કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

બહેરા-મૂંગા બાળકોને સાંભળતા-બોલતા કરવા માટે વિનામૂલ્યે ઓપરેશનનું આયોજન

જામનગર તા. ૧પઃ જે બાળકો જન્મથી બોલી કે સાંભળી ન શકતા હોયા તેવા બાળકોને સાંભળતા અને બોલતા કરવા માટે લાયન્સ ક્લબ ઓફ જામનગર (ઈસ્ટ) દ્વારા ડો. વિનોદ ખંધાર (એમ.એસ., ઈ એન્ડ ટી) અમદાવાદ દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી આપવા માટેનો વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ૧ થી ૬ વર્ષની અંદરના આ પ્રકારના બાળકોના વાલીઓએ ડીસ્ટ્રીક્ટ ગવર્નર એમ.જે.એફ. લા. ચંદ્રકાંતભાઈ દફ્તરીને મો. ૯૮રપર ર૩૧૯૯ ઉપર બાળકના જન્મ તારીખનો દાખલો વોટ્સએપ કરવો. (ફોન કરવો નહીં જેની ખાસ નોંધ લેવા વિનંતી) તા. ર૭ એપ્રિલ પહેલા સંપર્ક કરવો.

આવા બાળકોનો સૌ પ્રથમ ઓટો એફોસ્ટિક એડમિશન ટેસ્ટ કરાવવા માટે નિદાન કેમ્પનું આયજન કરવામાં આવશે. ત્યારપછી ડોક્ટરોના અભિપ્રાય અનુસાર ઓપરેશન માટેની વ્યવસ્થા ક્લબ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત વિશેષ બાબત એ છે કે ડો. વિનોદ ખંધારે આ પ્રકારના ૭૦૦ થી વધુ બાળકોને સાંભળતા-બોલતા કરેલ છે જેનો અંદાજિત ખર્ચ ૪૯ કરોડ જેટલો થાય છે. તે ઓપરેશનો ડો. ખંધાર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. સેવાના આ મહાયજ્ઞ સમા ઓપરેશન કેમ્પમાં ગુજરાત સરકાર, સી.યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર (બધા જાતના રિપોર્ટ, દવાઓ વિ. માટે) સહભાગી થયેલ છે તેમજ ફ્રી સ્પીચ થેરાપી ઓડિયોલોજી એન્ટર્નસ, સુરેન્દ્રનગર દ્વારા કરાવવામાં આવશે.

વિશેષ માહિતી માટે અમરજીતસિંહ આહલુવાલિયા (મો. ૯૩ર૭૧ ૬ર૪૯૦) નો સંપર્ક કરવો. આ કમ્પનો લાભ લઈ, નાની ઉંમરના બાળકોને સાંભળતા-બોલતા કરવા માટે ગ્રુપના પ્રેસીડેન્ટ એસ.કે. ગર્ગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription