સોનામાં આગ ઝરતી તેજીઃ દસ ગ્રામના રૃા. ૩૮,૯પ૦!

અમદાવાદ તા. ૧૩ઃ વિદેશી બજારોની અસર હેઠળ સોનામાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. દસ ગ્રામ સોનાના ભાવ રૃા. ૩૮,૯પ૦ સુધી પહોંચ્યા છે. દિવાળી સુધીમાં સોનાનો ભાવ દસ ગ્રામના રૃપિયા ૪૦  હજાર સુધી પહોંચી શકે છે.

વિદેશી બજારોમાં કિંમતી ધાતુઓમાં તેજી આવવાને કારણે સોનાના ભાવમાં ફરી એક વખત તેજી આવી છે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આ ભાવ દિવાળી સુધીમાં ૪૦,૦૦૦ રૃપિયાએ પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદના બજારમાં આજે ર૪ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૩૮,૮૦૦ થી ૩૮,૯પ૦ રૃપિયા (૩ ટકા જીએસટી સાથે) થયો છે, જ્યારે ૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ ૪૪,૩૦૦ (૩ ટકા જીએસટી સાથે) છે. રર કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૩૬,પ૦૦ છે.

ટ્રેડવોર પછી હવે કરન્સી વોર સર્જાતા સેફહેવન સોનામાં આક્રમક તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવાછ વર્ષની ઊંચાઈએ ૧પ૧પ ડોલરની સપાટી કૂદાવતાની સાથે સોમવારે સ્થાનિકમાં અમદાવાદમાં પ્રતિ ૧૦ ગ્રામ વધુ ૪૦૦ ઊંચકાઈ ૩૮,૯૦૦ ની નવી ઊંચાઈએ પહોંચ્યું હતું, જ્યારે ચાંદી પ૦૦ ઉછળી ૪૩,પ૦૦ એ પહોંચી હતી.

લંડન અને ન્યૂયોર્કમાંથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ત્યાં સોના હાજીર ૬.૬પ ડોલર વધીને ૧,પ૦ર.૯પ ડોલર પ્રતિઅંશ પર પહોંચ્યો છે. ઓક્ટોબરનો અમેરિકાનો સોનાનો વાયદો પણ ૪.૮૦ ડોલરના  વધારા સાથે ૧,પ૦૬.૮૦ ડોલર પ્રતિ અંશ બોલવામાં આવ્યો છે. બજાર એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે ચીન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનું સમાધાન ન નીકળવાને  કારણે રોકાણકારો મોટા પ્રમાણમાં સોનામાં રોકાણ કરી રહ્યા છે. રોકાણ માટે સોનાને શેરબજાર કરતા સુરક્ષિત માનવામાં  આવે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતોના કારણે પણ રોકાણકારોનો વિશ્વાસ શેરબજારમાં ઘટ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી હાજિર પણ ૦.૦પ ડોલરના વધારા સાથે ૧૬.૯૮ ડોલર પ્રતિ અંશે પહોંચી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription