧-સીવાય ૭૭૭ નંબરની ઈનોવા મોટરે ઠોકર મારતા મામદભાઈને ઈજા થઈ છે.

જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮ પાસેથી ગઈરાત્રે પૂરઝડપે પસાર થયેલી જીજે-૧ર-એકે ૨૪૪૦ નંબરની ફોર્ડ ફીગો મોટરે તેના ચાલક રાજ જગદીશભાઈ ભાનુશાળીના કાબુ બહાર જઈ દીવાલ સાથે અકસ્માત સર્જતા પોલીસ દોડી ગઈ હતી. અકસ્માત સર્જી મોટરચાલક રાજ ભાનુશાળી નાસી ગયો હતો. પીએસઆઈ એમ.બી. ઝાલાએ ખુદ ફરિયાદી બની તેની સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription