કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ગર્ભવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર દ્વારા ગર્ભ સંસ્કાર અંગે નિઃશુલ્ક સેમિનાર

જામનગર તા. ૧રઃ ગર્ભ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર જામનગર તથા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીન્સ (જી.બી.એ.યુ.) દ્વારા તા. ૧૩.૧.ર૦૧૯ ને રવિવારે બપોરે ૩ કલાકે, આરામ હોટલ, પી.એમ. માર્ગ, ડો. કે.વી. સર્કલ પાસે, જામનગરમાં ગર્ભસંસ્કાર અંગેના ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગર્ભવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર જામનગરના સંરક્ષક તથા ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના પૂર્વ પ્રિન્સિપાલ ડો. હિતેષ જાનીના અધ્યક્ષસ્થાન હેઠળ યોજાનાર સેમિનારમાં ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીન્સ, અમદાવાદના ચેરમેન ડો. હસમુખ સોની અતિથિવિશેષ તરીકે તેમજ સખી ક્લબ-ર, જામનગરના  આઈ.પી.પી. ફાલ્ગુનીબેન કામદાર અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

સેમિનારમાં ગર્ભસંસ્કાર અને ઈન્ફર્ટીલીટી એક્સપર્ટ ડો. કરિશ્માબેન નારવાણી દ્વારા ગર્ભસંસ્કાર અંગેનું મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવશે.

સેમિનારનો લાભ લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે (મો. ૯૪૦૯૯ ૭૬૮૮૬, ૯૪ર૭ર ર૬૭૧૯) પર સંપર્ક સાધવા ગર્ભવિજ્ઞાન અનુસંધાન કેન્દ્રએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription