ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા તા. ર૬ જુલાઈના યોજાશેઃ એજન્ડા જાહેર

ખંભાળિયા તા. ર૦ઃ ખંભાળિયા પાલિકાની સામાન્ય સભા લાંબા સમય પછી યોજવા માટેની જાહેરાત થઈ છે.

તા. ર૬.૭.ર૦૧૯ ના શુક્રવારના સાંજે પાંચ વાગ્યે પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લની અધ્યક્ષતામાં પાલિકા હોલમાં સ્પાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી છે.

એજન્ડામાં કમિટી શાખામાં પાલિકાની વિવિધ કારોબારી સમિતિની મિટિંગોની કાર્યવાહી બહાલ કરવા, હેડક્લાર્ક શાખામાંથી દા.સું. શાળાના કર્મચારીઓને ઉચ્ચ્ત્તર પગાર ધોરણ આપવા, પાલિકામાં કર્મચારીઓની ભરતી સમિતિ બનાવવા, આર્થિક નળબા કર્મચારીઓ માટે ૧૦ ટકાની અનામતનો અમલ કરવા, એપ્રિલ ૧૮ થી માર્ચ ૧૯ સુધીના ઉપજ ખર્ચના હિસાબો મંજુર કરવા બાબતો સામેલ છે.

તે ઉપરાંત પાલિકા દ્વારા બનાવાતા ટાઉનહોલમાં ફાયર સિસ્ટમ સહિત વિવિધ કામો કરાવવા, વ્યવસાયવેરાની ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો કરવા, ખંભાળિયામાં પાર્કિંગ ઝોન જાહેર કરવા ૧૪ માં નાણાપંચના બીજા હપ્તાના કાર્યો કરવા, મનોરંજન કરની ગ્રાન્ટમાંથી વિકાસકાર્યો કરવા, પોરબંદર રોડ પરનો કેનેડી પુલ પહોળો કરવા, સ્વચ્છતા સર્વેક્ષણ માટે કન્સલ્ટનન્ટ નીમવા, સ્વચ્છતા સંદર્ભમાં શૌચાલયોને આધુનિક કરવા, વાલ્મિકી સમાજની કોમ્યુનિટી હોલની અરજી અંગે નિર્ણય લેવા, પાલિકા વિસ્તારમાં વૃક્ષારોપણ અંગે ટ્રીગાર્ડ વિતરણ, જિલ્લા કલેક્ટર દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક અંગે પરિપત્રના મુદ્દા પણ એજન્ડામાં લેવાયા છે.

close
Nobat Subscription