પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

દ્વારકાના ગુગળી સમાજના મુખેથી વહેતા સરસ્વતીજીની ગતિ ફોર-જી જેવીઃ જીતેશ માણેક

દ્વારકા તા. ૧૧ઃ દ્વારકા ગુગળી સમાજનો ૫૦ મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી સંપન્ન થયો, તે પ્રસંગે સન્માનનો જવાબ આપતા નગરપાલિકા પ્રમુખ જીતેશ માણેકે કહ્યું છે કે ગુગળી જ્ઞાતિના મુખેથી વહેતી સરસ્વતીની ઝડપ ફોરજી જેવી હોય છે.

દ્વારકાના સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં તા. ૭, ૮, ૯, ૧૦ ના ચાર દિવસીય ગુગળી જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના સમાપન કાર્યક્રમમાં પાલિકા-પ્રમુખ જીતેષ માણેક ગુગળી સમાજના કાર્યો અને કોઠાસુઝ તથા ગૌરવ ભર્યા ઈતિહાસની વાત કરતા કહ્યું હતું કે વર્તમાનમાં ગુગળી સમાજના શ્રી મુખેથી થતા મોબાઈલ નેટવર્કની જેમ ફોરજી ની ગતિ એ ચાલી રહી છે જે ધર્મકાર્યમાં સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે. માણેકએ ઉમેર્યું હતું કે ભગવાન દ્વારકાધીશજીના મંદિર પરિસરમાં ગુગળી સમાજના તીર્થ પુરોહિતનો તથા પુજારી પરિવાર ઉચિતના દર્શન તથા સેવા ધર્મકર્તાની વ્યવસ્થા નિસ્વાર્થ અને લોભલાલચ કર્યા વગર નિખાલસતાના ભાવથી જે કરે છે તે અતિ  અને યોગ્ય તથા વર્તમાનમાં દાખલા સમાન છે.

વસંતપંચમીના દિને જ્ઞાતિના ૧૪ નવદંપતીઓ પુરોહિતો વત્સલભાઈ પુરોહિત તથા ઘનશ્યામ મહારાજએ લગ્નની ચોરીના મંગળફેરા સાથે ૫૦ મા લગ્નોત્સવને મંત્રોચ્ચાર સાથે યાદગાર બનાવી દીધો હતો.

ગુગળીજ્ઞાતિના યુવા મંડળ/ કારોબારી સમિતિ અને મહિલા મંડળ સહિતની સંસ્થાઓએ પાંચ હજાર જેટલા ઉપસ્થિત જ્ઞાતિજનોની સુખ અને શાંતિમય વ્યવસ્થા જાળવી હતી.

ઢળતી સાંજે આગેવાનોનું થયું જાહેર સન્માન

સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ગુગળી સમાજના ખીચોખીચ ભરેલા સામિયાણામાં જ્ઞાતિના પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિત, જયદીપ મીન, નારણભાઈ વાયડા, પરેશભાઈ ઠાકરએ પાલિકાના પ્રમુખ જીતેષ માણેક, ઉપપ્રમુખ પરેશ ઝાખરીયા, પત્રકાર મંડળના પ્રમુખ ચંદુભાઈ બારાઈ, વિનુભાઈ સામાણી, ઈશ્વરભાઈ ઝાખરીયા તથા ગોવિંદસ્વામી તાલુકા પંચાયતના પ્રમુખ લુણાભા સુભણીયા સહિતના પત્રકારો, વેપારી વર્ગ વિગેરેના સહયોગ બદલ સન્માન કરાયા હતા. બાબુભાઈ દેસાઈના યજમાન પદે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription