વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા વર્લ્ડ સ્ટ્રોક ડે સંદર્ભે પક્ષઘાત અંગે માર્ગદર્શન

રાજકોટ તા. ૭ઃ વર્લ્ડ સ્ટ્રોક ડેની પૂર્વ સંધ્યાએ એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં હોસ્પિટલના ન્યુરો ફિઝિશ્યન ડો. જીગર પારેખ, ઈન્ટરવેન્સનલ રેડિયોજીસ્ટ ડો. વિકાસ જૈન, હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતાં.

પત્રકાર પરિષદના પ્રારંભે હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીએ પત્રકારોને આવકારી ખાસ કરીને હોસ્પિટલ ખાતે ન્યુરોને લગતી સારવાર વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી.

વોકહાર્ટ હોસ્પિટલના ન્યુરો ફિઝિશ્યન ડો. જીગર પારેખ તથા ઈન્ટરવેન્સનલ રેડિયોલોજીસ્ટ ડો. વિકાસ જૈને વર્લ્ડ સ્ટ્રોક ડે ના સંદર્ભમાં માહિતી આપતા જણાવેલ હતું કે, વૈશ્વિક સ્તરે વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન દ્વારા ર૯-ઓક્ટોબર-ર૦૦૬ થી 'વર્લ્ડ સ્ટ્રોક-ડે' તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે "વર્લ્ડ સ્ટ્રોક ડે" ને બ્રેઈન સ્ટ્રોક વિશેની લોકોમાં સમજણ વધે અને તેના લક્ષણો જાણી ત્વરીત સારવાર મળે તે માટે ઉજવવામાં આવે છે.

પક્ષઘાત એ મગજનો અતિ ગંભીર રોગ છે, જેના મુખ્યત્વે બે પ્રકાર છે. ૮૦ ટકા સ્ટ્રોક ઈસ્કેમીક હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોકીના પ્રવાહમાં અવરોધ આવે છે અને તરત જ લકવાના લક્ષણો દેખાય છે. બાકીના ર૦ ટકા હેમરેજિક સ્ટ્રોક હોય છે. જેમાં મગજમાં લોહીની નળી તૂટવાથી કે હેમરેજ થવાથી થાય છે.

પક્ષઘાતને અટકાવવા માટેના ઉપાયો વિશે માહિતી આપતા ડો. પારેખ અને ડો. જૈને જણાવેલ હતું કે, પક્ષઘાતને થતો રોકવો એ જ એની શ્રેષ્ઠ સારવાર છે. પક્ષઘાતને રોકવા માટે (૧) નિયમિત કસરત કરો અને કાર્યશીલ રહો (ર) પક્ષઘાત થવાના જોખમી પરિબળો જેવા કે હાયપર ટેન્શન, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ વિગેરેને કાબુમાં રાખો (૩) તમારી ખાણીપીણીનું ધ્યાન રાખો અને મેદસ્વીતા ટાળો (૪) તમાકુના સેવનથી દૂર રહો અને જો કરતા હો તો આજથી જ બંધ કરો (પ) દારૃનું સેવન ટાળો (૬) તાજેતરના અંદાજ મુજબ વાયુ પ્રદુષણ પણ પક્ષઘાતનું જોખમ થઈ શકે છે. વાયુ પ્રદુષણને કાબુમાં રાખવા એક જવાબદાર નાગરિક તરીકે બનતી કોશીશ કરો જેમ કે વધુમાં વધુ વૃક્ષો વાવો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કારપુલ તથા સાયકલીંગનો ઉપયોગ વધુ કરો, રેડ સિગ્નલ પર વાહન બંધ કરી દો, કચરો ન બાળો, સોલાર એનર્જીનો ઉપયોગ વધારો વિગેરે. (૭) પક્ષઘાતના પ્રારંભિક લક્ષણો વિશે સમજણ કેળવો અને સમાજમાં જાગૃકતા વધારો જેથી કોઈને પણ પક્ષઘાતના લક્ષણ જણાય તો ત્વરીત ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરી શકાય.

આ પત્રકાર પરિષદમાં ચાર લકવાગ્રસ્ત દર્દીઓ પણ ઉપસ્થિત રહેલ હતાં. જેઓ સ્ટ્રોક પછી ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થયેલ હતાં. જેમની સફળ સારવાર વોકહાર્ટ હોસ્પિટલમાં કરવામાં આવેલ હતી. જે ચારેય દર્દીઓએ પોતાના અનુભવોની વાત વર્ણવેલી હતી. પત્રકાર પરિષદમાં હોસ્પિટલના માર્કેટીંગ મેનેજર શ્રી કમલેશભાઈ કટારીયા તથા કન્સલ્ટન્ટ મીડિયા એન્ડ પી.આર. શ્રી મનહરભાઈ મજીઠીયા ઉપસ્થિત રહેલ હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription