close

Apr 19, 2024
૧૪ એપ્રિલના ઈરાનના હુમલાનો બદલો લેવાનો પ્રારંભ? નવી દિલ્હી તા. ૧૯: ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવીને ધડાધડ મિસાઈલો ઝીંકી દેતા હડકંપ મચ્યો છે, અને આઈઆરજીસીએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે, જો કે ઈઝરાયેલે આને માત્ર વોર્નિંગ એટેક જ ગણાવ્યો છે. ઈરાન દ્વારા ઈઝરાયલ પર ૧૪ મી એપ્રિલે મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરાયા પછી હવે ઈઝરાયેલ તરફથી બદલો લેવાની શરૂઆત કરી દેવાઈ છે. તાજેતરના અહેવાલ અનુસાર ઈઝરાયેલ દ્વારા શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. મળતી માહિતી મુજબ ઈરાનની ન્યુક્લિયર સાઈટને ... વધુ વાંચો »

Apr 19, 2024
મણિપુરમાં ફાયરીંગ, છત્તીસગઢમાં ગ્રેનેડ બ્લાસ્ટ, કુચબિહારમાં હિંસાઃ કેટલાક રાજ્યોમાં તંગદિલીઃ તોડફોડ-પથ્થરમારોઃ કેટલાક લોકો ઈજાગ્રસ્ત નવી દિલ્હી તા. ૧૯: આજે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કેટલીક હિંસક ઘટનાઓ વચ્ચે બપોર સુધીમાં સરેરાશ ૪ર ટકા જેવું મતદાન નોંધાયું છે. લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ ચરણમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર લોકસભા બેઠકો પર આજે મતદાન થશે. પ્રથમ તબક્કાના મતદાનમાં મોદી સરકારના ૮ મંત્રીઓ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલની હારજીત ઈવીએમમાં કેદ થશે. આ ઉપરાંત પણ અનેક ... વધુ વાંચો »

Apr 19, 2024
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ૧૨-જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે પોતાનું નામાંકન પત્ર વિજય મુહૂર્તમાં રજૂ કર્યુ હતું. જામનગર જિલ્લા સેવા સદનમાં જિલ્લા સમાહર્તા અને લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી બી.કે. પંડયા સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યુ ત્યારે તેમની સાથે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી તથા પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા તથા સી.આર. જાડેજા ઉપસ્થિત ... વધુ વાંચો »

Apr 19, 2024
ઈઝરાયેલના ઈરાન પર એટેકથી ઈફેકટ મુંબઈ તા. ૧૯ : આજે શુક્રવારની સવારે શેરબજાર તૂટી હતી અને સેન્સેકસ ૬૭ર પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારોના ૩.૪ર લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરતાં વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો છે. પરિણામે શેરબજારો સતત પાંચમાં ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા છે. આજે સેન્સેકસ ઘટ્યા મથાળે ખૂલ્યા બાદ ૬૭ર.પ૩ પોઈન્ટ સુધી તૂટી ૬ર હજારની સપાટી ગુમાવી હતી. નિફટી પણ ૧ર૦ પોઈન્ટથી વધુ તૂટી ર૧૭૭૭.૬પ થયો ... વધુ વાંચો »

Apr 19, 2024
'ફિર એકબાર, મોદી સરકાર' અને 'અબ કી બાર ૪૦૦ પાર' ના જયઘોષ સાથે જામનગર તા. ૧૯: ૧૨-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ ઉમેદવારી પત્ર રજૂ કરે તેની પૂર્વ સંધ્યાએ ભાજપ દ્વારા ઓશવાળ સેન્ટરના મેદનામાં વિજય વિશ્વાસ સંમેલન તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન સભામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તેમજ રાજ્યના કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મૂળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ... વધુ વાંચો »

Apr 19, 2024
ભાજ૫ના ૧૨-જામનગર લોકસભા બેઠકના પૂનમબેન માડમના સમર્થનમાં ઓશવાળ સેન્ટરમાં 'વિજય વિશ્વાસ સંમેલન' પૂર્ણ થયા બાદ સેવા-સદન સુધી સરુ સેક્શન રોડ પર વિશાળ આશીર્વાદ રેલી યોજાઈ હતી. જેમા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, સહિતના આગેવાનો - કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Apr 19, 2024
શરદકુમાર કલ્યાણજી વસંત દાતા પરિવારનું સન્માનઃ માવન સેવાના યજ્ઞ સમાન યોજાયો રક્તદાન કેમ્પ જામનગર લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીના પારણાની નાત (સમૂહ જ્ઞાતિ ભોજન)નું આયોજન સાત રસ્તા સર્કલ પાસે 'અયોધ્યાનગરી' એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ પરંપરા પ્રમાણે જલારામ બાપા તેમજ રામ ભગવાનની આરતી અને માસ્તાન (ભૂદેવો)ને ભોજન કરાવવામાં આવ્યું હતં. ત્યાર પછી મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનોએ સહ પરિવાર ભોજન પ્રસાદીનો લાભ લીધો ... વધુ વાંચો »

Apr 19, 2024
જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેને ભર્યું ફોર્મ અમદાવાદ તા.૧૯: ત્રીજા તબક્કના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે અમિત શાહ, સી.આર. પાટિલ, પરેશ ધાનાણી, પૂનમબેન માડમ સહિતના દિગ્ગજોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ - કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. ... વધુ વાંચો »

Apr 19, 2024
વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ નવી દિલ્હી તા. ૧૯: ઈ.ડી.એ 'આપ'ના નેતા અમાનતુલ્લા ખાનની વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ઈ.ડી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ૯ કલાકની પૂછપરછ પછી ઈ.ડી.એ તેની ધરપકડ કરી હતી. સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગુરુવારે (૧૮ એપ્રિલ) ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની પૂછપરછ પછી ઈ.ડી.એ ... વધુ વાંચો »

Apr 19, 2024
વડોદરામાં ઈન્ટરલોકિંગના કારણે જામનગર તા. ૧૯ : વડોદરામાં ઈન્ટરલોકિંગની કામગીરીના કારણે જામનગરની ઈન્ટરસિટી ટ્રેન આંશિક રદ કરવામાં આવનાર છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા-ગૌરતપુરા સેકશનમાં આવેલ ગોડાજ સ્ટેશન પર ઈલેકટ્રોનિક ઈન્ટરલોકિંગની કામગીરીના કારણે ટ્રેન નં. રર૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી એકસપ્રેસ ટ્રેન તા. ર૧ ના અમદાવાદ સુધી જશે. તેવી જ રીતે વળતા તા. ર૧ ના આ ટ્રેન વડોદરાના બદલે અમદાવાદથી પરત ફરશે.   જો આપને  વધુ વાંચો »

Apr 19, 2024
ચાલુ વર્ષે સરેરાશ ૩ મિલિયનથી વધુ નવા ડીમેટ ખૂલે છે નવી દિલ્હી તા. ૧૯: ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા ૧પ કરોડને વટાવી ગઈ છે અને દર મહિને સરેરાશ ૩.૧ મિલિયન નવા ડીમેટ એકાઉન્ટસ ખોલવામાં આવ્યા છે. માર્ચમાં ૩૧.૪ લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. કુલ ખાતાઓની સંખ્યા ૧પ.૧ કરોડને વટાવી ગઈ છે. માર્ચ ર૦ર૪ માં ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા ૧પ.૧ કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ વધારો માર્ચ ર૦ર૪ માં ... વધુ વાંચો »

Apr 19, 2024
ગરમી ઘટીઃ એક જ દિવસમાં તાપમાન ૪.૪ ડીગ્રી ઘટ્યું: જામનગર તા. ૧૯: જામનગરમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૪.૪ ડીગ્રી સુધી નીચે સરકીને ૩પ.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો. જામનગરમાં ગુરુવારે તાપમાનનો પારો ૪૦ ડીગ્રીએ પહોંચી જતા પ્રજાજનોએ અંગ દઝાડતા આકરા તાપનો અનુભવ કર્યો હતો. અસહ્ય ગરમીથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં, પરંતુ આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ... વધુ વાંચો »

Apr 19, 2024
આર. હરિકુમાર પાસેથી ૩૦ એપ્રિલે સંભાળશે પદભાર નવી દિલ્હી તા. ૧૯ : નૌકાદળના નવા નિમાયેલા પ્રમુખ, દિનેશ ત્રિપાઠી ૩૦ એપ્રિલથી પદભાર સંભાળશે. નૌકાદળના નવા પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીની નિમણૂક કરી દેવામાં આવી છે. હવે તેઓ ૩૦ એપ્રિલે તેમનો નવો પદભાર સંભાળશે. એ જ દિવસે વર્તમાન નેવી ચીફ આર. હરિ કુમાર નિવૃત્ત થશે. વાઈસ એડમિરલ ત્રિપાઠી હાલમાં નૌકાદળના ઉપપ્રમુખ છે. તેમની ૪૦ વર્ષની લાંબી કારકિર્દીમાં ત્રિપાઠીએ ... વધુ વાંચો »

Apr 19, 2024
કોઈએ છરી હુલાવી કે પોતે જ છરીનો ઘા માર્યાે? ખંભાળિયા તા. ૧૯: પોરબંંદરના એક શખ્સને ૨૦ વર્ષની કેદની સજા પડ્યા પછી તેના પત્ની કલ્યાણપુરના ખીરસરા ગામમાં રહેવા આવી ગયા હતા. હાલમાં પેરોલ પર મુક્ત થયેલા આ શખ્સને તેની જાણ થતાં ખીરસરા આવી તેણે ધમાલ મચાવી હતી. ત્યારપછી ગઈકાલે રાત્રે તેને છરી હુલાવેલી હાલતમાં લોહીલુહાણ પરિસ્થિતિમાં વધુ સારવાર માટે જામનગર ખસેડાયો છે. બનાવની કલ્યાણપુર પોલીસે તપાસ શરૂ કરી છે. પોરબંદરના દિનેશ ... વધુ વાંચો »

Apr 19, 2024
સામેથી આવતા વાહનની લાઈટથી અંજાયા પછી અકસ્માતઃ જામનગર તા. ૧૯: જામનગરના ખંભાળિયા બાયપાસથી લાલપુર બાયપાસ વચ્ચે બુધવારે રાત્રે એક ડબલ સવારી બાઈક સામેથી આવતા વાહનની લાઈટના કારણે ચાલકની આંખો અંજાઈ જતાં સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને બાઈક ચલાવી રહેલા યુવાનને ઈજા થઈ છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઈદ મસ્જિદ રોડ પર રહેતા આદિલભાઈ લંઘા (ઉ.વ.૧૯) તથા તેનો મિત્ર સાહિલ જુસબભાઈ કુંગડા બુધવારે રાત્રે આદિલના ... વધુ વાંચો »

Apr 19, 2024
બેડના બે શખ્સ સામે મહિલાએ કરી ફરિયાદઃ જામનગર તા. ૧૯: જામનગર નજીકના બેડમાં બુધવારે રામમંદિર પાસે ભરાયેલા મેળામાં કટલેરીનો વેપાર કરવા ગયેલા નગરના દંપતીમાંથી પતિ પર બે શખ્સે લાકડી, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલા નાના આશા૫ુરા મંદિર પાસે રહેતા અને કટલેરીનો વ્યાપાર કરતા નીતિન હસમુખભાઈ ભટ્ટી તથા તેમના પત્ની ચાંદનીબેન બુધવારે જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામમાં રામમંદિર પાસે ભરાયેલા રામ નવમીના ... વધુ વાંચો »

Apr 19, 2024
જમીનના કાગળમાં સહીના પ્રશ્ને મહિલાને મારઃ જામનગર તા. ૧૯: જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં ગઈકાલે બપોરે એક યુવાન પર અગાઉ એક મોટર સળગાવી હોવાની શંકાથી ચાર શખ્સે પાઈપથી હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જ્યારે જમીન વેચાતી આપવાના કાગળમાં સહી કેમ નથી કરતા તેમ કહી એક મહિલાને ત્રણ શખ્સ અને બે મહિલાએ માર માર્યાે હતો. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી ન્યુ આરામ કોલોનીમાં રહેતા સુરેન્દ્રસિંહ નવલસિંહ જેઠવા ઉર્ફે શક્તિ નામના યુવાનને ... વધુ વાંચો »

Apr 19, 2024
ઠેબા બાયપાસ પાસે મોટરમાંથી ૮૦૦ લીટર દેશી ઝબ્બેઃ જામનગર તા. ૧૯: જામજોધપુરના મેલાણ ગામમાં એક મકાનમાંથી પોલીસે દારૂની નાની મોટી છ બોટલ પકડી પાડી છે. ધ્રોલમાંથી બોટલ સાથે એક પકડાયો છે. બેડ ટોલનાકા પર એક મોટરમાંથી ઠંડાપીણાની બોટલમાં દારૂ ભરીને જતાં પોરબંદરના બે શખ્સ મળી આવ્યા છે અને ઠેબા બાયપાસ પાસે મોટરમાંથી ૮૦૦ લીટર દેશી દારૂ ઝડપાઈ ગયો છે. જામજોધ૫ુર તાલુકાના મેલાણ ગામમાં આવેલા દેવાભાઈ લખમણભાઈ હુણ નામના શખ્સના મકાનમાં ... વધુ વાંચો »

Apr 19, 2024
જામનગર તા. ૧૯: જામનગરના વૈશાલીનગરમાં રહેતા એક વિદ્યાર્થિનીને અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ વિદ્યાર્થિનીએ ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના બેડેશ્વર વિસ્તાર પાસે આવેલી વૈશાલી નગરની શેરી નં.૩માં રહેતા પ્રવીણભાઈ ટકુભાઈ રાઠોડ નામના પ્રૌઢની ૧૯ વર્ષની પુત્રી ભૂમિકાએ ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીને નીચે ઉતારી પરિવારજનોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડી ... વધુ વાંચો »

Apr 19, 2024
બનાવ સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયોઃ જામનગર તા. ૧૯: જોડિયાના તારાણા ગામથી આમરણ તરફ જવાના માર્ગ પર બુધવારની રાત્રે એક યુવાનની બે શખ્સે કરપીણ હત્યા કરી નાખી છે. પોતાની વાડી તરફ જતા આ યુવાનના મોટાભાઈની હોટલ પાછળ કોઈ હિલચાલ તેઓએ જોયા પછી આરોપીઓને પડકારાતા તેમના પર હિચકારો હુમલો થયાનું અનુમાન કરવામાં આવ્યું છે. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધ્યો છે. જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નિમુભા જાડેજા (ઉ.વ.૪૦) ... વધુ વાંચો »

Apr 19, 2024
સમગ્ર રોડ પર મુકવામાં આવેલી લાઈટો થઈ ગુલઃ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક ડિવાઈડર પર લગાડવામાં આવેલા સ્ટ્રીટ લાઈટના થાંભલામાં ગઈકાલે રાત્રે કોઈ કારણથી આગ ભભૂકી હતી. બંને તરફથી વાહનોની અવરજવર વચ્ચે થાંભલામાંથી આગની લપેટો જોવા મળી હતી. આ રોડની તમામ લાઈટો ગુલ થઈ ગઈ હતી.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Apr 19, 2024
સાબરમતી તથા સુરતની જેલમાં ધકેલી દેતી એલસીબીઃ જામનગર તા. ૧૯: જામનગરના એક શખ્સ સામે દારૂબંધી ભંગના સાત ગુન્હા અને બીજા શખ્સ સામે બે ગુન્હા નોંધાયેલા હતા. બંને સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી તેને મંજૂરી મળતા એલસીબીએ એક શખ્સને સાબરમતી જેલમાં તથા બીજાને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે. જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ કે દારૂબંધી ભંગની પ્રવૃત્તિ આચરતા શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબીના ... વધુ વાંચો »

Apr 19, 2024
શેઢા પાડોશી વૃદ્ધે પોલીસમાં કરી ફરિયાદઃ જામનગર તા. ૧૯: લાલપુરના પીપરટોડા ગામમાં એક શખ્સ પોતાના ખેતરમાં પાણી નિકાસ માટે ખાડા ખોદી માટી ઠાલવતો હોવાનું જણાઈ આવતા શેઢા પાડોશી વૃદ્ધે તેમ કરવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા શખ્સે તે વૃદ્ધ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જામનગરના મેહુલનગર રોડ સિદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા જમનભાઈ માયાભાઈ ચોવટીયા નામના વૃદ્ધ લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં આવેલી પોતાની ખેતીની જમીન પર ગઈકાલે ... વધુ વાંચો »

Apr 19, 2024
પત્નીએ પ્રવાહી પી લીધુઃ જામનગર તા. ૧૯: જામનગરના બેડી વિસ્તારમાં રહેતા પતિ તથા અન્ય મહિલા સામે નગરના પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં તેણીને ત્રાસ અપાતો હતો અને મારકૂટ કરાતા તેણીએ પ્રવાહી પી લેતા સારવારમાં ખસેડાયા છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે મિયાણાવાસમાં રહેતા આબીદ ઈકબાલભાઈ સોઢા તથા મુમતાઝ નામની યુવતી સામે નસીમબેન સોઢાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ પતિ ... વધુ વાંચો »

Apr 19, 2024
ઘરના ફળીયામાં કરડ્યું જનાવરઃ જામનગર તા. ૧૯: લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં એક યુવતીને ગઈકાલે સાંજે ઘરના ફળીયામાં કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. લાલ૫ુર તાલુકાના રીંઝપર ગામમાં રહેતા અરજણભાઈ પૂનાભાઈ દેદા નામના પ્રૌઢની અઢાર વર્ષની પુત્રી રશ્મીલાબેન ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે ફળીયામાં તેઓને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. તેની જાણ થતાં યુવતીને સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી. તે પહેલાં રશ્મીલાબેનનું મૃત્યુ ... વધુ વાંચો »

Apr 19, 2024
૩૭૦૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજેઃ જામનગર તા. ૧૯: ભાણવડના બરડા ડુંગરમાં ખડાનેસ પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ગઈકાલે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ૩૭૦૦ લીટર આથો, ૪૩૦ લીટર તૈયાર દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. ભઠ્ઠીનો સંચાલક ઘુમલી ગામનો શખ્સ નાસી ગયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બરડા ડુંગરમાં ખડાનેસ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી પરથી ગઈકાલે પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે ... વધુ વાંચો »

Apr 19, 2024
ચેકની રકમ દંડપેટે ભરવા આદેશઃ જામનગર તા. ૧૯: જામનગરના એક એડવોકેટે પોતાની બાકી રહેતી ફી માટે અસીલ પાસેથી ચેક મેળવ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. જામનગરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા અમિત પરમાર વકીલ દરજ્જે જયેશ ઉર્ફે જયલો પ્રવીણભાઈ તન્નાના ફોજદારી કેસ લડતા હતા. તેમાંથી મોટાભાગના કેસ અમિત પરમારે પૂર્ણ કરાવ્યા હતા ... વધુ વાંચો »

Apr 19, 2024
એક વર્ષની સજા અને રૂ.૬ લાખનો દંડ ફટકાર્યાે: જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ પોતાના મિત્ર પાસેથી રૂ.૬ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ થઈ હતી. અદાલતે આરોપીને બાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. જામનગરમાં રહેતા મેરૂભાઈ માલદેભાઈ ચેતરીયા નામના આસામીએ પોતાના મિત્ર જયદી૫સિંહ નવલસિંહ રાઠોડને રૂ.૬ લાખ હાથઉછીના આપ્યા હતા. તેની પરત ચૂકવણી માટે મેરૂભાઈને બે ચેક આપ્યા ... વધુ વાંચો »

Apr 19, 2024
પશુઓને છાયડામાં રાખોઃ પૂરતા પ્રમાણમાં પાણી આપોઃ જામનગર તા. ૧૯: ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતા પશુ-પક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. ખેડૂતોએ ઊભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવું જોઈએ. પાક વિકાસની મહત્ત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો ... વધુ વાંચો »

Apr 19, 2024
મુસાફરોની સુવિધા અર્થે વિશેષ ભાડા ઉપર રાજકોટ તા. ૧૯: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. જેમાં ટ્રેન નંબર ૦૯પર૩ ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ર૩ એપ્રિલ ર૦ર૪ થી રપ જૂન ર૦ર૪ સુધી દર મંગળવારે સવારે ૧૦ કલાકે ઓખાથી ઉપડશે, તે જ દિવસે ૧૪.૪૦ કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે સવારે ૧૦.ર૦ કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પર૪ દિલ્હી સરાય રોહિલા-ઓખા સ્પેશિયલ ર૪ એપ્રિલ  થી ર૬ જૂન ર૦ર૪ દરમિયાન દર ... વધુ વાંચો »

Apr 19, 2024
જિલ્લા મેજિસ્ટ્રેટના સુધારા હુકમ અનુસાર જામનગર તા. ૧૯: જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત ફરજ માટે નિમાયેલા ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની નિમણૂકમાં સુધારા હુકમ જાહેર કરાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ ના અનુસંધાને ૧ર જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ પ વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચીન અધિકારી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકાર તરફથી ચૂંટણીવિષયક કામગીરી સોંપવામાં આવી ... વધુ વાંચો »

Apr 19, 2024
આજે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસઃ કાલે થશે ચકાસણી જામનગર તા. ૧૯: જામનગરમાં ગઈકાલે વધુ છ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. આમ ૧૭ ઉમેવારોએ ગઈ સાંજ સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલ સુધીમાં ૧૧ ફોર્મ ભરાયા હતાં, જ્યારે ગઈકાલે વધુ છ ફોર્મ ભરાતા કુલ ૧૭ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ગઈકાલે જે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી તેમાં પરમાર ભૂરાલાલ મેઘજીભાઈ ... વધુ વાંચો »

Apr 19, 2024
રાજકોટ તા. ૧૯: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ-બરૌની (બિહાર રાજ્ય) અને રાજકોટ-મહાબૂબનગર (તેલંગાણા રાજ્ય) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૦૯પ૬૯ રાજકોટ-બરૌની સ્પેશિયલ રાજકોટથી ર૬ એપ્રિલ ર૦ર૪ થી ર૮ જૂન ર૦ર૪ સુધી દર શુક્રવારે રાજકોટથી ૧ર.પ૦ કલાકે ઉપડશે અને રવિવારે ૩.૩૦ કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૭૦ બરૌની-રાજકોટ સ્પેશિયલ ર૮ એપ્રિલ ર૦ર૪ થી ૩૦ જૂન ર૦ર૪ દરમિયાન દર રવિવારે બરૌનીથી ૧૩.૪પ ... વધુ વાંચો »

Apr 19, 2024
મતદારોમાં વધુ મતદાન માટે જાગૃતિ લાવવાના હેતુથી ખંભાળીયા રેવન્યુ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, બીએલઓ દ્વારા આહિર સમાજની ખજુરીયા ગામે યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં મતદાન આમંત્રણ પત્રિકાઓ શ્રોતાઓને આપીને મતદાન કરવા અનુરોધ કરાયો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Apr 19, 2024
જામનગર દલિત સમાજે સીએમને પત્ર લખ્યોઃ જામનગર તા. ૧૯ : રાજકોટમાં પોલીસ કર્મચારી દ્વારા માર મારતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની સીટીંગ જજ પાસે તપાસની કરાવવાની માંગ સાથે જામનગરમાં સમસ્ત દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીને ઉદેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગર કલેકટરને પાઠવાયું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે, રાજકોટના આંબેડકરનગરમાં રહેતા હમીર (ગોપાલ) દેવજીભાઈ રાઠોડને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવતા તેનું ... વધુ વાંચો »

Apr 19, 2024
જામનગરમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે રામનવમી નિમિત્તે રાજા મેલડી ગ્રુપ જામનગર દ્વારા દિગ્વિજય પ્લોટ પ૮થી વિશેષ માહોલ સાથે મહાબલી હનુમાન સાથે રામસવારી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રાને જામનગરના ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તથા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. સમગ્ર વિસ્તાર ભગવાન શ્રીરામના નામમાં લીન થયો હતો. આ રામ સવારી પ૮ દિગ્વીજય પ્લોટમાંથી પસાર થઈ મુખ્ય શોભાયાત્રામાં જોડાઈ હતી. આયોજકો દ્વારા ઈન્દોરથી ખાસ ... વધુ વાંચો »

Apr 19, 2024
બેડી લોહાણા સમાજના વિલિનિકરણને સમગ્ર સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ દ્વારા આવકારઃ જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન અને અનેક વિધ જ્ઞાતિ સંગઠન સમાજના ઉત્તરોત્તર વિકાસમાં જોડાયેલા છે. શહેરના લોહાણા સમાજની આ વિકાસ યાત્રા વધુ આગળ વધી અને વિશિષ્ટ સંગઠનો સમાજની એક્તા માટે જોડાવવા તત્પર બન્યા છે. જામનગરની ભાગોળે બેડીમાં લોહાણા સમાજના અનેક પરિવારો વસે છે, પરંતુ વ્યવસાય અને અભ્યાસ માટે જામનગરમાં સ્થાયી થઈ રહ્યા છે. ... વધુ વાંચો »

Apr 19, 2024
ખંભાળીયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લાના આર.એ.સી. ભૂપેશ જોટણીયા, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી પટેલ, ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૂ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો ચલાવાય છે. જેમાં સલાયામાં માછીમાર ભાઈ-બહેનો માટે મતદાર જાગૃતિ અંગે નાટકનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક તળપદી ભાષામાં સંવાદો સાથે નાટક યોજીને મતદારોને મતદાન કરવા જાગૃત થવા માટે સમજાવવામાં આવ્યા હતાં. સંવાદો અભિનય સાથે નાટક નિહાળવા ... વધુ વાંચો »

Apr 19, 2024
ગુજરાતના ૬ આરોગ્ય કેન્દ્રોને મળ્યા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ ખંભાળીયા તા. ૧૯: તાજેતરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્યની કામગીરીમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતના ૬ આરોગ્યકેન્દ્રોને નેશનલ એવોર્ડથી સન્માનીત કરાયા હતાં. જેમાં સૌથી વધુ સુવિધા સાથે સૌથી વધુ ગુણ ખંભાળીયાના કેશોદ ગ્રામ પંચાયતના આરોગ્ય કેન્દ્રએ મેળવીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગામના સરપંચ તથા તેમની ટીમ તથા આરોગ્ય ટીમની સહિયારી કામગીરી સફળ થઈ છે. કેશોદ ગ્રામ પંચાયતે ... વધુ વાંચો »

Apr 19, 2024
પડાણા, ઝાંખર અને સિંગચમાં આરોગ્ય શાખાનું ચેકીંગઃ જામનગર તા. ૧૯: જામનગર જિલ્લાના પડાણા, ઝાંખર, સિંગચ ગામમાં શાળાની ૧૦૦ મીટર વિસ્તારમાં તમાકુ બનાવટની વસ્તુ વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેને વેચાણ કરવા અંગે જિલ્લા પંચાયતની ચેકીંગ ટીમ દ્વારા ૧૭ કેસ કરવામાં આવ્યા હતાં અને દંડનીય વસુલાત કરવામાં આવી હતી. જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના મોનીટરીંગમાં ... વધુ વાંચો »

Apr 19, 2024
તા. ૧૮ થી બુકીંગ થયું શરૃઃ જામનગર તા. ૧૯: પશ્ચિમ રેલવે દ્વારા, ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન લંબાવવાનો નિર્ણય લીધો છે. ૦૯પર૦ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પે. તા. ર૪ જુન ર૪ સુધી લંબાવવામાં આવી તેમજ વળતા ૦૯પ૧૯ મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પે. ટ્રેનના ર૮ જુન ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન માટેનું બુકિંગ ૧૮-૪-ર૪ થી શરૂ થયું છે.   જો આપને આ  વધુ વાંચો »

Apr 19, 2024
ચૈત્રીમાસની શાશ્વતી આયંબીલ ઓળીની ઉજવણીઃ જામનગર તા. ૧૮ : સ્થાનકવાસી જૈન સંઘ - ચાંદી બજાર- જામનગરના આંગણે સંવત ર૦૮૦ ના ચૈત્ર માસની શાશ્વતી આયંબીલ ઓળી ગોંડલ સંપ્રદાયના પ.પૂ.બા.બ્ર. રાજેશમુની મ.સા. તથા પ.પૂ. હર્ષમુની મ.સા.ના સાનિધ્યમાં તા. ૧પ-૪-ર૪ થી શાતાકારી રીતે ઉજવાઈ રહેલ છે. આ ઓળી કરાવવાનું સદ્દભાગ્ય સ્વ. નવિનચંદ્ર ધરમશીભાઈ શાહની પુણ્ય સ્મૃતિ નિમિત્તે અનસૂયાબેન નવિનચંદ્ર શાહને સાંપડેલ છે. દૈનિક આશરે ૧૦૦-૧૧૦ ઉપરાંત તપશ્વીઓને આયંબીલ કરાવવાનો લાભ દાતા પરિવારને મળે છે. વધુ વાંચો »

Apr 19, 2024
આગામી રવિવાર તા. ર૧ ના મહાવીર જયંતિ નિમિત્તે જામનગર તા. ૧૯ : શ્રી જામનગર દશા શ્રીમળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્યો પરિવાર માટેનું તા. ર૧-૪-ર૪ ને રવિવારના શ્રી મહાવીર જયંતીના પ્રસંગે બપોરે ૧ર થી ર પ્રિતી ભોજનનું આયોજન દાતા શ્રી સ્વ. દલસુખલાલ મોહનલાલ મહેતાના પુણ્ય સ્મરણાર્થે હ. શ્રીમતી જયશ્રીબેન દલસુખલાલ મહેતા પરિવાર તરફથી કાયમી પ્રીતિ ભોજનનું આયોજન અમારી ઉપરોકત લાણી સંસ્થાની વાડીમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જ્ઞાતિના સભ્ય પરિવારને સહકુટુંબ સમયસર પ્રીતિ ભોજનમાં ... વધુ વાંચો »

Apr 19, 2024
આગામી તા. ર૬ એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૯: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ર૬/૪ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા અલ્પાબેન ... વધુ વાંચો »

Apr 19, 2024
સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... આર્થિક આંકડાઓમાં મજબૂતી સાથે કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પોઝિટીવ રહેવાના આશાવાદ સાથે આજરોજથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થવા જઈ રહ્યું ત્યારે વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં ગઈકાલે રોકાણકારોએ નીચા મથાળે ખરીદી કરતા શરૂઆતી તબક્કામાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે વૈશ્વિક સ્તરે ઈરાન દ્વારા ગત સપ્તાહના અંતે ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરવાના કરેલા નિર્ધાર અને અમેરિકા, યુરોપના દેશોના યુદ્વને વકરતું અટકાવવાના પ્રયાસો વિફળ નીવડી રહ્યા હોઈ બન્ને દેશો વચ્ચે યુદ્વ થવાના સંકેતે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં સત ત ચોથા ટ્રેડીંગ દિવસે ફંડોએ ... વધુ વાંચો »

Apr 19, 2024
૧૪ એપ્રિલના ઈરાનના હુમલાનો બદલો લેવાનો પ્રારંભ? નવી દિલ્હી તા. ૧૯: ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવીને ધડાધડ મિસાઈલો ઝીંકી દેતા હડકંપ મચ્યો છે, અને આઈઆરજીસીએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે, જો કે ઈઝરાયેલે આને માત્ર વોર્નિંગ એટેક જ ગણાવ્યો છે. ઈરાન દ્વારા ઈઝરાયલ પર ૧૪ મી એપ્રિલે મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરાયા પછી હવે ઈઝરાયેલ તરફથી બદલો લેવાની શરૂઆત કરી દેવાઈ છે. તાજેતરના અહેવાલ અનુસાર ઈઝરાયેલ દ્વારા શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. મળતી માહિતી મુજબ ઈરાનની ન્યુક્લિયર સાઈટને નિશાન બનાવીને ઈઝરાયેલને ધડાધડ મિસાઈલો ઝીંકી હતી. જેમાંથી ત્રણ મિસાઈલો આ પ્લાન્ટ સુધી પહોંચી ગઈ હોવાની માહિતી છે. હુમલો થતા ... વધુ વાંચો »

Apr 19, 2024
બેડી લોહાણા સમાજના વિલિનિકરણને સમગ્ર સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ દ્વારા આવકારઃ જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન અને અનેક વિધ જ્ઞાતિ સંગઠન સમાજના ઉત્તરોત્તર વિકાસમાં જોડાયેલા છે. શહેરના લોહાણા સમાજની આ વિકાસ યાત્રા વધુ આગળ વધી અને વિશિષ્ટ સંગઠનો સમાજની એક્તા માટે જોડાવવા તત્પર બન્યા છે. જામનગરની ભાગોળે બેડીમાં લોહાણા સમાજના અનેક પરિવારો વસે છે, પરંતુ વ્યવસાય અને અભ્યાસ માટે જામનગરમાં સ્થાયી થઈ રહ્યા છે. તેથી બેડી ગામના લોહાણા સમાજે બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલિનિકરણ કરવા મિટિંગ બોલાવી ઠરાવ કરવામાં આવ્યો હતો. તે ... વધુ વાંચો »

Apr 19, 2024
'ફિર એકબાર, મોદી સરકાર' અને 'અબ કી બાર ૪૦૦ પાર' ના જયઘોષ સાથે જામનગર તા. ૧૯: ૧૨-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ ઉમેદવારી પત્ર રજૂ કરે તેની પૂર્વ સંધ્યાએ ભાજપ દ્વારા ઓશવાળ સેન્ટરના મેદનામાં વિજય વિશ્વાસ સંમેલન તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન સભામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તેમજ રાજ્યના કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મૂળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, મેઘજીભાઈ ચાવડા, પબુભા માણેક, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, ... વધુ વાંચો »

Apr 19, 2024
કોઈએ છરી હુલાવી કે પોતે જ છરીનો ઘા માર્યાે? ખંભાળિયા તા. ૧૯: પોરબંંદરના એક શખ્સને ૨૦ વર્ષની કેદની સજા પડ્યા પછી તેના પત્ની કલ્યાણપુરના ખીરસરા ગામમાં રહેવા આવી ગયા હતા. હાલમાં પેરોલ પર મુક્ત થયેલા આ શખ્સને તેની જાણ થતાં ખીરસરા આવી તેણે ધમાલ મચાવી હતી. ત્યારપછી ગઈકાલે રાત્રે તેને છરી હુલાવેલી હાલતમાં લોહીલુહાણ પરિસ્થિતિમાં વધુ સારવાર માટે જામનગર ખસેડાયો છે. બનાવની કલ્યાણપુર પોલીસે તપાસ શરૂ કરી છે. પોરબંદરના દિનેશ હરીશભાઈ નામના દલિત યુવાન સામે પોરબંદરમાં થોડા સમય પહેલાં આઈપીસી ૩૭૬ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે આરોપીને તક્સીરવાન ... વધુ વાંચો »

Apr 19, 2024
જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેને ભર્યું ફોર્મ અમદાવાદ તા.૧૯: ત્રીજા તબક્કના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે અમિત શાહ, સી.આર. પાટિલ, પરેશ ધાનાણી, પૂનમબેન માડમ સહિતના દિગ્ગજોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ - કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટિલ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ જેવા દિગ્ગજોએ ઉમેદવારી નોંધાવી છે. વધુ વાંચો »

Apr 19, 2024
રામ જન્મોત્સવ સંપન્ન થયો અને આજથી લોકતંત્રનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. જામનગરમાં ગઈકાલે સાંજના સમયે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોના અલગ-અલગ સ્થળે આયોજનો થયા હતા, અને તેના સંદર્ભે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આ દરમિયાન કેટલાક મુખ્ય માર્ગો તથા સર્કલો નજીક ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં, અને થોડા સમય માટે તો તંત્રોએ પણ હડિયાપટ્ટી કરવી પડી હતી. આજે લોકતંત્રનો મહોત્સવ શરૂ થયો છે અને પહેલા તબક્કામાં ૧૦ર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ત્રીજા તબક્કા માટે આજે જામનગરના ભાજપના ઉમેદવારના નામાંકન પછી હવે હાલારમાં ચૂંટણી પ્રચાર વધુ વેગ પકડશે. કોંગ્રેસના ઉમેદવાર આ પહેલા - ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે. ... વધુ વાંચો »

Apr 19, 2024
મણિપુરમાં ફાયરીંગ, છત્તીસગઢમાં ગ્રેનેડ બ્લાસ્ટ, કુચબિહારમાં હિંસાઃ કેટલાક રાજ્યોમાં તંગદિલીઃ તોડફોડ-પથ્થરમારોઃ કેટલાક લોકો ઈજાગ્રસ્ત નવી દિલ્હી તા. ૧૯: આજે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કેટલીક હિંસક ઘટનાઓ વચ્ચે બપોર સુધીમાં સરેરાશ ૪ર ટકા જેવું મતદાન નોંધાયું છે. લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ ચરણમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર લોકસભા બેઠકો પર આજે મતદાન થશે. પ્રથમ તબક્કાના મતદાનમાં મોદી સરકારના ૮ મંત્રીઓ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલની હારજીત ઈવીએમમાં કેદ થશે. આ ઉપરાંત પણ અનેક વીઆઈપી બેઠકો એવી છે જેના પર લોકોની નજરો ટકેલી છે. મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે. આજે ... વધુ વાંચો »

Apr 19, 2024
શરદકુમાર કલ્યાણજી વસંત દાતા પરિવારનું સન્માનઃ માવન સેવાના યજ્ઞ સમાન યોજાયો રક્તદાન કેમ્પ જામનગર લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીના પારણાની નાત (સમૂહ જ્ઞાતિ ભોજન)નું આયોજન સાત રસ્તા સર્કલ પાસે 'અયોધ્યાનગરી' એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ પરંપરા પ્રમાણે જલારામ બાપા તેમજ રામ ભગવાનની આરતી અને માસ્તાન (ભૂદેવો)ને ભોજન કરાવવામાં આવ્યું હતં. ત્યાર પછી મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનોએ સહ પરિવાર ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં રઘુવંશી અગ્રણી શરદકુમાર કલ્યાણજી વસંત દાતા પરિવારનું લોહાણા મહાજન તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. આ ... વધુ વાંચો »

Apr 19, 2024
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ૧૨-જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે પોતાનું નામાંકન પત્ર વિજય મુહૂર્તમાં રજૂ કર્યુ હતું. જામનગર જિલ્લા સેવા સદનમાં જિલ્લા સમાહર્તા અને લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી બી.કે. પંડયા સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યુ ત્યારે તેમની સાથે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી તથા પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા તથા સી.આર. જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં. નામાંકન ભરવાની પ્રક્રિયા પૂર્વે પૂનમબેન માડમે તેમના માતુશ્રી દીનાબેનના આશીર્વાદ લીધા હતાં. આ ઉપરાંત તેમના ભાજપ,  બહેનો સહિતના ... વધુ વાંચો »

Apr 19, 2024
બનાવ સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયોઃ જામનગર તા. ૧૯: જોડિયાના તારાણા ગામથી આમરણ તરફ જવાના માર્ગ પર બુધવારની રાત્રે એક યુવાનની બે શખ્સે કરપીણ હત્યા કરી નાખી છે. પોતાની વાડી તરફ જતા આ યુવાનના મોટાભાઈની હોટલ પાછળ કોઈ હિલચાલ તેઓએ જોયા પછી આરોપીઓને પડકારાતા તેમના પર હિચકારો હુમલો થયાનું અનુમાન કરવામાં આવ્યું છે. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધ્યો છે. જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નિમુભા જાડેજા (ઉ.વ.૪૦) નામના યુવાન બુધવારની રાત્રે સાડા બારેક વાગ્યે તારાણા ગામથી આમરણ તરફ જતા માર્ગ પર પોતાના મોટાભાઈ જગુભા ઉર્ફે જગતસિંહ નિમુભાની ... વધુ વાંચો »

Apr 19, 2024
આગામી તા. ર૬ એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૯: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ર૬/૪ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા અલ્પાબેન વસોયા મો. ૯૪૦૮૧ ૬૨૧૬૨ નો સંપર્ક કરવો.   જો આપને  વધુ વાંચો »

Apr 19, 2024
ચાલુ વર્ષે સરેરાશ ૩ મિલિયનથી વધુ નવા ડીમેટ ખૂલે છે નવી દિલ્હી તા. ૧૯: ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા ૧પ કરોડને વટાવી ગઈ છે અને દર મહિને સરેરાશ ૩.૧ મિલિયન નવા ડીમેટ એકાઉન્ટસ ખોલવામાં આવ્યા છે. માર્ચમાં ૩૧.૪ લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. કુલ ખાતાઓની સંખ્યા ૧પ.૧ કરોડને વટાવી ગઈ છે. માર્ચ ર૦ર૪ માં ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા ૧પ.૧ કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ વધારો માર્ચ ર૦ર૪ માં ૩૧ લાખ નવા ડીમેટ ખાતા ખોલવાને કારણે થયો છે. બ્રેકર્સના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ર૦ર૪ (એફવાયર૪)માં દર ... વધુ વાંચો »

Apr 19, 2024
ગરમી ઘટીઃ એક જ દિવસમાં તાપમાન ૪.૪ ડીગ્રી ઘટ્યું: જામનગર તા. ૧૯: જામનગરમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૪.૪ ડીગ્રી સુધી નીચે સરકીને ૩પ.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો. જામનગરમાં ગુરુવારે તાપમાનનો પારો ૪૦ ડીગ્રીએ પહોંચી જતા પ્રજાજનોએ અંગ દઝાડતા આકરા તાપનો અનુભવ કર્યો હતો. અસહ્ય ગરમીથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં, પરંતુ આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ૪.૪ ડીગ્રી સુધી નીચે શરકીને ૩પ.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં ... વધુ વાંચો »

Apr 19, 2024
બેડના બે શખ્સ સામે મહિલાએ કરી ફરિયાદઃ જામનગર તા. ૧૯: જામનગર નજીકના બેડમાં બુધવારે રામમંદિર પાસે ભરાયેલા મેળામાં કટલેરીનો વેપાર કરવા ગયેલા નગરના દંપતીમાંથી પતિ પર બે શખ્સે લાકડી, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલા નાના આશા૫ુરા મંદિર પાસે રહેતા અને કટલેરીનો વ્યાપાર કરતા નીતિન હસમુખભાઈ ભટ્ટી તથા તેમના પત્ની ચાંદનીબેન બુધવારે જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામમાં રામમંદિર પાસે ભરાયેલા રામ નવમીના મેળામાં વેપાર કરવા માટે ગયા હતા. આ દંપતીએ ત્યાં પોતાનો સ્ટોલ લગાવ્યો હતો. બુધવારે સાંજે તે સ્ટોલની ... વધુ વાંચો »

Apr 19, 2024
વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ નવી દિલ્હી તા. ૧૯: ઈ.ડી.એ 'આપ'ના નેતા અમાનતુલ્લા ખાનની વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ઈ.ડી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ૯ કલાકની પૂછપરછ પછી ઈ.ડી.એ તેની ધરપકડ કરી હતી. સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગુરુવારે (૧૮ એપ્રિલ) ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની પૂછપરછ પછી ઈ.ડી.એ તેની ધરપકડ કરી હતી. સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગુરુવારે (૧૮ એપ્રિલ) ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પૂછપરછ માટે ઈ.ડી. સમક્ષ હાજર થયા ... વધુ વાંચો »

Apr 19, 2024
ગુજરાતના ૬ આરોગ્ય કેન્દ્રોને મળ્યા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ ખંભાળીયા તા. ૧૯: તાજેતરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્યની કામગીરીમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતના ૬ આરોગ્યકેન્દ્રોને નેશનલ એવોર્ડથી સન્માનીત કરાયા હતાં. જેમાં સૌથી વધુ સુવિધા સાથે સૌથી વધુ ગુણ ખંભાળીયાના કેશોદ ગ્રામ પંચાયતના આરોગ્ય કેન્દ્રએ મેળવીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગામના સરપંચ તથા તેમની ટીમ તથા આરોગ્ય ટીમની સહિયારી કામગીરી સફળ થઈ છે. કેશોદ ગ્રામ પંચાયતે અગાઉ પણ ચાર વખત રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા હતાં. તથા તાજેતરમાં પ્રજાસત્તાક પર્વના દિલ્હી એવોર્ડમાં પણ ગ્રામ પંચાયતને આમંત્રણ મળ્યું ... વધુ વાંચો »

Apr 19, 2024
જમીનના કાગળમાં સહીના પ્રશ્ને મહિલાને મારઃ જામનગર તા. ૧૯: જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં ગઈકાલે બપોરે એક યુવાન પર અગાઉ એક મોટર સળગાવી હોવાની શંકાથી ચાર શખ્સે પાઈપથી હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જ્યારે જમીન વેચાતી આપવાના કાગળમાં સહી કેમ નથી કરતા તેમ કહી એક મહિલાને ત્રણ શખ્સ અને બે મહિલાએ માર માર્યાે હતો. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી ન્યુ આરામ કોલોનીમાં રહેતા સુરેન્દ્રસિંહ નવલસિંહ જેઠવા ઉર્ફે શક્તિ નામના યુવાનને ગઈકાલે બપોરે ખોડિયાર કોલોની વિસ્તારમાં હદુ ઝાલા, જયદીપ ઝાલા, વિક્કી કાપડી અને એક અજાણ્યા શખ્સે રોકી લીધો હતો. અગાઉ નીરૂ ... વધુ વાંચો »

Apr 19, 2024
આજે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસઃ કાલે થશે ચકાસણી જામનગર તા. ૧૯: જામનગરમાં ગઈકાલે વધુ છ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. આમ ૧૭ ઉમેવારોએ ગઈ સાંજ સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલ સુધીમાં ૧૧ ફોર્મ ભરાયા હતાં, જ્યારે ગઈકાલે વધુ છ ફોર્મ ભરાતા કુલ ૧૭ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ગઈકાલે જે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી તેમાં પરમાર ભૂરાલાલ મેઘજીભાઈ (અપક્ષ), હાલા નદિમભાઈ મામદભાઈ (અપક્ષ), ધુધા અલારખાભાઈ ઈશાકભાઈ (અપક્ષ), કણઝારિયા રણછોડભાઈ નારણભાઈ (વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી), મુંગરા પરેશભાઈ પરસોત્તમભાઈ ... વધુ વાંચો »

Apr 19, 2024
ચેકની રકમ દંડપેટે ભરવા આદેશઃ જામનગર તા. ૧૯: જામનગરના એક એડવોકેટે પોતાની બાકી રહેતી ફી માટે અસીલ પાસેથી ચેક મેળવ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. જામનગરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા અમિત પરમાર વકીલ દરજ્જે જયેશ ઉર્ફે જયલો પ્રવીણભાઈ તન્નાના ફોજદારી કેસ લડતા હતા. તેમાંથી મોટાભાગના કેસ અમિત પરમારે પૂર્ણ કરાવ્યા હતા તેઓને ફી પેટે આપવાની થતી રકમ અંગે જયેશ તન્નાએ ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે બેંકમાંથી પરત ... વધુ વાંચો »

Apr 19, 2024
જામનગર દલિત સમાજે સીએમને પત્ર લખ્યોઃ જામનગર તા. ૧૯ : રાજકોટમાં પોલીસ કર્મચારી દ્વારા માર મારતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની સીટીંગ જજ પાસે તપાસની કરાવવાની માંગ સાથે જામનગરમાં સમસ્ત દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીને ઉદેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગર કલેકટરને પાઠવાયું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે, રાજકોટના આંબેડકરનગરમાં રહેતા હમીર (ગોપાલ) દેવજીભાઈ રાઠોડને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવતા તેનું મૃત્યુ થયું હતું. આ કસ્ટોડિયલ ડેથના બનાવની તપાસ સીટીંગ જજ પાસે કરાવવામાં આવે, સીસીટીવી કેમેરાના ફુટેજ ... વધુ વાંચો »

Apr 19, 2024
ભાજ૫ના ૧૨-જામનગર લોકસભા બેઠકના પૂનમબેન માડમના સમર્થનમાં ઓશવાળ સેન્ટરમાં 'વિજય વિશ્વાસ સંમેલન' પૂર્ણ થયા બાદ સેવા-સદન સુધી સરુ સેક્શન રોડ પર વિશાળ આશીર્વાદ રેલી યોજાઈ હતી. જેમા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, સહિતના આગેવાનો - કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow ... વધુ વાંચો »

Apr 19, 2024
જામનગરમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે રામનવમી નિમિત્તે રાજા મેલડી ગ્રુપ જામનગર દ્વારા દિગ્વિજય પ્લોટ પ૮થી વિશેષ માહોલ સાથે મહાબલી હનુમાન સાથે રામસવારી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રાને જામનગરના ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તથા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. સમગ્ર વિસ્તાર ભગવાન શ્રીરામના નામમાં લીન થયો હતો. આ રામ સવારી પ૮ દિગ્વીજય પ્લોટમાંથી પસાર થઈ મુખ્ય શોભાયાત્રામાં જોડાઈ હતી. આયોજકો દ્વારા ઈન્દોરથી ખાસ મહાબલી હનુમાનજીને તેડાવ્યા હતાં. જે હનુમાનજીએ સમગ્ર રામસવારીમાં અનેક રંગ ભરી દીધા હતાં. નગરભ્રમણ કરતી રામસવારી જ્યારે ચાંદી બજારના ચોકમાં ... વધુ વાંચો »

Apr 19, 2024
આગામી રવિવાર તા. ર૧ ના મહાવીર જયંતિ નિમિત્તે જામનગર તા. ૧૯ : શ્રી જામનગર દશા શ્રીમળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્યો પરિવાર માટેનું તા. ર૧-૪-ર૪ ને રવિવારના શ્રી મહાવીર જયંતીના પ્રસંગે બપોરે ૧ર થી ર પ્રિતી ભોજનનું આયોજન દાતા શ્રી સ્વ. દલસુખલાલ મોહનલાલ મહેતાના પુણ્ય સ્મરણાર્થે હ. શ્રીમતી જયશ્રીબેન દલસુખલાલ મહેતા પરિવાર તરફથી કાયમી પ્રીતિ ભોજનનું આયોજન અમારી ઉપરોકત લાણી સંસ્થાની વાડીમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જ્ઞાતિના સભ્ય પરિવારને સહકુટુંબ સમયસર પ્રીતિ ભોજનમાં પધારવા માટે જ્ઞાતિ પ્રમુખ વિજયભાઈ શેઠ તથા મંત્રી અશ્વિનભાઈ વાઘજીયાણી તેમજ દાતા પરિવાર તરફથી જણાવાયું છે.   જો વધુ વાંચો »

Apr 19, 2024
ઠેબા બાયપાસ પાસે મોટરમાંથી ૮૦૦ લીટર દેશી ઝબ્બેઃ જામનગર તા. ૧૯: જામજોધપુરના મેલાણ ગામમાં એક મકાનમાંથી પોલીસે દારૂની નાની મોટી છ બોટલ પકડી પાડી છે. ધ્રોલમાંથી બોટલ સાથે એક પકડાયો છે. બેડ ટોલનાકા પર એક મોટરમાંથી ઠંડાપીણાની બોટલમાં દારૂ ભરીને જતાં પોરબંદરના બે શખ્સ મળી આવ્યા છે અને ઠેબા બાયપાસ પાસે મોટરમાંથી ૮૦૦ લીટર દેશી દારૂ ઝડપાઈ ગયો છે. જામજોધ૫ુર તાલુકાના મેલાણ ગામમાં આવેલા દેવાભાઈ લખમણભાઈ હુણ નામના શખ્સના મકાનમાં દારૂ પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેના મકાનમાં દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી અંગ્રેજી શરાબની ... વધુ વાંચો »

Apr 19, 2024
જામનગર તા. ૧૯: જામનગરના વૈશાલીનગરમાં રહેતા એક વિદ્યાર્થિનીને અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ વિદ્યાર્થિનીએ ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના બેડેશ્વર વિસ્તાર પાસે આવેલી વૈશાલી નગરની શેરી નં.૩માં રહેતા પ્રવીણભાઈ ટકુભાઈ રાઠોડ નામના પ્રૌઢની ૧૯ વર્ષની પુત્રી ભૂમિકાએ ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીને નીચે ઉતારી પરિવારજનોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલી જાહેર કરી હતી. પિતા પ્રવીણભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. ... વધુ વાંચો »

Apr 19, 2024
પડાણા, ઝાંખર અને સિંગચમાં આરોગ્ય શાખાનું ચેકીંગઃ જામનગર તા. ૧૯: જામનગર જિલ્લાના પડાણા, ઝાંખર, સિંગચ ગામમાં શાળાની ૧૦૦ મીટર વિસ્તારમાં તમાકુ બનાવટની વસ્તુ વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેને વેચાણ કરવા અંગે જિલ્લા પંચાયતની ચેકીંગ ટીમ દ્વારા ૧૭ કેસ કરવામાં આવ્યા હતાં અને દંડનીય વસુલાત કરવામાં આવી હતી. જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના મોનીટરીંગમાં લાલપુર તાલુકાના પડાણા પાટીયા થઈ ઝાંખર હાઈ-વે, ઝાંખર ગામ અને સિંગચ ગામમાં આવેલ દુકાનોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. વધુ વાંચો »

Apr 19, 2024
સાબરમતી તથા સુરતની જેલમાં ધકેલી દેતી એલસીબીઃ જામનગર તા. ૧૯: જામનગરના એક શખ્સ સામે દારૂબંધી ભંગના સાત ગુન્હા અને બીજા શખ્સ સામે બે ગુન્હા નોંધાયેલા હતા. બંને સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી તેને મંજૂરી મળતા એલસીબીએ એક શખ્સને સાબરમતી જેલમાં તથા બીજાને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે. જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ કે દારૂબંધી ભંગની પ્રવૃત્તિ આચરતા શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી પીએસઆઈ આર.કે. કરમટા તથા સ્ટાફના શરદ પરમાર, હીરેન વરણવા, સુરેશ માલકીયાએ દારૂબંધી ભંગની પ્રવૃત્તિ આચરતા મહેન્દ્ર ... વધુ વાંચો »

Apr 19, 2024
આર. હરિકુમાર પાસેથી ૩૦ એપ્રિલે સંભાળશે પદભાર નવી દિલ્હી તા. ૧૯ : નૌકાદળના નવા નિમાયેલા પ્રમુખ, દિનેશ ત્રિપાઠી ૩૦ એપ્રિલથી પદભાર સંભાળશે. નૌકાદળના નવા પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીની નિમણૂક કરી દેવામાં આવી છે. હવે તેઓ ૩૦ એપ્રિલે તેમનો નવો પદભાર સંભાળશે. એ જ દિવસે વર્તમાન નેવી ચીફ આર. હરિ કુમાર નિવૃત્ત થશે. વાઈસ એડમિરલ ત્રિપાઠી હાલમાં નૌકાદળના ઉપપ્રમુખ છે. તેમની ૪૦ વર્ષની લાંબી કારકિર્દીમાં ત્રિપાઠીએ ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. ૧પ મે ૧૯૬૪ ના જન્મેલા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી ૧ જુલાઈ ૧૯૮પ ના નેવીમાં જોડાયા ... વધુ વાંચો »

Apr 19, 2024
વડોદરામાં ઈન્ટરલોકિંગના કારણે જામનગર તા. ૧૯ : વડોદરામાં ઈન્ટરલોકિંગની કામગીરીના કારણે જામનગરની ઈન્ટરસિટી ટ્રેન આંશિક રદ કરવામાં આવનાર છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા-ગૌરતપુરા સેકશનમાં આવેલ ગોડાજ સ્ટેશન પર ઈલેકટ્રોનિક ઈન્ટરલોકિંગની કામગીરીના કારણે ટ્રેન નં. રર૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી એકસપ્રેસ ટ્રેન તા. ર૧ ના અમદાવાદ સુધી જશે. તેવી જ રીતે વળતા તા. ર૧ ના આ ટ્રેન વડોદરાના બદલે અમદાવાદથી પરત ફરશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Apr 19, 2024
રાજકોટ તા. ૧૯: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ-બરૌની (બિહાર રાજ્ય) અને રાજકોટ-મહાબૂબનગર (તેલંગાણા રાજ્ય) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૦૯પ૬૯ રાજકોટ-બરૌની સ્પેશિયલ રાજકોટથી ર૬ એપ્રિલ ર૦ર૪ થી ર૮ જૂન ર૦ર૪ સુધી દર શુક્રવારે રાજકોટથી ૧ર.પ૦ કલાકે ઉપડશે અને રવિવારે ૩.૩૦ કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૭૦ બરૌની-રાજકોટ સ્પેશિયલ ર૮ એપ્રિલ ર૦ર૪ થી ૩૦ જૂન ર૦ર૪ દરમિયાન દર રવિવારે બરૌનીથી ૧૩.૪પ કલાકે ઉપડશે અને મંગળવારે ૦પ.પ૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, ... વધુ વાંચો »

Apr 19, 2024
૩૭૦૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજેઃ જામનગર તા. ૧૯: ભાણવડના બરડા ડુંગરમાં ખડાનેસ પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ગઈકાલે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ૩૭૦૦ લીટર આથો, ૪૩૦ લીટર તૈયાર દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. ભઠ્ઠીનો સંચાલક ઘુમલી ગામનો શખ્સ નાસી ગયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બરડા ડુંગરમાં ખડાનેસ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી પરથી ગઈકાલે પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે પાણીના ઝરા પાસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ઘુમલી ગામની સીમમાં રહેતા ભરત ચનાભાઈ રબારી નામના શખ્સની ચાલુ ... વધુ વાંચો »

Apr 19, 2024
ચૈત્રીમાસની શાશ્વતી આયંબીલ ઓળીની ઉજવણીઃ જામનગર તા. ૧૮ : સ્થાનકવાસી જૈન સંઘ - ચાંદી બજાર- જામનગરના આંગણે સંવત ર૦૮૦ ના ચૈત્ર માસની શાશ્વતી આયંબીલ ઓળી ગોંડલ સંપ્રદાયના પ.પૂ.બા.બ્ર. રાજેશમુની મ.સા. તથા પ.પૂ. હર્ષમુની મ.સા.ના સાનિધ્યમાં તા. ૧પ-૪-ર૪ થી શાતાકારી રીતે ઉજવાઈ રહેલ છે. આ ઓળી કરાવવાનું સદ્દભાગ્ય સ્વ. નવિનચંદ્ર ધરમશીભાઈ શાહની પુણ્ય સ્મૃતિ નિમિત્તે અનસૂયાબેન નવિનચંદ્ર શાહને સાંપડેલ છે. દૈનિક આશરે ૧૦૦-૧૧૦ ઉપરાંત તપશ્વીઓને આયંબીલ કરાવવાનો લાભ દાતા પરિવારને મળે છે. આ આયંબીલ ઓળી કરાવવા માટેનું સદ્દભાગ્ય સાંપડ્યું છે તે માટે અનસૂયાબેન નવિનચંદ્ર શાહ તેમના માતાતુલ્ય સાસુમા સ્વ. કસ્તુરબેન ધરમશીભાઈ ... વધુ વાંચો »

Apr 19, 2024
ઈઝરાયેલના ઈરાન પર એટેકથી ઈફેકટ મુંબઈ તા. ૧૯ : આજે શુક્રવારની સવારે શેરબજાર તૂટી હતી અને સેન્સેકસ ૬૭ર પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારોના ૩.૪ર લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરતાં વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો છે. પરિણામે શેરબજારો સતત પાંચમાં ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા છે. આજે સેન્સેકસ ઘટ્યા મથાળે ખૂલ્યા બાદ ૬૭ર.પ૩ પોઈન્ટ સુધી તૂટી ૬ર હજારની સપાટી ગુમાવી હતી. નિફટી પણ ૧ર૦ પોઈન્ટથી વધુ તૂટી ર૧૭૭૭.૬પ થયો હતો. આજે સવારે ૧૦.ર૬ વાગ્યે ૧૧૬.૦પ પોઈન્ટ તૂટી ર૧૮૭૯.૮૦ અને સેન્સેકસ ૩૯પ.૦૭ પોઈન્ટ તૂટી ૭ર૦૯૩.૯૩ પર ટ્રેડ થઈ રહ્યો હતો. વધુ વાંચો »

Apr 19, 2024
તા. ૧૮ થી બુકીંગ થયું શરૃઃ જામનગર તા. ૧૯: પશ્ચિમ રેલવે દ્વારા, ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન લંબાવવાનો નિર્ણય લીધો છે. ૦૯પર૦ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પે. તા. ર૪ જુન ર૪ સુધી લંબાવવામાં આવી તેમજ વળતા ૦૯પ૧૯ મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પે. ટ્રેનના ર૮ જુન ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન માટેનું બુકિંગ ૧૮-૪-ર૪ થી શરૂ થયું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Apr 19, 2024
શેઢા પાડોશી વૃદ્ધે પોલીસમાં કરી ફરિયાદઃ જામનગર તા. ૧૯: લાલપુરના પીપરટોડા ગામમાં એક શખ્સ પોતાના ખેતરમાં પાણી નિકાસ માટે ખાડા ખોદી માટી ઠાલવતો હોવાનું જણાઈ આવતા શેઢા પાડોશી વૃદ્ધે તેમ કરવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા શખ્સે તે વૃદ્ધ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જામનગરના મેહુલનગર રોડ સિદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા જમનભાઈ માયાભાઈ ચોવટીયા નામના વૃદ્ધ લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં આવેલી પોતાની ખેતીની જમીન પર ગઈકાલે આવ્યા હતા ત્યારે તેઓએ શેઢા પાડોશી જસાભાઈ રઘુભાઈ સતવારાએ પોતાની જમીનમાં પાણી માટે ખાડાઓ ખોદી તેની માટી ખેતરમાં નાખતા હોવાનંુ ... વધુ વાંચો »

Apr 19, 2024
સામેથી આવતા વાહનની લાઈટથી અંજાયા પછી અકસ્માતઃ જામનગર તા. ૧૯: જામનગરના ખંભાળિયા બાયપાસથી લાલપુર બાયપાસ વચ્ચે બુધવારે રાત્રે એક ડબલ સવારી બાઈક સામેથી આવતા વાહનની લાઈટના કારણે ચાલકની આંખો અંજાઈ જતાં સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને બાઈક ચલાવી રહેલા યુવાનને ઈજા થઈ છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઈદ મસ્જિદ રોડ પર રહેતા આદિલભાઈ લંઘા (ઉ.વ.૧૯) તથા તેનો મિત્ર સાહિલ જુસબભાઈ કુંગડા બુધવારે રાત્રે આદિલના ભાઈ જહાંગીરનું જીજે-૧૦-ડીપી ૭૦૮૬ નંબરનું બાઈક લઈને ખંભાળિયા બાયપાસથી લાલપુર બાયપાસ જતા હતા. તેઓ જ્યારે નાઘેડી ગામના ... વધુ વાંચો »

Apr 19, 2024
ખંભાળીયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લાના આર.એ.સી. ભૂપેશ જોટણીયા, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી પટેલ, ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૂ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો ચલાવાય છે. જેમાં સલાયામાં માછીમાર ભાઈ-બહેનો માટે મતદાર જાગૃતિ અંગે નાટકનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક તળપદી ભાષામાં સંવાદો સાથે નાટક યોજીને મતદારોને મતદાન કરવા જાગૃત થવા માટે સમજાવવામાં આવ્યા હતાં. સંવાદો અભિનય સાથે નાટક નિહાળવા મોટી સંખ્યામાં માછીમારો ઉમટ્યા હતાં. હોડીઓ, બોટ તથા વહાણો પર પણ મતદાર જાગૃતિના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતાં.   જો વધુ વાંચો »

Apr 19, 2024
પત્નીએ પ્રવાહી પી લીધુઃ જામનગર તા. ૧૯: જામનગરના બેડી વિસ્તારમાં રહેતા પતિ તથા અન્ય મહિલા સામે નગરના પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં તેણીને ત્રાસ અપાતો હતો અને મારકૂટ કરાતા તેણીએ પ્રવાહી પી લેતા સારવારમાં ખસેડાયા છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે મિયાણાવાસમાં રહેતા આબીદ ઈકબાલભાઈ સોઢા તથા મુમતાઝ નામની યુવતી સામે નસીમબેન સોઢાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ પતિ આબીદને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. જેની જાણ થઈ જતાં નસીમબેને પૂછતા તેણીને ત્રાસ અપાતો હતો. તે દરમિયાન પતિ તથા ... વધુ વાંચો »

Apr 19, 2024
જિલ્લા મેજિસ્ટ્રેટના સુધારા હુકમ અનુસાર જામનગર તા. ૧૯: જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત ફરજ માટે નિમાયેલા ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની નિમણૂકમાં સુધારા હુકમ જાહેર કરાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ ના અનુસંધાને ૧ર જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ પ વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચીન અધિકારી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકાર તરફથી ચૂંટણીવિષયક કામગીરી સોંપવામાં આવી છે. તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુક્ત અને ... વધુ વાંચો »

Apr 19, 2024
મતદારોમાં વધુ મતદાન માટે જાગૃતિ લાવવાના હેતુથી ખંભાળીયા રેવન્યુ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, બીએલઓ દ્વારા આહિર સમાજની ખજુરીયા ગામે યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં મતદાન આમંત્રણ પત્રિકાઓ શ્રોતાઓને આપીને મતદાન કરવા અનુરોધ કરાયો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ  વધુ વાંચો »

Apr 19, 2024
ઘરના ફળીયામાં કરડ્યું જનાવરઃ જામનગર તા. ૧૯: લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં એક યુવતીને ગઈકાલે સાંજે ઘરના ફળીયામાં કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. લાલ૫ુર તાલુકાના રીંઝપર ગામમાં રહેતા અરજણભાઈ પૂનાભાઈ દેદા નામના પ્રૌઢની અઢાર વર્ષની પુત્રી રશ્મીલાબેન ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે ફળીયામાં તેઓને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. તેની જાણ થતાં યુવતીને સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી. તે પહેલાં રશ્મીલાબેનનું મૃત્યુ નિપજ્યંુ છે. પિતાએ પોલીસને જાણ કરી છે. લાલપુરના જમાદાર ડી.સી. ગોહિલે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.   વધુ વાંચો »

Apr 19, 2024
મુસાફરોની સુવિધા અર્થે વિશેષ ભાડા ઉપર રાજકોટ તા. ૧૯: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. જેમાં ટ્રેન નંબર ૦૯પર૩ ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ર૩ એપ્રિલ ર૦ર૪ થી રપ જૂન ર૦ર૪ સુધી દર મંગળવારે સવારે ૧૦ કલાકે ઓખાથી ઉપડશે, તે જ દિવસે ૧૪.૪૦ કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે સવારે ૧૦.ર૦ કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પર૪ દિલ્હી સરાય રોહિલા-ઓખા સ્પેશિયલ ર૪ એપ્રિલ  થી ર૬ જૂન ર૦ર૪ દરમિયાન દર બુધવારે બપોરે ૧૩.ર૦ કલાકે દિલ્હી સરાય રોહિલાથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૯ કલાકે રાજકોટ અને બપોરે ૧૩.પ૦ કલાકે ઓખા ... વધુ વાંચો »

Apr 19, 2024
એક વર્ષની સજા અને રૂ.૬ લાખનો દંડ ફટકાર્યાે: જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ પોતાના મિત્ર પાસેથી રૂ.૬ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ થઈ હતી. અદાલતે આરોપીને બાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. જામનગરમાં રહેતા મેરૂભાઈ માલદેભાઈ ચેતરીયા નામના આસામીએ પોતાના મિત્ર જયદી૫સિંહ નવલસિંહ રાઠોડને રૂ.૬ લાખ હાથઉછીના આપ્યા હતા. તેની પરત ચૂકવણી માટે મેરૂભાઈને બે ચેક આપ્યા હતા. તે બંને ચેક બેંકમાંથી પરત ફર્યા હતા. આ બાબતની મેરૂભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ... વધુ વાંચો »

Apr 19, 2024
પશુઓને છાયડામાં રાખોઃ પૂરતા પ્રમાણમાં પાણી આપોઃ જામનગર તા. ૧૯: ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતા પશુ-પક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. ખેડૂતોએ ઊભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવું જોઈએ. પાક વિકાસની મહત્ત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટવેવ કે ફૂંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિકલરથી સિંચાઈ કરો. પશુઓને છાયડામાં રાખો અને તેમને ... વધુ વાંચો »

Apr 19, 2024
સમગ્ર રોડ પર મુકવામાં આવેલી લાઈટો થઈ ગુલઃ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક ડિવાઈડર પર લગાડવામાં આવેલા સ્ટ્રીટ લાઈટના થાંભલામાં ગઈકાલે રાત્રે કોઈ કારણથી આગ ભભૂકી હતી. બંને તરફથી વાહનોની અવરજવર વચ્ચે થાંભલામાંથી આગની લપેટો જોવા મળી હતી. આ રોડની તમામ લાઈટો ગુલ થઈ ગઈ હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : નાણાકીય લેવડ-દેવડની બાબતમાં આાપે સાવધાની રાખવી પડે. સાસરીપક્ષ ચિંતા-ખર્ચ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કામમાં આકસ્મિક સરળતા-સાનુકૂળતા થતી જાય. આપના કાર્યની કદર-પ્રસંંશા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આડોશ-પાડોશના કામમાં, દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં વ્યસ્ત રહેવું પડે. ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં ધ્યાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. મોસાળપક્ષના ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રેહ. સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. જુના મિત્ર કે ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : દિવસના પ્રારંભથી જ આપને કોઈને કોઈ કામકાજ અંગે દોડધામ ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નવીન તક અપાવતું, નવીન કાર્ય કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh