મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉ.મા. શિક્ષક સંઘોની શિક્ષણ મંત્રી સાથેની વાટાઘાટો નિષ્ફળ

ખંભાળિયા તા. ૧૪ઃ ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા તેમના મહત્ત્વના પડતર પ્રશ્નો જેમ કે સહાયકોને વેતનભેદ, સળંગ નોકરી, ફાજલનું કાયમી રક્ષણ તથા નિવૃત્તિ સમયે રજાનું રોકડમાં રૃપાંતર  જેવા ચાર પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ નહીં આવતા બોર્ડની પરીક્ષાની કામગીરી ઉત્તરવાહીની તપાસણીના બહિષ્કારનો નિર્ણય કરાયો હતો.

છેલ્લા બે દિવસમાં આ અંગે શિક્ષણ મંત્રી તથા મુખ્યમંત્રી સાથે વારંવાર મુલાકાત તથા ગઈકાલે સાંજે પણ શિક્ષણ મંત્રીને મુલાકાત, રજૂઆત છતાં યોગ્ય નહીં થવાથી બન્ને સંઘના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ તથા મહામંત્રીઓ સુરેશભાઈ પટેલ તથા રમેશચંદ્ર ઠક્કર દ્વારા ધો. ૧૦-૧ર ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી બહિષ્કારનો નિર્ણય ચાલુ રખાયો છે.

સાથોસાથ ૧૬ માર્ચથી શરૃ થનાર સાયન્સ ધો. ૧ર ની ઉત્તરવહી ચકાસણી ચાલુ નહીં થવા દેવાય તથા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પીકેટીંગ કરીને આ અંગે વિરોધ વ્યક્ત કરાશે અને સરકાર પર દબાણ લાવવામાં આવશે. ઉત્તરવહી તપાસવામાં મોડું થતા પરીક્ષાર્થીઓના પરિણામો મોડા થશે કે કંઈ પ્રશ્ન થશે તો સરકાર જવાબદાર રહેશે તેમ જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription