ગુજરાતને નર્મદાના નીર આપવા મુદ્દે વિવાદઃ ગુજરાત-એમ.પી. સરકાર આમને-સામને

નવી દિલ્હી તા. ર૦ઃ મધ્યપ્રદેશ સરકારે નર્મદા અથોરીટીનો બહિષ્કાર કર્યો છે. તે ઉપરાંત એમ.પી. સરકારના મંત્રીએ ગુજરાત સરકાર દ્વારા વિસ્થાપિતોના પૂનર્વસન અને ઊર્જા ઉત્પાદન સહિતના સવાલો ઊઠાવીને ગુજરાતને વધુ પાણી નહીં આપવા અંગે નિવેદન કરતા મામલો ગરમાયો છે, અને બન્ને સરકારો આમને સામને આવી ગઈ છે, જો કે કમલનાથે ગુજરાત વધારાનું પાણી માંગે નહીં તેમ જણાવ્યું છે. આ અંગે વિવિધ નેતાઓના નિવેદનો પણ આવવા લાગ્યા છે અને બપોરે મુખ્યમંત્રી રૃપાણી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.

નર્મદાના નીરને લઈને મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર આમને સામને આવી ગઈ છે. ૧પ વર્ષ પછી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવતા ફરી વિવાદ શરૃ થયો છે. મધ્યપ્રદેશની સરકારે ગુજરાતને વધુ પાણી નહીં આપવાની ચિમકી આપી છે. ગુજરાત સરકારે નર્મદાની ૧૩૮.૬૮ મીટરની ક્ષમતાની માંગણી કરી છે, જ્યારે વધુ પાણીની માંગણી કરી છે, જે એમપી સરકારે નકારી દીધી છે.

કમલનાથે કહ્યું છે કે, અમે ગુજરાતને નિયમ મુજબનું પાણી આપીશું, પરંતુ તેથી વધારે પાણી નહીં મળે.

ગુજરાતના મુખ્યમંત્રી રૃપાણીએ કહ્યું છે કે, નર્મદાના નીર ગુજરાતને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મધ્યપ્રદેશ સરકાર પાણી નહીં છોડે તો ખેડૂતોને નુક્સાન થશે. બીજી તરફ નર્મદા કંટ્રોલ ઓથોરીટીની બેઠકનો મધ્યપ્રદેશની સરકારે બહિષ્કાર પણ કર્યો હોવાના અહેવાલો છે.

મધ્યપ્રદેશની સરકારે આરોપ લગાવ્યો છે કે, ગુજરાત પાણીના ક્વોટાથી નર્મદામાંથી વધુ પાણી વાપરે છે. મધ્યપ્રદેશ સરકાર સામે ગુજરાત ભાજપે આક્રમક વલણ ધારણ કર્યું છે. એમપી સરકાર વિરૃદ્ધ આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.

નર્મદાના પાણી મુદ્દે કિસાન સંઘ પણ મેદાનમાં આવી ગયું છે અને સોમવારે નર્મદાના પાણી માટે ચર્ચા કરશે.

બીજી તરફ ભાજપના નેતા જયનારાયણ વ્યાસે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાણી મુદ્દે આંદોલન કરવું તે એક માત્ર રસ્તો નથી. આ વિવાદ નર્મદા કંટ્રોલ ઓથોરીટી નિવારી શકે છે. આ આંદોલનનો સમય નથી. નર્મદાના પાણી માટે કોઈ આંદોલન કે રાજનીતિ કરવી ન જોઈએ. આ તમામ વિવાદ વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે જણાવ્યું છે કે, મધ્યપ્રદેશ સરકાર ગુજરાત સાથે કોઈ અન્યાય નહીં કરે, પરંતુ ગુજરાતને તેના ભાગનું જ પાણી મળશે. ગુજરાતને વધુ પાણી નહીં અપાય, તેવું કહેતા વિવાદ સર્જાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription