ઘુડશીયામાં ડેમના ખાલી પટ્ટમાં જામેલી જુગારની મહેફિલ ઝડપાઈઃ છની ધરપકડ

જામનગર તા. ૨૦ઃ જામનગર તાલુકાના ધુડશીયા ગામમાં વોડીશાંગ ડેમના પટ્ટમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા છ શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ તથા બે બાઈક મળી કુલ રૃા. અડધા લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ઉપરાંત કુંભારવાડામાંથી છ શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમી પૈસાની હારજીત કરતા ઝડપાઈ ગયા છે.

જામનગર તાલુકાના ધુડશીયા ગામમાં વોડીશાંગ ડેમના પટ્ટમાં ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પંચકોશી 'એ' ડિવિઝનના હે.કો. યશપાલસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજાને મળતા પીએસઆઈ એસ.પી. સોઢાના વડપણ હેઠળ ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ સ્થળેથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા રણછોડભાઈ મગનભાઈ સીતાપરા, બેચરભાઈ નરસીભાઈ કોળી, વિપુલભાઈ કારૃભાઈ સીતાપરા, રાહુલ કારૃભાઈ સીતાપરા, કમલેશ કારૃભાઈ સીતાપરા, હરેશ હકાભાઈ ખરા નામના ૬ શખ્સો ઝડપાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૦,૫૦૦ રોકડા તથા બે મોટરસાયકલ મળી કુલ રૃા. ૬૦,૦૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. છએય આરોપીઓ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સ્ટાફના વિરેન્દ્રસિંહ, મગનભાઈ ચંદ્રપાલ, જીગ્નેશભાઈ, યોગેશભાઈ, રવિ મઢવી સાથે રહ્યા હતાં.

જામનગરના ખંભાળીયા નાકા બહાર આવેલા કુંભારવાડામાં ગઈકાલે સિટી 'એ' ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ઈમરાન હાસમ દરજાદા, ઈમરાન ઈસ્માઈલ બ્લોચ, વિપુલ દિનેશભાઈ નંદા, અશરફ કાસભાઈ બ્લોચ, ઈમરાન સલીમ સંધી, હુસેન શેરમામદ બ્લોચ નામના છ શખ્સોને પકડી પાડ્યા હતાં. રૃા. ૧૧,૨૩૦ રોકડા ઝબ્બે લઈ પો.કો. શિવભદ્રસિંહે ખુદ ફરિયાદી બની જુગારધારાની કલમ ૧૨ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Subscription