પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

લાલચોકમાં ત્રાસવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલોઃ ૧૧ ઘાયલ

શ્રીનગર તા. ૧૧ઃ શ્રીનગરના લાલચોક પાસે આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો થતાં પોલીસ  અને સીઆરપીએફના ૭ જવાન અને ચાર નાગરિકો ઘાયલ થયા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના ઓપરેશન સતત સફળ પૂરવાર થઈ રહ્યા હોવાથી આતંકવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. આજે શ્રીનગરના લાલચોક પાસે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં સાત સુરક્ષાકર્મી અને ચાર સામાન્ય લોકોને ઈજા થઈ હતી. સીઆરપીએફના ત્રણ જવાન, જમ્મુ-કાશ્મીર પોલીસના ચાર જવાન અને ચાર નાગરિકો ઘાયલ થયા હતાં. ગ્રેનેડ હુમલા પછી ફરી એકવાર તંગદિલી વધી ગઈ હતી. સેનાના ઓપરેશનના આઠ કલાક પછી પાંચ ત્રાસવાદીઓને ઠાર કરાતા આતંકવાદીઓમાં ખળભળાટ ફેલાયો હતો. આ લોકોએ બદલો લેવાની ભાવનાથી ગ્રેનેડ હુમલો લાલ ચોક નજીક કરી દીધો હતો.

ઘાયલ થયેલા સુરક્ષા કર્મીઓને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગ્રેનેડ હુમલો કરનાર આતંકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક ત્રાસવાદીઓ જ આમાં હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ મોટું ઓપરેશન પાર પાડીને પાંચ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ કાર્યવાહીમાં એક અધિકારી પણ શહીદ થયા હતાં. આઠ કલાકથી પણ વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળો પર વધુ હુમલા થવાની શક્યતા જણાવાઈ રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription